ગુણકારી એલચી કેળા

કદમાં નાના કેળા પણ સ્વાદમાં વધુ મીઠા એલચી કેળાનો વધુ ઉપયોગ દક્ષઇમ ભારતમાં થતો હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ગુમકારી નીવડે છે.
પાચનક્રિયા
એલચી કેળામાં પ્રચુરમાત્રામાં ફાબિર સમાયેલું હોય છે. જે આંતરડાની ગતિવિધીને નિયંત્રિત કરે છે અને આહારને પાચન કરવામાં મદદ કરે છે. હૃદય
એલચી કેળામાં પોટેશિયમ સમાયેલું હોય છે જે બ્લડપ્રેશરને નિયંત્રિતકરવામાં સહાયક છે. તેમજ તેનામાં સમાયેલ ફાઇબર કોલોસ્ટ્રલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.
ઊર્જા
એલચી કેળામાં કુદરતી જ સાકર સમાયેલી હોય છે. તેના સેવનથી પેટ ભરાયેલું હોય તેમ લાગતું હોવાથી જંકફુડ તેમજ તળેલો નાસ્તો આરોગવાનું મન થતું નથી.
મૂડ સુધારે
એલચી કેળામાં વિટામિન બી૬ અને એમિનો એસિડ ટિપ્ટોફેન સમયોલું હોય છે. જેથી તેના સેવનથી તાણ ઓછી થાય છે તેમજ માનસિક સ્થિતિ સુધરે છે. તેમાં સમાયેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ મેગ્નેશિયમમાં સ્પેશિયોને આરામ આપવામાં મદદ કરે છે.
હાડકાને મજબૂત કરે
એલચી કેળામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્પરસ અને વિટામિન એ સમાયેલા હોય છે. જેથી તેના સેવનથી હાડકા મજબૂત થાય છે.
આંખની રોશની
એલચી કેળામાં વિટામિન એ સમાયેલું હોવાથી આંખ માટે ગુમકારી નીવડે છે. તેનું સેવન આંખની નબળી દ્રષ્ટિમાં સુધારો થાય છે.
ત્વચા
એલચી કેળાનું સેવન ત્વચા માટે ફાયદાકારક નીવડે છે. તેના સેવનથત્શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. તેમાં સમાયેલ એન્ટીઓક્સીડન્ટસ વય સાથે વધતી ત્વચા પરની અસરને ધીમી કરે છે. એલચી કેળામાં વિટામિન સી સમાયેલું હોવાથી તે ડેમેજ થયેલા સેલને ર્રિપેેર કરે છે.
વ્યાયામ બાદ
વ્યાયામ કર્યા પછી એલચી કેળાનું સેવન કરવાથી માંસપેશીઓમાં રાહત થાય છે.
વજન ઘટાડવામાં સહાયક
એલચી કેળાના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું હોવાથી શરીરના વજનને સપ્રમાણ રાખવામાં મદદ કરે છે.
- મીનાક્ષી તિવારી




