Sahiyar

સ્ત્રી-સૌંદર્યના બદલાતા ખ્યાલ

By GS Team
14 Sep 20267 mins read
સ્ત્રી-સૌંદર્યના બદલાતા ખ્યાલ
  • હવે પૂર્વ અને પશ્ચિમના સંગમરૂપ સૌંદર્ય-લક્ષણો ધરાવતી સુંદરીઓની બોલબાલા વધી રહી છે

ભારતીય સમાજમાં સદીઓથી ગોરી અને ભરાવદા૨ શરીરવાળી મહિલાઓને સાંૈદર્યવતી ગણવામાં આવતી હતી. આપણા પ્રાચીનગ્રંથોમાં મહિલાઓને તેમના શારીરિક લક્ષણોને આધારે પદ્મિની, ચિત્રીણી, શંખિણી અને હસ્તિની જેવા પ્રકારોમાં વહેંચવામાં આવી હતી. ગ્રંથોમાં હંસ જેવી ડોક અને કમળ જેવી નાજુકતાવાળી મહિલાને પદ્મિની, ગોળઅનેભરાવદાર નિતંબ તથા સંપૂર્ણ વિકસીત સ્તનો ધરાવતી મહિલાને ચિત્રીણી, લાંબા પગ ધરાવતી મહિલાને શંખિણી તથા હાથી જેવી મલપતી ચાલ ધરાવતી મહિલાની હસ્તિની ગણાવવામાં આવી છે. ભારતના અગ્રગણ્ય ક્યુરેટર અને ઇતિહાસકાર પ્રાચીન સ્ત્રી સૌંદર્યની માહિતી આપતા કહે છે કે, ''પ્રાચીન સમયમાં ભરપુર નિતંબ તથા પાતળી કમર ધરાવતી મહિલાને સૌંદર્યવતી ગણવામાં આવતી હતી. ખજુરાહોના મંદિરમાં અને મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યોમાં મહિલાઓની મુતને જોઈને આ વાતની પુષ્ટિ થાય છે. પ્રાચીન સમયમાં આ લક્ષણો ધરાવતી મહિલાને સ્ત્રીત્વથી ભરપુર ફળદ્રુપ સ્ત્રી ગણવામાં આવતી હતી. જોકે રાજા રવિ વર્માએ પોતાના ચિત્રોના માધ્યમથી સ્ત્રી સૌંદર્યની પરિભાષામાં થોડો ફેરફાર કર્યો. રાજા રવિ વર્મા જેવા ખ્યાતનામ કલાકારના ચિત્રોમાં પાતળી અને લાંબી યુવતીઓને સૌંદર્યની મુતના પ્રતિક તરીકે ચિતરવામાં આવી. આજે પણ રાજા રવિ વર્માએ ચિતરેલી તસવીરોને સાક્ષાત સૌંદર્યની મુત ગણવામાં આવેછે.''
