Gujarat

હિંમતનગર શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

By GS Team
31 Dec 20211 min read
This article was originally published on 31 Dec 2021
હિંમતનગર શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

 હિંમતનગર તા. 30

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતા જિલ્લાવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે ત્યારે હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે. જયારે કોરોના પોઝીટીવ થયેલા બન્ને દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે.

 છેલ્લા કેટલાક સમયથી સા.કાં. જીલ્લા સહિત હિંમતનગરમાં કોરોનાએ દેખાદિધી છે ત્યારે ગુરૂવારે હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારના મોટી વ્હોરવાડમાં રહેતા ૩૧ વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે એક ૬૭ વર્ષીય વૃધ્ધનો કોરોના રિપોર્ટ પાઝિટિવ આવતા બન્ને કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે.

સંક્રમીતોમાં એક ફિઝિયોથેરાપી તબીબનો સમાવેશ થયો છે.ત્યારે અત્યાર સુધીના હિંમતનગર સહિત જીલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળી કુલ ૧૧ કોરોના પોઝીટીવ કેસો જિલ્લા આરોગ્ય તંત્ર સમક્ષ બહાર આવતા તંત્ર દ્વારા હિંમતનગરની સિવીલ હોસ્પિટલમાં કોવીડ વોર્ડની વ્યવસ્થા ઉભી કરાયો છે.