એની એર્નોક્સ : નોબેલ પ્રાઈઝ સન્માનિત ફ્રેંચ લેખિકા

૨૦૨૨ માટેના સાહિત્યનો નોબેલ પુરસ્કાર સ્વીડિશ એકેડમી દ્વારા જયારે એની એર્નોક્સને આપવામાં આવ્યો ત્યારે આ સન્માન આપતી વખતે સમિતિએ કહ્યું કે 'એની જે હિમંત અને તીક્ષ્ણતા સાથે વ્યક્તિગત સ્મૃતિઓના મૂળ, વિસંગતતાઓ અને સામુહિક બંધનોને ઉજાગર કરે છે, તે અદભુત છે.' એની પરંપરાગત કાલ્પનિક નવલકથા લખવાને બદલે વાસ્તવિક જીવનની ઘટનાઓ, યાદો અને સામાજિક પરિસ્થિતિઓને કેન્દ્રમાં રાખીને લખે છે. તેમના આ લેખન કૌશલ્યને ઓટોસોશિયોબાયોગ્રાફી (Autosociobiography) પણ કહી શકાય. એનીએ રુએન(ઇર્ેીહ)અને બોર્ડો યુનિવસટીમાંથી આધુનિક સાહિત્યની ડિગ્રી મેળવી અને શિક્ષક તરીકે લાયકાત પ્રાપ્ત કરી. ૧૯૭૦ આસપાસ શાળા કૉલેજમાં શિક્ષણ કાર્ય કર્યું. તેમની સાહિત્ય કારકિર્દી ૧૯૭૪માં પ્રથમ પુસ્તક 'ક્લીન્ડ આઉટ'થી શરૂ થઇ હતી. આ તેમની આત્મકથનાત્મક પ્રકારની નવલકથા હતી. ૧૯૮૪માં બીજી આ જ પ્રકારની તેમની નવકથા 'છ સચસ'જ ૅનચબી' માટે તેમને રેનોડોટ પ્રાઈઝ મળે છે. આ કૃતિમાં ફ્રાંચના નાના શહેરમાં કેવી રીતે કિશોરાવસ્થામાં પ્રવેશ કર્યો તેને કેવી મુંજવણો થઈ અને પિતા સાથેના સબંધ પર વાત કરી છે.
૧ સપ્ટેમ્બર ૧૯૪૦ના રોજ ફ્રાંસના નોર્મોન્ડી સ્થિત લિલેબોન ગામમાં એક નાના મજૂર વર્ગમાં એક મહાન લેખિકા એની એર્નોક્સનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો. અનેક સંઘર્ષોનો સામનો કર્યો. એની ફ્રેંચની પ્રથમ નોબેલ પ્રાઈઝ મેળવનાર મહિલા છે.
લેખિકા શરૂઆતના લેખનમાં આત્મકથનાત્મકતા જોવા મળે છે. તેમની શરૂઆતની કૃતિમાં માતાપિતા વિશે, બાળપણ, શૈશવ-કિશોરાવસ્થાના સ્મરણો વિશે,પોતાના લગ્ન જીવનનાં અનુભવો વિશે, પોતાન પૂર્વ યુરોપના પ્રેમી સાથેના આવેગત્મક સબંધ વિશે, ગર્ભપાત વિશે, અલ્ઝાઇમર રોગ વિશે,માતાના મુત્યુ વિશે, સ્તન કેન્સર વિશે આ બધા પોતાના અંગત જીવનને બિન્દાસ વ્યક્ત કર્યું છે.
૨૩ વર્ષની અપરિણીત યુવતી આકર્ષણ અને યુવાનીના આવેગને કારણે ગર્ભવતી થાય છે. ત્યારે ૧૯૬૩માં ફર્ન્સમાં ગર્ભપાત કાયદેસર ન હતો. તેને કારણે આ યુવતીને સમાજનો સામનો કરવો પડે છે. આ બધી બાબતને નિભક અને વેધક રીતે તેમણે શબ્દસ્થ કરી છે. આ યુવતી બીજી કોઈ નહીં પણ પોતે જ છે એ કેહવાની પણ નીડરતા જોઈએ એ આ લેખિકામાં છે. પોતે લખે છે કે દીકરીની થયેલી ભૂલને સમાજ અને સરકાર સ્વીકારતા નથી, આવા કપરા સમયમાં જે માતાપિતા સહકાર આપે છે એ દીકરી સદનસીબ હોય છે. પણ જો તેને કોઈનો સહકાર ન મળે, તો તે સાવ એકલી પડી જાય છે. ને એને સમય સંજોગો સામે જજુમવું પડે છે એવા સંઘર્ષો સામે મધદરિયે તૂફાનમાં ઊભું રહેતું પાત્ર એમની કૃતિની હીરોઇન છે. તેમની પહેલી કૃતિનું પાત્ર 'કાલીન્ડ આઉટ'માં સમાજ અને એના રિવાજો સામે લડે છે.
૧૯૭૪માં આ પુસ્તક જયારે પ્રકાશિત થયું ત્યારે ફ્રાંસમાં ગર્ભપાત ગેરકાદેસર હતો. પછી બે વર્ષ બાદ મંજૂરી મળી. ત્યારબાદ તમનું ૨૦૦૦ની સાલમાં પ્રકાશિત થયેલ 'Happeinig'માં પણ આ વાત વધારે હશે એવો લોકોને ભય હતો. પણ એમાં એની કહે છે કે 'સમાજમાં અનેક ખોટા રિવાજો ફેલાઈ છે અને પછી રાજકારણ જ કાયદો બનીને બચાવ કરે છે. પરંતુ મહિલાઓના જીવન પરનું ખુદનું નિયંત્રણ જ ખતમ થઇ જાય છે.'
૧૯૦૧થી પ્રારંભ પાયેલા નોબેલ પુસ્કારમાં એની સત્તરમી મહિલા છે. એ સમયમાં બહુ ઓછી મહિલા લેખિકા હતી. ત્યારે તેના સર્જનને લોકો પોલ સાર્ત્રની મહિલામિત્ર સિમોન દ બુવા સાથે સરખામણી કરતા હતા. સિમોનનું એક સેન્ટેન્સ સરસ છે કે '‘one is not born, but rather becomes a woman' સ્ત્રીનું સર્જન આ સ્ત્રી બનવાની પ્રકિયા પર પ્રકાશ પાડે છે. સાર્થ અને સિમોન બને ઉત્તમ સર્જક હતા સાર્થને નોબલ પ્રાઈઝ મળેલો પણ સિમોનને મળેલો નહીં. એની એનના પુસ્તક પરથી ફિલ્મો પણ બની છે. તેમાં ઓડ્રો દીવાન દ્વારા દિગ્દશત L' Evenement(૨૦૨૧), અંગ્રેજીમાં Happening તરીકે રિલીઝ થઇ. તેને ૨૦૨૧ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લાયન મળેલો તો 'પેશલ સિમ્પલ', 'લ,ઓટ્રો', 'અ ગર્લ્સ સ્ટોરી' વગેરે સારીને નામનાં પામેલી ફિલ્મો બની છે. હાલ ૮૬ વર્ષે પણ તેઓ સર્જનરત છે.
સમાપન
શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો.
-ટી. એવારાર્ડ




