કેમિકલ વગરની બ્લીચથી ચમકાવો ત્વચા

ત્વચાને સ્વચ્છ હેલ્ધી અને ચમકીલી બનાવવા માટે માનુનીઓ બ્લીચનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ બજારમાં મળતા બ્લીચમાં કેમિકલ ભેળવેલા હોવાથી ત્વચાને લાંબા સમયે હાનિ પહોંચવાની શક્યતા રહે છે. તેથી ખાદ્યપદાપદાર્થોનો ઉપયોગ કરીને ઘરગત્થુ બ્લિચનો ઉપયોગ કરવો મહત્વનું છે. ઘરગત્થુ બ્લિચમાં બેસન, હળદર, લીંબુ મધ, ટામેટા ,દહીં જેવા ખાદ્યપદાર્થો સામેલ છે જે ત્વચાને કુદરતી ચમક આપે છે.
ઘરગત્થુ બ્લિચ પણ ફક્ત ત્વચાને સાફ ન કરતાં ત્વચાને એક્સફોલિએશન, મોઇશ્ચરાઇજિંગ અને ઇન્ફેકશનથી બચાવે છે.
બેસન
૨ ચમચા બેસન, હળદર પાવડર પા ચમચી, લીંબુનો રસ ૨-૩ ટીપાં, મધ એક ચમચો, દહીં અછવા ગુલાબજળ પેસ્ટ બનાવવા માટે જોઇતા અનુસારલેવું એક બાઉલમાં બે ચમચા બેસન લઇ તેમાં હળદર મધ, લીંબુનો રસ અને ગુલાબજળ અથવા દહીં ભેલવી પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડી ૧૫-૨૦ મિનીટ પછી સ્વચ્છ ભીના કપડાથી મસાજ કરતાં હોઇે તે રીતે લુછવું અને પછી મોઇશ્ચરાઇઝર લગાડવું.બ્લિચ લગાડતી વખતે આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું.
લીંબુ અને મધ
લીંબુ અને મધમાં ત્વચાને સાફ અને ચમક આપવાના કુદરતી ગુણ સમાયેલા હોય છે.
એક બાઉલમાં લીંબુનો રસ અને એક ચમચો મધ ભેળળી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૧૫-૨૦ મિનીટ પછી ચહેરો હુંફાળા પાણીથી ઘોઇ નાખવો. અઠવાડિયામાં બે-ત્રણ વખત કરવું.
મસૂર દાળ
મસૂર દાળ ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી વાન નિખરે છે.
એક કપ મસૂર દાળને રાતના પાણીમાં પલાળી રાખવી અને સવારે તેને વાટી તેમાં ૩ નાના ચમચા દૂધ પેસ્ટ બનાવવા માટે નાખવા. જરૂરિયાત પ્રમાણ ેદૂધનું પ્રમાણ ોછું-વત્તુ કરવું. આ પેસ્ટને ચહેરા પર લગાડવી.
બેસન અને દહીં
બેસન અને દહીં પહેલાના સમયમાં પણ વાન નિખારવા અને ત્વચાને ચમકીલી કરવા માટે વાપરવામાં ાવતો હતો. આજે પણ બેસન અને દહીં ત્વચાના નિખાર માટે એટલું જ મહત્વનું છે. એક ચમચો બેસન અને બે ચમચા દહીં લઇ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૨૦ મિનીટ પછી ધોઇ નાખવું.
ઓટસ
ઓટસમાં સૈપોેનિન નામનું તત્વ હોય છે જે કુદરતી ક્લિંજરનું કામ કરે છે. તેના ઉપયોગથી ટેનિંગ અન ેત્વચા પરન ાકાળાશ દૂર કરવામાં મદદ મળે છે. ઉપરાંત ઓટસ મૃત ત્વચાને પણ સરળતાથી દૂર કરે છે.
બે ચમચા ઓટસના લોટમાં એક ચમચોજૈતૂનનું તેલ અને દહીં અને લીંબુો રસ ભેળવી પેસ્ટ બનાવી સ્વચ્છ ચહેરા પર લગાડવું અને ૨૦ મિનીટ પછી ચહેરાને સ્વચ્છ ભીના કપડાથી લૂછવો અઠવાડિયામાં બે વખત કરવાથી ત્વચા ચમકીલી થશે. અચાનક પાર્ટી કે પછ ીકોઇ ફંકશનમાં જવાનું થાય તો આ નુસખો અજમાવાથી ત્વચા ચમકીલી થશે.
અન્ય એક રીતમાં ઓટસને વાટી તેનો પાવડર બનાવી તેમાંગુલાબની પાંખડીનો ભુક્કો અને દહીં ભેળવીને પેસ્ટ બનાવવી. તેમાં થોડો લીંબુો રસ પણ ભેળવવો. આ પેસ્ટને સ્વચ્છ ચહેરા પર લગાડીને ૨૦ મિનીટ પછી ધોઇ નાખવું.
ટામેટા
ટામેટામાં બ્લીચના ગુણ હોય છે. પાકા ટામેટાનો રસ કાઢીને ચહેરા પર મસાજ કરતા હોઇએ તે રીે લગાડવો અને સુકાઇ જાય એટલે ચહેરો ધોઇ નાખવો.
બટાકા
બટાકાનો રસ ચહેરા પર લગાડવો અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું. અથવા તો બટાકાના પાતળા પૈતા પણ ચહેરા પર થોડી વાર માટે મુકી શકાય.
પપૈયું
પપૈયામાં કુદરતી જ બ્લીચના ગુણધર્મ સમાયેલા હોય છે. પપૈયાનું છુંદો અથવા તો તેનો ગર ચહેરા પર મુકવો તેમજ તેનો જ્યુસ કાઢીને પણ ચહેરા પર લગાડી શકાય. સુકાઇ જાય એૉલે ચહેરો ધોઇ નાખવો.
- જયવિકા આશર




