સાબરકાંઠા: ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, બંનેના મૃતદેહ આજે બહાર કઢાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Two Youths Drown in Sabarmati Near Kheroj,Khedbrahma: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ ઘટના સોમવારે (24મી ઓગસ્ટ) સાંજે બની હતી. સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ બાદ મંગળવારે (25મી ઓગસ્ટ) બંને યુવકોના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સોમવારે સાંજે ઉંબોરા ગામના 24 વર્ષીય દિનેશ પરમાર અને 25 વર્ષીય રાહુલ પરમાર ખેરોજ નજીક આવેલી સાબરમતી નદીમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવ અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા તાલુકા વહીવટી તંત્ર અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. મંગળવારે સવારે બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ખેરોજ પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




