Gujarat

વિજયનગર તાલુકામાં ઉનાળા પૂર્વે જ 26 તળાવના તળિયા દેખાયા

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
વિજયનગર તાલુકામાં ઉનાળા પૂર્વે જ 26 તળાવના તળિયા દેખાયા

વિજયનગર, તા.22

 વિજયનગર તાલુકામાં વીતેલા ચોમાસામાં જિલ્લામાં સૌથી વધુ ૨૯.૮૮ ટકા વરસાદ થવા છતાં આજે હજુ ઉનાળો બેસે તે પહેલાં જ તાલુકામાં ૨૬ તળાવોના તળિયા દેખાઈ રહ્યા છે. આ તળાવોમાં આજે હજુ શિયાળો વિદાય લે એ પહેલાં  ટીપુંય પાણી નથી.

વિજયનગર પાસેના વણજ-હરણાવ ડેમની સપાટી ઘટીને બે  ૩૮ ટકા પાણી જ માંડ છે. દર વર્ષની જેમ વીતેલા વર્ષમાં ઉપરવાસમાં ઘણો જ ઓછો વરસાદ હોવાથી ડેમ છલોછલ નહિ ભરાતા માત્ર માંડ શિયાળુ સિઝન માટે પહોંચે તેટલું જ પાણી બચ્યું છે.

આગામી ઉનાળામાં સિંચાઇ માટે વણજ ડેમના ય પાણી મળી શકે તેવી શકયતા નથી.જેને લઈ ઉનાળુ સીઝનમાં પશુઓને જીવાડવા ઘાસચારો કઈ રીતે કરવો અને દુધાળા પશુઓ સહિત મુંગા જીવોને  જીવાડવા કેટલેક ઠેકાણે તો અત્યારથી જ લીલા વૃક્ષોનો પાલો તોડી લાવવા પશુપાલકો મજબુર બન્યા છે.

  તાલુકામાં આવેલા પંચાયત વિભાગ હેઠળના ૩૧ તળાવો છે જે પૈકી  વિજયનગર, નેલાઉ,સરસવ, કાળી બેડી અને ગાડી ગામોના તળાવોમાં હજુ થોડાં પંદર દિવસ કે મહિનો ચાલે એટલા પાણી છે પરંતુ બાકીનાં ૨૬ તળાવો સાવ સુક્કાભઠ્ઠ હોવાથી  આ તળાવોથી રિચાર્જ થતા આસપાસના કુવા-બોર માટે ય ઉનાળુ ચાલે એટલા પાણી નથી તેથી પીવાના પાણીની પણ વિકટ સમસ્યાના એધાણ વર્તાઇ રહ્યા છે.