બોલીવુડની વાત કરીએ તો હિન્દી ફિલ્મોમાં પણ પહેલાં દક્ષિણ ભારતીય ભરાવદાર હિરોઇનોની બોલબાલા હતી, પણ નેવુંના દાયકામાં કેબલ ટીવીના આગમન પછી ભારતીય દર્શકો વૈશ્વિક સૌંદર્યને માણતા થયા જેવા પરિણામે તેમના સૌંદર્ય માટેના માપદંડમાં ભારે ફેરફાર થયો છે. ઐશ્વર્યારાય અને સુસ્મિતા સેન અનુક્રમે મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા પછી ભારતીયો ગોરા રંગ સિવાય ટોન કરેલા આકર્ષક શરીરને સુંદરતાના માપદંડ તરીકે સ્વીકારતા થયા છે. એક જાણીતા ફિલ્મવિવેચક અત્યારની સ્થિતિ વિશે વાત કરતા કહે છે કે 'ભારતીયોનો સૌંદર્યનો માપદંડમાં સારોએવો બદલાવ થયો છે. હવે માત્ર ભરાવદાર શરીરનેજ સુંદર નથી ગણવામાં આવતું. હવે પાતળા છતાં આકર્ષક શ૨ી૨ને પણ સુંદર ગણવામાં આવે છે. આ કારણોસર જ થોડા સમય પહેલાં 'ટશન'માં કરીના જ્યારે ઝીરો ફિગરમાં દેખાઈ હતી ત્યારે તેનું સૌંદર્ય અનેક યુવતીઓની ઇર્ષાનું કેન્દ્ર બન્યું હતું. જોકે એ વાત અલગ છે કે નાની બાળકી જેવું ઝીરોફિગર મેળવવા માટે કરીનાએ તેના સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યા હતા અને આ ફિગર પહેલાંની કરીના વધારે તંદુરસ્ત અને સ્વસ્થ હતી. જોકે ભારતીયોની ગોરી ત્વચા માટેની ચાહતમાં કોઈ મોટો ફેરફાર નથી આવ્યો. ગોરી ત્વચા માટે ભારતીયોનું આકર્ષણ સદીઓ જુનું છે. આપણા દેશમાં પસયનો અને મોગલો રાજ કરતા હતા ત્યારથી ગોરી ત્વચાની બોલબાલા છે. આપણા ગ્રંથોમાં પણ નાળીયરના દુધ જેવી સફેદ ત્વચા ધરાવતી યુવતીને સૌંદર્યવાન ગણાવવામાં આવી છે.''
સૌંદર્ય વિશે ભારતીયોનું વલણ બદલાયું છે, પણ આજે પણ મોટાભાગના પુરુષો ભરાવદાર યુવતીઓ જ પસંદ કરે છે. એક જાણીતા ફોટોગ્રાફર આ મુદ્દે વાત કરતા કહે છે કે ''મારા કામને કારણે મારે સતત યુવાન મોડલોના સંપર્કમાં રહેવું પડે છે. મોટાભાગના યુવાન મોડલોનું માનવું છે કે એકદમ પાતળી યુવતીઓ તેમને બિલકુલ આકર્ષતી નથી જ્યારે ભરાવદાર શરીર ધરાવતી યુવતીઓ તેમને વધારે સેક્સી લાગે છે.''
ભારતમાં જ્યારે સૌંદર્યવતી યુવતીઓની વાત થઈ રહી હોય ત્યારે ઐશ્વર્યા રાયનું નામ ટોચ પર આવે છે. દુધ જેવી ઉજળી ત્વચા, સરેરાશ ઉંચાઈ અને લીલી આંખો ધરાવતી ઐશ્વર્યા ફેશન ડિઝાઇનરોથી માંડીને ફોટોગ્રાફરો સુધી બધાની માનીતી છે. જોકે ભારતમાં સૌંદર્યના પર્યાય ગણાતી ઐશ્વર્યા સામે કેટરિના કૈફ મોટો પડકાર બની રહી છે. ભારતીય પિતા અને વિદેશી માતાની આ દીકરી કેટરિનાનો ઉછેર વિદેશમાં થયો હોવા છતાં એના ફિચર્સ કોઈ ભારતીય યુવતી જેવા જ છે. કેટરિનામાં મોડર્ન અને પુરાતન સૌંદર્યનો સમન્વય થયેલો હોવાને કારણે તેણે બહુ ટૂંકા