Sahiyar

મૂંઝવણ

By GS Team
31 Aug 20263 mins read
મૂંઝવણ
  • મેં એક પરિચિત સ્ત્રી સાથે સેક્સનો અનુભવ કર્યો છે. પણ તેમાં મુશ્કેલી સરજાતાં હું ખૂબ જ હતાશ થઇ ગયો છું. મારા જીવનનો આ એકમાત્ર સેક્સનો પ્રસંગ કેવળ બે-ચાર મીનીટ જ ચાલ્યો.

મારા હાથ પગ-પર વાળની રૃંવાટી ઓછી છે. શિશ્ર, છાતી કે બગલ ઉપર વાળ નથી. વળી વીર્ય જેવું ય કશું નીકળતું નથી. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે, મારી ઊંમર ૧૮ વરસની થઇ ગઇ હોવા છતાં મને દાઢી-મૂછ પૂરેપૂરા ઊગ્યા નથી. તો આનો યોગ્ય ઉપાય બતાવશો.
અક તરુણ (મુંબઇ)

  • સામાન્ય રીતે તરૂણાવસ્થામાં પ્રવેશ વેળાએ લોહીમાં પૌરુષ હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પુરુષમાં ઉપર મુજબના ફેરફારો જોવા મળે છે. દાઢી-મૂછ ઉપરાંત તેનો અવાજ દ્રઢ થાય છે. અને છાતી ભરાવદાર બને છે. આ બધા ફેરફારને 'સેકન્ડરી સેક્સ' કહેવામાં આવે છે. જો એ બરાબર ડેવલપ ન થાય તો એ શરીરમાં પૌરુષજનક હોર્મોન્સની ઉણપ સૂચવે છે. આવી ઉણપવાળા કેટલાક પુરુષો અવિકસિત ઇન્દ્રિયની કે ઉપસતા સ્તનની પણ ફરિયાદ કરે છે. કેટલીક ક્રોમોઝેમલ કે એન્ડોક્રાઇનલ બિમારીઓમાં આવું બને છે. જેના સંપૂર્ણ નિદાન માટે નિષ્ણાત ડોકટરોને મળવું અનિવાર્ય છે. તબીબી સલાહ વગર હોર્મોન્સ લેવા હિતાવહ નથી. કેમ કે કેટલાક કિસ્સાઓમાં સારવાર પૂર્વે અંત:સ્ત્રાવોની તથા રંગસૂત્રોની લેબોરેટરી તપાસ પણ જરૂરી હોય છે.
    હું હજું અપરિણીત છું. પણ એક પરિચિત સ્ત્રી સાથે મેં સેક્સનો અનુભવ કર્યો છે. પણ તેમાં મુશ્કેલી સરજાતાં હું ખૂબ જ હતાશ થઇ ગયો છું. મારા જીવનનો આ એકમાત્ર સેક્સનો પ્રસંગ કેવળ બે-ચાર મીનીટ જ ચાલ્યો.આથી હું ડરી ગયો છું. અમે મિત્રોએ બી.પી. સાથે જોઇ હતી. એમાં તો કામક્રીડા લાંબાગાળા સુધી ચાલતી બતાવવામાં આવે છે. તો શું મારામાં શરૂઆતથી જ ઉણપ આવી ગઇ હશે ? મારે શું કરવું એ જણાવશો.
    એક યુવક(આણંદ)
  • જાતીય સમાગમ કલાકો સુધી ચાલે એવી ગેરમાન્યતા ઘણીવાર આવી બ્લ્યૂ ફિલ્મોમાંથી ઉદ્દભવતી હોય છે. કેવળ બે-ચાર મીનિટની કામક્રીડા પણ પતિ-પત્ની બેઉને સંતોષજનક હોઇ શકે છે. આપની તકલીફ ખોટી અવાસ્તવિક સમસ્યાઓમાંથી સર્જાઈ છે. મારી તમને સલાહ એ છે કે બ્લ્યૂ ફિલ્મો જોવાનું બંધ કરોય એ હલકા મનોરંજનનું સાધન છે. સેક્સ શીખવા માટેનું પાઠયપુસ્તક નથી. વળી તમારી મર્દાનગી પુરવાર કરવા સેક્સ આચરવાની જરૂર નથી. એના કરતાં લગ્ન સુધી થોભો. સેક્સને તમારી પત્ની સાથે એના પ્રાકૃતિક સ્વરૂપમાં જ માણો. કશીય ખોટી અપેક્ષાઓ કે કશાય પૂર્વગ્રહ વગર એનો અનુભવ લેવા તૈયાર થાવ. તમને કોઇ ઉણપ હોય એવું લાગતું નથી. અને એટલું જાણી લો કે લાખો દંપત્તિ કેવળ બે-ચાર મીનિટ સુધી જ સમાગમ કરતા હોવા છતાં પોતાનાં કામજીવનથી સંતુષ્ટ હોય છે.
    જાતીય સમાગમ દરમિયાન ક્યું આસન શ્રેષ્ઠ ગણાય ?
    એક યુવતી (ગાંધીનગર)
  • કામ-આસનો અનેક પ્રકારના હોય છે. વાત્સાયનથી માંડીને આધુનિક સેક્સ મેડીસીનના તજજ્ઞાોએ અનેક આસનો વિશે ચર્ચા કરી છે. પણ એમાં ફલાણું શ્રેષ્ઠ કે ઢીકણું ખરાબ એવું કશું નથી. વ્યક્તિની ઉંમર, બાંધો, ગર્ભાવસ્થા, આવડત, વ્યક્તિગત ગમાઅણગમા, ફાવટ, ટેવ, જનનાંગોની અવસ્થા, કોઇ ખાસ બિમારી વગેરે પરિબળો ઉપર આસનની પસંદગી નિર્ભર છે. મોટાભાગના લોકો આંતરસૂઝ પ્રમાણે વર્તે છે અને પસંદગી કે આજમયાશ કરતા નથી.
    હું સોળ વર્ષની કોલેજમાં ભણતી કન્યા છું. મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ન કરવા જેવું કશું જ કર્યું નથી. પરંતુ એકાંતમાં તેણે મારા ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો. ત્યારથી મને એક ખરાબ આદત પડી ગઇ છે. હું એકલી હોઉં છું ત્યારે મારા ગુપ્તાંગોને સ્પર્શ કરીને સેક્સનો આનંદ મેળવું છું. ઘણીવાર એવુ ંથાય છે કે, મને એવું કર્યા વગર ચાલતું નથી. તો મને કોઇ નુકસાન કે રોગ તો નહીં થઇ જાય ને ? હું ખૂબ ડરી ગઇ છું.
    એક કન્યા (સૂરત)
  • આપ જે કરો છો એને સરળ ભાષામાં હસ્તમૈથૂન કહેવાય છે. સીત્તેરથી નેવું ટકા છોકરાઓ અને ત્રીસથી પચાસ ટકા છોકરીઓ તેમનાં જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેકઆવુ ંકરી લેતાં હોય છે. આ સેક્સની એક સાહજીક અભિવ્યક્તિ છે. એકાંતમાં કરાતી આ પ્રવૃત્તિને ઓટોઇરોટીક પ્રકારની ગણવામાં આવે છે. એનાથી કોઇ શારીરિક કે માનસિક રોગ નથી થતો. ઉલટું તમારા જેવા કિસ્સામાં સીધા જાતીય સંબંધ કરતાં તે બિનજોખમી અને સેઇફ છે. હું માનું છું કે તમારે ડરવાનું કોઇ કારણ નથી.
  • અનિતા