Gujarat

અલણાના ગૌચરમાં ખેડૂતે છાંટેલી ઝેરી દવાથી ચાર બકરાંના મોત

By GS Team
23 Jan 20221 min read
This article was originally published on 23 Jan 2022
અલણાના ગૌચરમાં ખેડૂતે છાંટેલી ઝેરી દવાથી ચાર બકરાંના મોત

બાયડ, હિંમતનગર, તા. 22

બાયડ તાલુકાના અલાણા ગામની સીમમાં ગૌચરમાં ખેડૂતે છાંટેલી ઝેરી દવા બાદ ચારો ચરવાથી ચાર બકરાં ઝેરી દવાની અસરથી મોતને ભેટતાં આંબલિયારા પોલીસે બોરડીટીંબાકંપાના ખેડૂત સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

તાલુકાના અલાણા ગામના વિરમભાઈ વિહાભાઈ દેસાઈએ આંબલિયારા પોલીસ સ્ટેશને આપેલી ફરિયાદ મુજબ તેઓ અને મેલાભાઈ જુગાજી ઠાકોરનાં બકરાં છેલ્લા કેટલાક સમયથી અલાણા ગામની સીમના ગૌચરમાં ચારો ચરવા માટે લઈ જવાતા હતા જ્યાં તા.ર૧ના રોજ કુલ-૬૬ બકરાં ગૌચરમાં ઉગેલું ઘાસ ચરી રહ્યા હતા જે દરમિયાન બોરડીટીંબાકંપાના ખેડૂત જગદીશ ગંગારામભાઈ પટેલે ગૌચરની જમીનમાં ઝેરી દવા છાંટી હોવાથી બકરાં ઝેરી ઘાસચારો આરોગી ગયાં  હતો. જેમાં ચાર બકરીઓને ઝેરી દવાની અસર થતાં ગૌચરમાં જ તરફડીયાં ખાઈને મોતને ભેટી હતી. ઝેરી દવાની અસરથી માલધારી પરિવારને રૃ ૬૦ હજારનું નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે જેથી પોલીસને ફરિયાદ આપવામાં આવી છે.