ગાળામાં સારી એવી લોકપ્રિયતા મેળવી લીધી છે. કેટરિના જાડી નથી તો બહુ દુબળી પણ નથી. તેનું ભરાવદાર ફિગર, ગોળાકા૨ નિતંબ, ચમકતી ત્વચા તથા સરેરાશ કરતા સ્હેજ વધારે ઉંચાઈ તેના સમગ્ર વ્યક્તિત્વને નવો ઓપ આપે છે. તે ઐશ્વર્યા જેટલી સુંદર નથી, પણ તેનું સમગ્ર વ્યક્તિત્વ ચુંબકીય અસર ઉપજાવે છે. કેટરિના ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને કપડાંઓમાં આકર્ષક લાગે છે અને આ વાત જ તેના વ્યક્તિત્વનો મોટો પ્લસ પોઇન્ટ છે. કેટરિનાની જેમ જ નવોદિત દીપિકા પદુકોણની સરેરાશ કરતા વધારે ઉંચાઈ અને મોટી આંખો તેને બીજી હિરોઇન કરતા અલગ પાડી છે. એક રીતે જોઈએ તો દીપિકા પણ ભરાવદાર ફિગર ધરાવે છે એટલે ભારતીયો તેના સૌંદર્યથી અભિભુત છે અને તેની ઉંચાઈ તેને આંતરરાષ્ટ્રીય કક્ષાની મોડલની લગોલગ મુકી દે છે. કેટરિનાની જેમ જસોનિયા ગાંધી વિદેશી હોવા છતાં ટોચના ડિઝાઈનરો તેને ભારતની આદર્શ સૌંદર્યમુત ગણે છે. એક જાણીતા ડિઝાઇનર કહે છે કે 'સોનિયા ગાંધી વિદેશી હોવા છતાં તેનું સૌંદર્ય નખશીખ ભારતીય છે. સાદી છતા આકર્ષક કોટનની સાડીઓ, યોગ્ય લંબાઈનું માપસર ફિટિંગવાળુ બ્લાઉઝ અને થોડું કાજલ તેમને આકર્ષક લુક આપે છે. સોનિયા ગાંધી ભારતીય સૌંદર્યથી ઓપે છે, પણ આવું 'સ્લમડોગ મિલીયોનેર'થી લોકપ્રિય બનેલી ફ્રેડા પિન્ટો માટે ન કહી શકાય. ફ્રેડા ભલે ભારતીય હોય, પણ તેનું સૌંદર્ય ભારતીય યુવતીના સૌંદર્યના માપદંડ સાથે બિલકુલ મેળ નથી ખાતું. તેનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે, પણ તે દરેક પ્રકારના રોલ સાથે મેળ ખાઈ શકે એમ ન હોવાને કારણે ફ્રેડાને 'સ્લમડોગ મિલીયોનેર'માં જેવી સફળતા મળી એવી સફળતા હિન્દી ફિલ્મોમાં મળે એવી શક્યતા બહુ ઓછી છે.''
સૌંદર્યની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં દરેક પ્રાંતના લોકોનો પોતાનો આગવો નાકનકશો છે. અહીં ઉત્તરપૂર્વીય લોકોનો ચહેરો મહોરો મોંગોલિયન જેવો છે તો દક્ષિણ ભારતના લોકો દ્રવિડ પ્રજાતિ જેવા છે. ભારતના મધ્ય વિસ્તારના લોકોની ત્વચા ચળકતા અને આંખો મોટી હોય છે જ્યારે કાશ્મીરી અને હિમાચલી જેવા સાવ ઉત્તરના પ્રદેશના લોકો યુરોપીયનોને પણ શરમાવે એવી ગોરી હોય છે. એક જાણીતા એડમેકર પોતાનો અનુભવ જણાવતા કહે છે કે ભારતીય યુવતીઓના સૌંદર્યમાં વૈવિધ્ય હોવા છતાં જ્યારે ફિલ્મો કે એડ માટે મોડલની પસંદગી કરવાની વાત આવે ત્યારે દરેક પ્રાંતના લોકોને આકર્ષી શકે એવા પ્રમાણીત માપદંડો ૫૨ પાર ઉતરી શકતી યુવતીઓની જ પસંદગી કરવામાં આવે છે. હા, મોડલિંગ જેવા ક્ષેત્રમાં થોડી અલગ પસંદગી કરવાનો અવકાશ ચોક્કસ રહેલો છે.
