દેરોલ પ્રા.શાળાનાં શિક્ષિકા સહિત જિલ્લામાં ચાર વ્યકિતને કોરોના

હિંમતનગર તા. 3
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એકિટવ કેસોની સંખ્યા ૨૩ પર પહોંચી
છે. હિંમતનગરમાં ત્રણ અને ખેડબ્રહ્માના નીચી ધનાલમાં એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
આવ્યો છે. સાથે સાથે પ્રજામાં કોરોનાને લઈને સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે.
હિંમતનગર તાલુકાની દેરોલ પ્રા.શાળાનાં શિક્ષિકા કોરોના
સંક્રમિત થતાં હોમ આઈસોલેશન કરાયા છે. દેરોલ પ્રા. શાળાનો તમામ સ્ટાફ અને તમામ
બાળકોના આરોગ્યની ચકાસણી કરવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દેરોલ મેડીકલ ઓફીસરને
સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં વધુ ચાર દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા
જિલ્લામાં કોરોના એકિટવ કેસની સંખ્યા ૨૩ પર પહોંચી છે. જેમાં હિંમતનગર ખાતે મહાવીરનગરની નિલકંઠ સોસાયટીમાં
રહેતા એક પુરૃષ દર્દીનો, મહાવીરનગરના બળવંતપુરા વિસ્તારમાં એક પુરૃષ
દર્દીનો, મહાવીરનગરના બેરણા રોડની ઉમિયાનગર સોસાયટીમાં એક
મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ આઈસોલેશન રહી સારવાર લઈ રહ્યા છે.
જયારે ખેડબ્રહ્માના નીચી ધનાલમાં એક મહિલા દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા
હોમ આઈસોલેશન રહી સારવાર મેળવી રહ્યા છે.
અત્યાર સુધીમાં હિંમતનગર શહેર અને ગ્રામ્યના વિસ્તારમાં એકિટવ કેસોની
સંખ્યા ૨૧ પર પહોંચી છે. જયારે જિલ્લાના વડાલી અને ખેડબ્રહ્મા પથકમાં એક એક
દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પાઝિટિવ કેસોનો આંક ૨૩ પર
પહોચ્યો છે. હિંમતનગર શહેરની બેરણા રોડ
ઉપર આવેલી ઉમિયાનગર સોસાયટીમાં રહેતા ૪૩
વર્ષિય પ્રા.શિક્ષિકાની તબિયત બગડતાં આર.ટી.પી.સી.આર. કરાવવામાં આવ્યો હતો જે
પોઝિટિવ આવતાં તેમને હોમક્વોરન્ટાઈન કરાયા છે. પ્રા.શિક્ષિકાની દેરોલ પ્રા.શાળામાં
હાજરીના કારણે સ્ટાફ અને શાળાના બાળકો પણ સંક્રમિત થયાના આશંકાના પગલે આરોગ્ય
વિભાગ દ્વારા તૂરંત તમામ શાળાના સ્ટાફ અને બાળકોના આરોગ્યની ચકાસણી કરવા તાકીદ
કરવાની સાથે જરૂર પડે ર થી ૩ દિવસ સુધી શાળા બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવે
તેવી વકી છે.
દેરોલ મડિકલ ઓફિસરને આરોગ્ય ચકાસણીની સૂચના
દેરોલ પ્રા.શાળાના હિંમતનગરમાં રહેતા પ્રા.શિક્ષિકા
કોરોનાથી સંક્રમિત થતાં શાળાનો તમામ સ્ટાફ અને શાળામાં અભ્યાસ કરતા ૧૧૦ બાળકોના
આરોગ્યની તાબડતોબ ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું ઈ.એમ.ઓ. ર્ડા.મૂકેશભાઈ
કાપડીયાએ જણાવ્યું છે. કોરોનાના વધતા સંક્રમણથી પ્રજાએ સાવધ રહેવાની જરૃર છે.




