Gujarat

પ્રાંતિજ તાલુકામાં સરપંચ માટે 97, સભ્યના 188 ફોર્મ ભરાયા

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
પ્રાંતિજ તાલુકામાં સરપંચ માટે 97, સભ્યના 188 ફોર્મ ભરાયા

પ્રાંતિજ,તા. 3

પ્રાંતિજના ફતેપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ મહિલાએ પોતાના સમર્થકો સાથે તાલુકા સેવા સદનમાં સરપંચ માટેની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ડીપોઝિટ પેટે આપવામાં આવતી રકમ સિક્કામાં આવી હતી. જયારે તાલુકામાં અત્યાર સુધીમાં ૯૭ ફોર્મ અને અને સભ્યો માટે ૧૮૮ ફોર્મ ભરાયા હતા.

તાલુકામાં આવેલી  ગ્રામપંચાયતોની ચુંટણી માટે હાલ સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવામા આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ તાલુકામાં સરપંચ થવા માટે હાલતો સરપંચ ઉમેદવારોનો રાફડો ફાટયો છે અને તેની સાથે ટેકેદારો પણ ઉપસ્થિત રહેતા તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત ઉમેદવારો તથા ટેકેદારોના ટોળે ટોળા ઉમટી પડતા હતા. પ્રાંતિજ તાલુકાના ફતેપુર ખાતે રહેતા ભગવતી બેન મુકેશભાઈ પંચાલ પોતાના સર્મથકો સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પોતે પોતાનંુ સરપંચ માટેનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું  તેઓએ પોતાની ડીપોઝીટ ભરવા માટે લાવેલા પરચુરણ બે ના સિક્કાઓ ડીપોઝીટ પેટે આપી હતી પરચૂરણ જોઈ ને અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા અને પરચુરણ ગણતા પરસેવો છુટી ગયો હતો.

જયારે તાલુકામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે આવતીકાલ શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ફોર્મ ભરવા દાવેદારો ઉમટી પડયા છે. તાલુકમાં પોગલુંમાં સોથી વધુ ફોર્મ ભરાયા છે.