બોલીવુડમાં જોકે સફળતા માટે માત્ર પરંપરાગત સૌંદર્યની હાજરીથી કામ નથી ચાલતું. સૌંદર્ય અને પ્રતિભાનો સમન્વય જ સફળતા અપાવે છે. બોલીવુડમાં પણ પરંપરાગત સૌંદર્યની બોલબાલા વચ્ચે જયા બચ્ચન, શબાના આઝમી, સ્મિતા પાટીલ અને બિપાશા બાસુએ પોતાની પ્રતિભાની મદદથી સૌંદર્યના નવા માપદંડ ઉભા કર્યા છે. આ હિરોઇનોની સફળતા વિશે વાત કરતા બોલીવુડના ટોચના દિગ્દર્શક કહે છે કે 'બોલીવુડમાં સ્મિતા પાટિલ અને શબાના આઝમીને સફળતા મળી એની પાછળ તેમના સૌંદર્યનો નહીં, પણ તેમની અભિનય ક્ષમતાનો ફાળો હતો. જોકે બિપાશા બાસુની સફળતાએ સૌંદર્ય વિશેના બોલીવુડના માપદંડમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. બોલીવુડમાં પહેલાં થોડી શ્યામ હિરોઇનો માટે ખાસ સ્થાન નહોતું, પણ હવે દિશા પટ્ટની, રાધિકા આપ્ટે અને દિપીકા પાદુકોણ જેવી હિરોઇનો વધારે સેક્સી અને આકર્ષક ગણાય છે. આમ, બોલીવુડ હવે થોડી શ્યામ હિરોઇનોને સ્વીકારતું થયું છે, પણ એની માનસિકતામાં બહુ મોટો ફેરફાર નથી થયો. સફળતા મેળવ્યા પછી બિપાશા અને દીપિકા જેવી ઘઉંવર્ણી હિરોઇનો પણ ત્વચાના રંગને ઉજળો દેખાડવા બ્લશર જેવા મેક-અપના સાધનોનો ભરપુર ઉપયોગ કરે છે. બોલીવુડમાં બિપાશા જેવી ડસ્કી યુવતીને સફળતા મળી છે, પણ તેને ક્યારેય સુંદર નથી ગણવામાં આવી. બિપાશાને હંમેશા હોટ ગણવામાં આવી છે અને તેની સફળતા માત્ર આ ઇમેજને આભારી છે. જોકે હાલમાં બોલીવુડમાં જે નવી ઘઉંવર્ણી હિરોઇનો આવી છે એમાં ચિત્રાંગદા સિંહ બહુ આશાસ્પદ છે. ચિત્રાંગદાને અત્યારની સ્મિતા પાટિલ ગણાવવામાં આવે છે. ચિત્રાંગદામાં પ્રતિભા તો છે, પણ સાથેસાથે તે આદર્શ ભારતીય નારી જેવું ભરાવદાર ફિગર અને આકર્ષક દેહવળાંકો ધરાવે છે. માનવામાં આવે છે કે ભારતીય સૌંદર્ય અને પ્રતિભાનો સમન્વય ચિત્રાંગદાને ચોક્કસ સફળતા અપાવશે.''
ભારતીયો મહિલાઓના સૌંદર્યને મુલવવા માટે માત્ર તેનો બાહ્ય દેખાવ જ નથી જોતા, પણ તેના આંતરિક ગુણોને પણ મુલવે છે. આ મુદ્દા પર વાત કરતા જાણીતા ધ્રુમિંગ એક્સપર્ટ કહે છે કે ''સૌંદર્યની મુલવણી સમગ્ર વ્યક્તિત્વ પરથી થાય છે. આ કારણે જ 'હિંમતવાલા'ની શ્રીદેવીની કોઈએ ગણના નહોતી કરી, પણ 'ચાંદની'ની શ્રીદેવીના સૌંદર્યના બધાએ મુક્તકંઠે વખાણ કર્યા હતા. દરેક વ્યક્તિના વ્યક્તિત્વનું કોઈક એક પાસું તો એવું હોય જ છે જેને નિખારવામાં આવે તો વ્યક્તિની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. વ્યક્તિની બુદ્ધિક્ષમતા અને વિચારશક્તિ પણ સૌંદર્યમાં માપદંડનું મહત્ત્વનું પાસું છે અને આના વગરનું સૌંદર્ય આત્મા વગરના પ્રાણ જેવું નિર્જીવ છે. સુંદર દેખાવા માટે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતી હોય એ બહુ જરૂરી હોય છે અને ભારતીય મહિલાઓની આ ખુબી જ તેને વિશ્વની અન્ય મહિલાઓથી અલગ પાડી દે છે.''