Gujarat
વિજયનગરના તાલુકાની શાળાઓના બાળકોને રસીકરણનો પ્રારંભ થયો
By GS Team
4 Jan 20221 min read
This article was originally published on 4 Jan 2022

વિજયનગર,
તા.3
વિજયનગર તાલુકામાં પણ ૧૫ થી ૧૮ વર્ષનાં ૭૪૭૦ બાળકોને આજે રસીકરણનો
પ્રારંભ શહેરની એમ.એચ.હાઈસ્કૂલ કેન્દ્રમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામા આવ્યો હતો.તાલુકામાં
પાંચ આરોગ્ય કેન્દ્રો દ્વારા તાલુકાની ૩૯ શાળાઓમાં ભણતાં ૭૪૭૦ બાળકોને આવરી લઈ તમામ
૩૯ કેન્દ્રોમાં આજે રસીકરણ પ્રારંભ કરાયો હતો.
તાલુકા આરોગ્ય અધિકારી ડો. એસ.એમ.ચૌહાણે જણાવ્યું કે દરેક સેન્ટરમાં
એક સુપરવાઈઝર અને અન્ય ચાર કર્મીઓની ઉપસ્થિતિમાં રસીકરણ થઈ રહ્યું છે.આગામી ૭મી જાન્યુઆરી.૨૦૨૨
સુધીમાં ૧૫ થી ૧૮ વય જૂથના શાળાઓમાં જતા વય
જુથના તમામ બાળકોને રસીકરણ થયા પછી શાળા સિવાય
બહાર અન્યત્ર વયજુથના બાળકોને રસી અપાશે.ઉલ્લેખનીય
છે કે જિલ્લામાં કુલ ૮ તાલુકામાં આ અભિયાન હેઠળ કુલ ૨૦૧ શાળાઓમાં આજે રસીકરણ હાથ ધરાયુ
છે.જિલ્લામાં કુલ ૬૯૭૩૮ બાળકોને આવરી લેવાશે.




