Get The App

સાબરકાંઠા જિલ્લામાં સરપંચ પદ માટે 70 અને સભ્યના 85 ફોર્મ ભરાયા

- જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંણીમાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો

- તા. 4 ડિસેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી મુદત : ચૂંટણી જીતવા ઉમેદવારોના પ્રયાસો

Updated: Dec 2nd, 2021

GS TEAM

Google News
Google News

હિંમતનગર તા. 1

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારી પત્રો ભરવાના બીજા દિવસે બુધવારે જિલ્લામાં સરપંચના ૭૦ અને વોર્ડના સભ્યોના ૮૫ ઉમેદવારી પત્રો ભરાયા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરપંચ અને સભ્યોના મળી કુલ ૨૦૬ ઉમેદવારી પત્રો ભરાઈ ચુક્યા છે. જો કે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૪ ડિસેમ્બર છે.

સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ તબક્કામાં ચુંટણી લડવા ઈચ્છુક મુરતીયાઓ સરપંચ અને સભ્ય પદ માટે  ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવા થનગની રહ્યા છે ત્યારે બુધવારના રોજ સરપંચના ૭૦ અને વોર્ડના સભ્યોના ૮૫ મળી કુલ ૧૫૫ ઉમેદવારી પત્રો ભરાઈ

ચુક્યા છે.  સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગરવડાલી સહિતના અન્ય સ્થળે ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવા માટે તાલુકા કક્ષાએ આવેલી કચેરીઓમાં પોતાના સમર્થકોે સાથે આવીને ઉમેદવારી પત્રો ભરી દિાા છે જો કે બીજા દિવસે પણ પોશીના તાલુકામાં સરપંચ અથવા તો સભ્ય પદ માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયુ ન હોવાનું જીલ્લા ચુંટણી શાખાના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે.