સૌંદર્ય સમસ્યા

- મારા ચહેરા પર રૃંવાટી છે.મારો વાન ગોરો હોવાથી ચહેરા પર દેખાઇ આવે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
હું ૨૨ વરસની યુવતી છું.મને ચહેરાની સામાન્ય સમસ્યાને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.
એક યુવતી (મુંબઇ)
એક નાનો ચમચો લીંબુનો રસ અને એક નાનો ચમચો તજનો ભૂકો મિક્સ કરી પ્રભાવિત સ્થાન પર લગાડવું.
સંતરાની છાલને પાણી સાથે વાટી પેસ્ટ બનાવવી. ખીલ તથા ખીલની આસપાસના સ્થાને લગાડવું. થોડા સમયમાં જ ખીલ સુકાઇ જશે.
સરગવાની શીંગ તથા પાનને વાટી લીંબુના રસ સાથે ભેળવી ખીલ પર લગાડવું. તે બ્લેક હેડ્સ તથા ઘેરા ડાઘ-ધાબાને હળવા કરે છે.
મેથીના પાનને વાટી તેની પેસ્ટ બનાવી રાતના ૧૦-૧૫ મિનિટ ચહેરા પર લગાડી રાખવી અને હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. તેનાથી ખીલ,બ્લેક હેડ્સ તથા કરચલીમાં ફાયદો કરે છે.
હું ૧૮ વરસની યુવતી છું. મારા ચહેરા પર રૃંવાટી છે. મારો વાન ગોરો હોવાથી ચહેરા પર દેખાઇ આવે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
એક ટેબલસ્પૂન ચણાનો લોટ, અડધી ચમચી ઓટનો લોટ, ચપટી હળદર, એક ચમચી દૂધ કે મલાઇ ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર ઘસવી ભાર દઇને રગડવું. પેસ્ટ ઘસતી વખતે ઉપરથી નીચે તરફ દબાણ આપી ઘસવાની બદલે નીચેથી ઉપરની તરફ ઘસવું.નિયમિત કરવાથી ફાયદો થશે.
હું ૨૬ વરસની યુવતી છું. ગરમીમાં મારી ત્વચા ટેન થઇ જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપાય જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
ટેન ત્વચા પર લીંંબુ, ખીરાનો રસ, ગુલાબજળ ભેળવી લગાડવું. લીંબુ ત્વચા માટે ઉત્તમ ક્લિન્ઝર છે. તેનાથી બળતરા શાંત થશે તેમજ ત્વચા નિખરશે.
ત્વચા પરથી કાળા ધાબા દૂર કરવા મધ ઉપયોગી છે. લીંબુના રસમાં મધ ભેળવી ટેન થયેલી ત્વચા પર લગાડવું.
કાચા દૂધમાં હળદર તથા લીંબુનો રસ ભેળવી ત્વચા પર લગાડી થોડીવાર રહેવા દઇ પાણીથી ધોઇ નાખવું.
બેસનમાં લીંબુનો રસ અને દહીં ભેળવી પેસ્ટ બનાવી ટેન થયેલી ત્વચા પર લગાડવી. સુકાઇ જાય બાદ પાણીથી ધોઇ નાખવું. થોડા દિવસો સતત કરવાથી ફાયદો થાય છે.
ચંદનમા ગુલાબજળ અને લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ટેન થયેલા ભાગ પર લગાડવું. ૨૦ મિનિટ બાદ ધોઇ નાખવું.
હું ૨૧ વરસની યુવતી છું. ઉનાળામાં પણ મારા હોઠ રૂક્ષ રહે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (સુરત)
હોઠ પર વારંવાર જીભ ફેરવવી નહીં. હોઠ પર લિપસ્ટિક કે લિપગ્લોસ લગાડતા પહેલાસહેજ વેસલિન લગાડવું. સૂતા પહેલા ક્લિન્ઝિંગમિલ્કવાળા રૂથી લિપસ્ટિક દૂર કરવી તેમજ મલાઇ લગાડવી.દિવસ દરમિયાન પણ વારંવાર મલાઇ લગાડતા રહેવું અથવા તો અડધી ચમચી મલાઇમાં ગુલાબની પાંખડીઓ લસોટીને હોઠ પર લગાડવાથી હોઠ મુલાયમ થશે.
- જયવિકા આશર




