Sahiyar
મૂંઝવણ
By GS Team
28 Sep 20264 mins read

- મને એક પરણેલી સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો છે અને હું તેના વગર રહી નથી શકતો. હું બીજી કોઈ સ્ત્રી સામે જોઉં છું તો મને તેમાં પણ પેલી સ્ત્રી જ દેખાય છે.
હું પરિણીત યુવક છું અને મને બે બાળકો છે. મારે મારા કે મારી પત્નીના ફેમિલી પ્લાનિંગના ઓપરેશન વિશે જાણવું છે. મને જાણવા મળ્યું છે કે ગુજરાત સરકાર ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન ફ્રીમાં કરી આપે છે અને રિવોર્ડ પણ આપે છે. મારે એ જાણવું છે કે મુંબઈમાં પણ આવી કોઈ સગવડ છે કે નહીં?
એક યુવક (મુંબઇ)
- સ્ત્રી-નસબંધી કરતાં પુરુષ-નસબંધી કરાવવી વધુ હિતાવહ છે, વધુ સહેલી છે અને રિવર્સ કરવાના ચાન્સિસ એમાં વધુ છે. પુરુષ-નસબંધી કોઈ પણ મ્યુનિસિપલ હોસ્પિટલમાં બહુ જ સહેલાઈથી અને કોઈ પણ ચાર્જિસ વગર થઈ શકે છે.
નસબંધી કરાવ્યા પછી વ્યક્તિની કામેચ્છા અને કામશક્તિ પહેલાં હતી એવી જ રહે છે, માત્ર તેની બાળક પેદા કરવાની ક્ષમતા નથી રહેતી.
હું પચીસ વર્ષનો પરિણીત યુવક છું. થોડા સમય પહેલાં મને પેશાબ કર્યા પછી ઝીણું-ઝીણું દુ:ખતું હતું. હમણાં દુ:ખતું બંધ થઈ ગયું છે, પણ હવે પેશાબ કર્યા પછી પાતળું ચીકણું પ્રવાહી શિશ્નની આજુબાજુ રહે છે તો એનું કારણ અને ઉપચાર સૂચવશો. બીજું મને એક પરણેલી સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો છે અને હું તેના વગર રહી નથી શકતો. હું બીજી કોઈ સ્ત્રી સામે જોઉં છું તો મને તેમાં પણ પેલી સ્ત્રી જ દેખાય છે. મારું મન નોકરીમાં નથી લાગતું. મને સેક્સમાં બહુ રસ છે. હું બહાર નોકરી કરતો હોવાથી ઘરે નથી જઈ શકતો તો પેલી સ્ત્રીને ભૂલવા શું કરવું એનો ઉપાય બતાવશો.
એક પતિ (પાદરા) - પેશાબ કર્યા પછી શિશ્નની આજુબાજુ આવતા ચીકણા પ્રવાહી માટે કોઈ ઈલાજની આવશ્યકતા નથી. આ એક નોર્મલ બાબત છે અને એને ગંભીરતાથી લેવાની જરૂર નથી. તમને પરણેલી સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો છે એ પ્રેમ નથી, પણ મોહ છે, એક જાતનું આકર્ષણ છે કેમ તમને કોઈ ૮૦ વર્ષની વૃદ્ધા જોડે અથવા જેના મોઢા પર શીતળાનાં ચાઠાં હોય તેવી સ્ત્રી સાથે પ્રેમ નથી થતો? પ્રેમમાં આકર્ષણનું મહત્ત્વ નથી, ત્યાગ અને સમર્પણ ની ભાવના હોવી જોઈએ.
મારા શિશ્નનો નીચલો ભાગ અને વૃષણ મોટાં થઈ ગયાં છે. હું છેલ્લાં ત્રણ વર્ષથી આ તકલીફથી પીડાઈ રહ્યો છું તો યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (જંબુસર) - આ અવસ્થાને વધરાવળ કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં હાઇડ્રોસિલ કહેવાય છે. કોઈ પણ સજર્યન એની આજુબાજુનું પાણી કાઢી નાખે એટલે અંડકોષ એની મૂળ સ્થિતિમાં આવી જાય. હકીકતમાં આની તકલીફ અંડકોષની આજુબાજુના આવરણમાં હોય છે, અંડકોષમાં નથી હોતી એટલે કામેચ્છા કે કામશક્તિ પર એની કોઈ અસર નથી પડતી.
