Get The App

સાબરકાંઠામાં બીજા દિવસે 20053 બાળકોએ કોરોનાની રસી લીધી

- 560 વિદ્યાર્થીઓએ વેકસીનનો બીજો ડોઝ લીધો

- બે દિવસમાં 44 હજારથી વધુ બાળકો અને તરૂણોને વેકસીન અપાઈ

Updated: Jan 5th, 2022

GS TEAM

Google News
Google News
સાબરકાંઠામાં બીજા દિવસે 20053 બાળકોએ કોરોનાની રસી લીધી 1 - image

હિંમતનગર તા. 4

સાબરકાંઠા જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેકસીન શરૂ થયા બાદ જીલ્લાની કુલ ૨૪૫ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં  બીજા દિવસે ૨૦૦૫૩ વિદ્યાર્થીઓએ વેકસીનનો પ્રથમ ડોઝ અને ૫૬૦ વિદ્યાર્થીઓએ વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. આમ જીલ્લામાં બે દિવસમાં ૪૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને વેકસીન અપાઈ હતી.

સાબરકાંઠા જીલ્લામાં પ્રથમ દિવસે ૨૪,૪૭૮ બાળકોએ કોરોનાની વેકસીન લીધા બાદ જીલ્લાની કુલ ૨૪૫ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વેકસીનેશનના બીજા દિવસે જીલ્લાના ૨૦૦૫૩ વિદ્યાર્થીઓને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો હતો. જયારે ૫૬૦ વિદ્યાર્થીઓને વેકસીનનો બીજો ડોઝ અપાયો હતો. આમ જીલ્લામાં કુલ ૨૦,૬૧૩ વિદ્યાર્થીઓને મંગળવારે વેકસીન આપવામાં આવી હતી. જે કામગીરીમાં આરોગ્ય વિભાગની ૨૮૧ ટીમો જોડાઈ હતી. સાબરકાંઠા જીલ્લાની તમામ સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, પુર્ણ કે આંશીક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા હશે તો જ ખાત્રી કર્યા બાદ કચેરીમાં પ્રવેશ અપાશે.