Get The App

હિંમતનગર સહિત જિલ્લાભરના શિવાલયો આજે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજશે

- મહાશિવરાત્રી : શિવભક્તો ભાંગની પ્રસાદીનો પણ લાભ લેશે

- કેટલાય શિવાલયોમાં ચાર પ્રહરની પૂજા સાથે ભજન-સંતવાણીના કાર્યક્રમો યોજાશે

Updated: Mar 1st, 2022

GS TEAM

Google News
Google News
હિંમતનગર સહિત જિલ્લાભરના શિવાલયો આજે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજશે 1 - image

હિંમતનગર તા. 28

દેવોના દેવ મહાદેવને રિઝવવાનો મહિમા મહાશિવરાત્રીના પર્વે અધિક રહ્યો છે ત્યારે મંગળવારે અનેક શિવભકતો શિવાલયોમાં જઈ શિવજીની આરાધના કરવા આતુર બન્યા છે. જયારે બીજી બાજુ હિંમતનગર સહિત જિલ્લાભરના અનેક પ્રાચીન-અર્વાચીન શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવા ધાર્મીક કાર્યક્રમો આયોજીત કર્યા છે.

કોરોના કપરાકાળમાંથી પસાર થયેલા શિવભકતો છેલ્લા બે વર્ષથી ઉત્સાહપુર્વક ધાર્મીક કાર્યક્રમો ઉજવી શકતા ન હતા જે કોરોનામાંથી મુકિત મળતા હવે શિવભકતો મહાશિવરાત્રીનુ પર્વ પુરી શ્રધ્ધા અને ઉત્સાહથી ઉજવવા અધિરા બન્યા છે. જેથી મહાશિવરાત્રીનુ આ પર્વનો દિવસ આજે બમ બમ ભોલેના અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે.હિંમતનગર શહેરમાં હાથમતી નદિ કિનારે આવેલા ઝરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાર પ્રહરની પુજા, રૂદ્રાભિષેક તેમજ સાંજે ભજન કિર્તન સાથે સંતવાણી કાર્યક્રમનુ આયોજન કરાયુ હોવાનું મંદિરના મહંત પ.પૂ. લક્ષ્મણભારતીજી બાપુએ જણાવ્યુ હતુ.ેેે નદિ કિનારે આવેલા ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રી નિમિત્તે ભોળાનાથને શાહી શણગારથી સજાવવા સાથે મેળાનુ આયોજન કરાયુ છે. જેનો હજારોની સંખ્યામાં શિવભકતો ધર્મ લાભ લેશે.

આ ઉપરાંત હિંમતનગર શહેરના પ્રાંચીન કાશી વિશ્વનાથ, પંચદેવ, શારદાકુંજના રામેશ્વર મહાદેવ, મહાવિરનગરના ગોકુલેશ્વર સહિત અનેક શિવાલયોમાં મહાશિવરાત્રીનુ મહાપર્વ શ્રધ્ધાપુર્વક ઉજવવા શિવભકતો દ્વારા આયોજન કરાયુ છે સાથે સાથે બેરણાના કંટાણેશ્વર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજીની વિશાળ મુર્તી સામે સવામણ રૂની જયોત સાથે ભવ્ય ઉજવણી થાય છે. ઉપરાંત હિંમતનગર-ઈડર રોડ પર આવેલા વકતાપુર મહાદેવ સહિત પંથકના અનેક શિવાલયોમાં મહાશિવરાત્રીની ધામધુમ પુર્વક ઉજવણી કરવા આયોજનો થયા છે. અનેક શિવભકતો મહાશિવરાત્રીએ શિવાલયોમાં દુધ, બીલીપત્ર, ધતુરાના પુષ્પ, પંચામૃત સાથે અભિષેક કરશે જયારે અનેક ભકતો ચાર  પ્રહરની પુજા, લઘુરૂદ્ર, શિવ મહિમ્નના પાઠ કરી શિવજીને રિઝવશે.