થોડા દિવસ પહેલાં મેં એક છોકરી સાથે સંભોગ કર્યો હતો. એનાથી મારા લિંગની ચામડી ઊતરી ગઈ છે. એ પછી હું જ્યારે પણ સંભોગ કરું છું ત્યારે ચામડી ઊતરી જાય છે. હમણાં થોડા દિવસ થયા મને લિંગ પર ચાંદી પડી ગઈ છે અને બળતરા પણ ખૂબ થાય છે. હું એના પર મલમ લગાવું છું, પણ કોઈ ફરક નથી પડતો. મને એનો ઉપાય બતાવશો.
એક યુવક (અમદાવાદ) - તમે જે રીતે તમારી તકલીફનું વર્ણન કર્યું છે એ પરથી કહી શકાય કે તમે 'કેન્ડિડ-બી' મલમ લગાવો. એનાથી તમને જલદી રૂઝ આવી જશે અને ઘણી રાહત મળશે. આવા કેસોમાં ઘણી વાર આયુર્વેદિક જાત્યાદિ મલમ (જે ચમેલીનાં ફૂલોમાંથી બનાવવામાં આવે છે) પણ ખૂબ કારગત અને ઉપયોગી નીવડે છે. રોજ સવાર-સાંજ ચાંદી પર એ લગાવો. ચાંદી મટી ગયા પછી પણ મલમ થોડા દિવસ લગાવવાનું ચાલુ રાખો જેથી એ સંપૂર્ણપણે મટી જાય અને ફરીથી ન થાય. એક વાતનું ધ્યાન રાખશો કે આ ઉપચાર ચાલુ હોય ત્યારે સંભોગ કરવાથી દૂર રહશો.
મારી ઉંમર ૨૬ વર્ષની છે. હું ૧૪ વર્ષનો હતો ત્યારથી હસ્તમૈથુન કરું છું. દિવસમાં એક વાર જ્યારે ઇચ્છા થાય ત્યારે હસ્તમૈથુન કરું છું. મારો જમણો અંડકોશ ઇંડાના આકારનો અને ડાબા અંડકોશ કરતાં મોટો થઈ ગયો છું. શું આ કોઈ સેક્સ્યુઅલ બીમારી છે? મારે બીજા પણ પ્રોબ્લેમ છે. જેમ કે વાળ સફેદ થઈ રહ્યા છે, હજી સુધી દાઢી આખી નથી આવી, પગ પર ઘૂંટણ સુધી જ વાળ છે અને એની ઉપર નથી. આ બધું મેં ૧૪ વર્ષની ઉંમરે વધુપડતું હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું એનું પરિણામ હોઈ શકે ખરું?
એક યુવક (સુરત) - તમે હસ્તમૈથુન કરવાનું જે વયે શરૂ કર્યું એ વ્યક્તિના યુવાનીમાં પ્રવેશવા સાથે જોડાયેલી છે. એ જ વયે ઇન્દ્રિયમાં ઉત્થાન થવાનું અને વીર્ય બનવાનું શરૂ થાય છે તથા સેક્સના વિચારો વધારે ને વધારે જાગ્રત થાય છે. આમ તમે હસ્તમૈથુન વહેલું શરૂ નથી કર્યું. સાથે-સાથે રોજ હસ્તમૈથુન કરવાથી તમે નાની ઉંમરમાં ઘરડા થઈ ગયા છો એ માનવું પણ ભ્રમ ભરેલું છે.
રમતાં-રમતાં બોલ કે કોઈની લાત તમારા અંડકોશને વાગી હતી ખરી? ે કોઈ યુરોલોજિસ્ટને બતાવીને શારીરિક તપાસ કરાવી લો. જરૂર પડે તો લોહીની ટેસ્ટ પણ કરાવી લો. ઉપરાંત નાની ઉંમરમાં વાળ સફેદ થવા, દાઢીનો જોઈએ એવો ગ્રોથ ન થવો અને પગના ઘૂંટણની ઉપર વાળ ન ઊગવા વગેરે માટે કોઈ સ્કિન સ્પેશ્યલિસ્ટ પાસે જઈ નિદાન કરીને ટ્રિટમેન્ટ કરાવવી જરૂરી છે.
તમારી સમસ્યાઓને અને હસ્તમૈથુનને કોઈ જ લેવાદેવા નથી.




