Gujarat

હિંમતનગર પંથકમાં પરોઢીયે 20 કિ.મી.ના ઝડપે પવન ફૂંકાયો

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
હિંમતનગર પંથકમાં પરોઢીયે 20 કિ.મી.ના ઝડપે પવન ફૂંકાયો

હિંમતનગર તા. 2

રાજય સકરકાના મૌસમ વિભાગ દ્વારા ભારે પવન ફુંકાવાની સાથે કમૌસમી માવઠાની આગાહીના પગલે હિંમતનગર સહિત સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. ગઈકાલે પણ જિલ્લાભરના શહેર અને ગ્રામીણ વિસ્તારના પથકમાં ભારે પવન ફુંકાવાની સાથે કમૌસમી માવઠાને પગલે વરસાદી ઝાપટા પડયા હતા.

 ગતરાત્રીએ તેમજ વહેલી પરોઢે ૪૦ની ઝડપે પવનના સુસવાટા સાથે ભારે પવન ફુંકાતા મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ. જેને પગલે હિંમતનગર સહિત જીલ્લાભરમાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાતા સાબરકાંઠા જિલ્લો ટાઢોબોર થઈ ગયો હતો.ત્યારે હિંમતનગર પથકના બસ સ્ટેશન થી મોતીપુરા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં વિઝીબ્લીટી ઘટતા ઘાઢ ધુમ્મસનુ વાતાવરણ છંવાયુ હતુ. જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને વહેલી પરોઢે પણ ઘાઢ ધુમ્મસના વાતાવરણ વચ્ચે વાહનોમાં લાઈટોનો ઝગમગાટ જોવા મળ્યો હતો.

બીજી તરફ રાત્રી દરમિયાન વહેલી પરોઢે ૪૦ ઝડપે સુુસવાટા બંદ પવન ફુંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ અને લોકો ઠંડીથી ઠુંઠવાઈ ગયા હતા તથા મોટાભાગના લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો.ત્યારે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ મૌસમ વિભાગ દ્વારા કમૌસમી વરસાદની કરાયેલી આગાહીના પગલે ગુરૂવારે વહેલી સવારથી સાંજના ૫ વાગ્યા સુધીમાં હિંમતનગર અને તલોદમાં એક મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

હિંમતનગર સહિત જિલ્લાભરમાં કોલ્ડવેવથી જનજીવન ઉ૫ર અસર

સાબરકાંઠા જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ સાથે કમોસમી માવઠાની આગાહીને કારણે મોડી રાત્રે તેમજ વહેલી પરોઢે વાદળી વાતાવરણમાં ઠંડો પવન ફુંકાવા લાગ્યો હતો. ગઈકાલે દિવસભર અને આજે વહેલી સવારથીજ હિંમતનગર સહિત જિલ્લાવાસીઓને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે જિલ્લાભરમાં વાતાવરણમાં બદલાવ સાથે કમૌસમી વરસાદની આગાહી સાથે વાદળો છવાતા વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ. શહેર તેમજ જિલ્લામાં વહેલી સવારથીજ સુર્યદેવ વાદળોમાં છુંપાઈ જતા વાદળીયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફુંકાવાનુ શરૂ થયુ હતુ.