Sahiyar

સૌંદર્ય સમસ્યા

By GS Team
10 Aug 20263 mins read
સૌંદર્ય સમસ્યા
  • હું ૨૨ વરસની યુવતી છું. મહેંદી વાળ માટે ફાયદાકારક છે તેવું મેં સાંભળ્યું છે. તો વાળ માટે મહેંદીનો કઇ રીતે ઉપયોગ કરાય તે જણાવશો.

હું ૨૨ વરસની યુવતી છું. મહેંદી વાળ માટે ફાયદાકારક છે તેવું મેં સાંભળ્યું છે. તો વાળ માટે મહેંદીનો કઇ રીતે ઉપયોગ કરાય તે જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
મહેંદી વાળ માટે એક ફાયદાકારક ધરગથ્થુ ઉપચાર છે. એટલું જ નહીં તે એક ઉત્તમ કંડિશનર પણ સાબિત થઇ છે. મહેંદીને આંબળા સાથે વાટી વાળમાં લગાડવાથી માથાની ગરમી દૂર થાય છે. સાથે સાથે વાળ પણ કાળા રેશમી થાય છે. ૫૦ ગ્રામ મહેંદીમાં ૨૫ ગ્રામ આંબળાનું ચૂરણ અને અડધો ચમચો કોફી લઇ દૂધમાં ભેળવી વાળમાં લગાડવું. બે કલાક બાદ વાળ ધોઇ નાખવા. અઠવાડિયામાં એક-બે વાર કરવાથી વાળ કાળા, ચમકીલા અને મજબૂત થાય છે.
હું ૨૧ વરસની યુવતી છું. શિયાળામાં ગુજરાતમાં સખત ઠંડી પડવાથી મારા હોઠ ફાટી જાય છે. હોઠને ખૂબસૂરત રાખવાના ઉપાય જણાવશો.
એક યુવતી (ગુજરાત)
શિયાળામાં ઠંડીને કારણે હોડ ફાટી જવાની સમસ્યા સામાન્ય છે. રાતના સૂતી વખતે લીંબુ, ગુલાબ જળ અને ગ્લિસરીનનું મિશ્રણ લગાડવું. મધમાં ગાયનું શુદ્ધ ઘી અને ગુલાબ જળ ભેળવી હોઠ પર લગાડવાથી હોઠ સુંદર અને સુદ્રઢ રહે છે. તો કોઇક વખત મલાઇ અથવા દૂધમાં રૂ ભીંજવી હોઠ પર લગાડવું. નાભિમાં રાતના સૂતી વખતે બે ટીપાં શુદ્ધ સરસવનાં તેલના નાખવાથી પણ ફાયદો થાય છે.
હું ૩૩ વરસની મહિલા છું. શિયાળામાં મારા પગની ત્વચા ફાટી જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપચાર જણાવશો.
એક મહિલા (રાજકોટ)
રોજ રાતના સૂતી વખતે કાચું દૂધ લગાડવું. સવારે બરાબર પગ ધોઇ કોલ્ડ ક્રીમથી મસાજ કરવો. પગની ત્વચા નરમ અને મુલાયમ કરવા ઇંડાની સફેદીથી પગ પર માલિશ કરવાથી ફાયદો થશે. હું ૧૯ વરસની યુવતી છું. હું જ્યારે જ્યારે લિપસ્ટિક ખરીદવા જાઉં છું ત્યારે મારે ક્યા રંગની પસંદગી કરવી તેની સમજ પડતી નથી. મારી આ મૂંઝવણ દૂર કરતાં યોગ્ય રંગ જણાવશો.
એક યુવતી (મુંબઇ)
લિપસ્ટિકની પસંદગી કરવી અઘરી નથી. જો તમને ત્વચા સાથે મેળ ખાતા કુદરતી રંગ ગમતા હોય તો તેવા રંગ પસંદ કરશો.સામાન્ય રીતે ચેરી કલરથી લઇ મરૂન શેડ્સ ખરીદવા જે દરેક રંગના પોશાક સાથે મેચ થતા હોય છે.
હું ૨૫ વરસની યુવતી છું. મારા ચહેરા પર ખીલના ડાઘ છે. તેને છૂપાવવા મારે ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો કે કંસિલરનો તેની મને સમજ નથી પડતી.મારી આ સમસ્યાના નિવારણ કાજે ઘરગથ્ત્થુ ઉપાય જણાવશો.
એક યુવતી (નાસિક)
ચહેરા પર ખીલના ડાઘ છૂપાવવા માટે ફાઉન્ડેશન કરતાં કંસિલરનો ઉપયોગ કરવો જોઇએ. હળવા હાથે કંસિલરખીલ પર લગાડવું. ખીલને ઢાંકવા હોય તો આંગીના ટેરવા પર કંસિલર લઇ ઉપરના ભાગ પર લગાડવું. ખીલને દૂર કરવાના ઉપાયો પણ કરશો.
મારી બહેનની આંખો નાની અને ચહેરો ગોળ છે. તેની આંખો બૂરી પણ છે. તેને મોટી દેખાડવા ક્યા ઉપાય કરવા તે પણ જણાવશો.
એક યુવતી (વડોદરા)
આંખ મોટી અને કાળી દેખાડવા માટે આઇલેશીશ પર મસ્કરાનો ડબલ કોટ કરવો. નીચેની આંખ પર હળવો કોટ લગાડવો.

  • જયવિકા આશર