Sahiyar

સૌંદર્ય સમસ્યા

By GS Team
12 Oct 20262 mins read
સૌંદર્ય સમસ્યા
  • મારે વાળ સ્ટ્રેટ કરાવવા છે. હું જાણવા માગું છું કે ચોમાસાચમાં વાળ સ્ટ્રેટનિંગ કરાવવા યોગ્ય રહેશે?

મારા વાળ બ્લંટ કટિંગમાં કાપેલાં છે. હું દર રવિવારે વાળ ધોતા પહેલાં તેલ લગાડું છું અને પછી શિકાકાઈ, આમળા અને અરીઠાથી વાળ ધોઉં છું. પણ એનાથી વાળમાં તેલ રહી જાય છે. હું શેમ્પૂથી વાળ ધોવા નથી માગતી. તેથી એવો ઉપાય જણાવો જેથી મારા વાળ સાફ થઈ જાય અને શેમ્પૂ પણ વાપરવું ન પડે.

  • એક યુવતી (મુંબઈ)
  • વાળમાં તેલ લગાડયા બાદ ગરમ પાણીમાં ટુવાલ ભીંજવીને દસ-પંદર મિનિટ સુધી વાળમાં લપેટી રાખો. આનાથી વધારાની ચીકાશ નીકળી જશે અને વાળ અરીઠા-આમળાથી સાફ પણ થઈ જશે.
    એક વર્ષ પહેલા મારા પ્રસવ થયા બાદ નાક અને ગાલ પર ઝાંય પડી ગઈ છે. એને દૂર કરવા માટે મેં ઘણી ક્રીમ લગાડી અને કોલ્ડક્રીમથી ઘરે જ ફેશિયલ પણ કર્યું છતાં કોઈ ફાયદો જણાયો નથી. ઉચિત ઉપાય જણાવશો.
  • એક મહિલા (ભરુચ)
  • પ્રસવ પછી આવી ઝાંય પડવી એ સ્વાભાવિક છે. તમે આહારમાં પ્રોટીન અને વિટામીનયુક્ત પદાર્થોનો સમાવેશ કરો, ભોજનમાં લીલાં શાકભાજી, ફળો, દૂધ, દહીંનો ઉપયોગ વધુ કરો. અને ચહેરાને તડકાથી બચાવો. ઘરની બહાર જતી વખતે હર્બલ યુક્ત સન-પ્રોટેક્ટિવ ક્રીમનો પ્રયોગ કરો. બજારમાં મળતાં ચારોળી અને સંતરાયુક્ત ફેસ માસ્કનો ઉપયોગ કરો. જવનો લોટ અને કાચું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી ચહેરા પર વીસ મિનિટ સુધી લગાડો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તમારી ત્વચા કાંતિમય બનશે.
    હું બાવીસ વર્ષની યુવતી છું, મારી ત્વચા ગોરી અને તૈલીય છે. એક વર્ષ પહેલાં મારા ચહેરા પર ઘણાં ખીલ થતા હતા પણ હવે ઓછા થયા છે. કારણ કે હું પેટ સાફ રાખવા પ્રત્યે વધુ ધ્યાન આપું છું. પણ ખીલના ડાઘ અને ખુલેલાં રોમછિદ્રોને કારણે ચહેરાની ત્વચા ખરાબ દેખાય છે. તેથી એવો ઘરગથ્થુ ઉપચાર જણાવો કે મારી ત્વચા ફરીથી સુંદર અને કાંતિમય લાગે.
  • એક યુવતી (અમદાવાદ)
  • દિવસમાં આઠ થી દસ ગ્લાસ પાણી પીઓ. સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ નીચોવી એમાં મધ ભેળવી પીઓ. પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લો. લીલી ભાજી, ફળો, દૂધ, દહીં વધારે ખાઓ.
    ખુલેલાં અને મોટાં રોમછિદ્રો ઓછાં કરવા માટે 'હર્બલ ફેસ સ્ક્રબ' થી અઠવાડિયામાં બે વાર ચહેરા પર સ્ક્રબ કરો અને ત્યારબાદ 'હર્બલ યુક્ત એકને ફેસ માક' અને ફેશિયલ કંડિશનિંગ લોશન લગાવો. જેથી રોમછિદ્રો પણ ધીમે ધીમે ઓછાં થશે અને ખીલનાં ડાઘ પણ દૂર થશે.
    મારે વાળ સ્ટ્રેટ કરાવવા છે. હું જાણવા માગું છું કે ચોમાસાચમાં વાળ સ્ટ્રેટનિંગ કરાવવા યોગ્ય રહેશે?
  • એક યુવતી (સૂરત)
  • વાળને સીધા કરાવવા માટે કોઈ વિશેષ ઋતુ હોવી જરૂરી નથી. તેથી તમે ઈચ્છો ત્યારે વાળ સ્ટ્રેટ કરાવી શકો.
  • જયવિકા આશર