Sabarkantha

હિંમતનગર પાસે પાર્ક કરેલી કારમાંથી તબીબનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
હિંમતનગર નજીક સુંદરગઢ પાસે ખેડ તસીયા રોડ પર પાર્ક કરેલી કારમાંથી ડો. હાર્દિક રાવલનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. શનિવારે રાત્રે સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરી હતી. હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. ડોક્ટરના મોતનું કારણ અકબંધ છે, PM રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંમતનગર પાસે પાર્ક કરેલી કારમાંથી તબીબનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

Doctor Found Dead in Parked Car Near Himmatnagar: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સુન્દરગઢ નજીક ખેડ તસીયા રોડ પર રોડની બાજુમાં પાર્ક કરેલી એક કારમાંથી તબીબનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શનિવારે રાત્રે બનેલી આ ઘટના અંગે સ્થાનિકોની જાણ બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારની સીટ પર મૃત હાલતમાં મળ્યા ડૉક્ટર

મળતી માહિતી અનુસાર, સુન્દરગઢ ગામ નજીક ખેડ તસીયા રોડ પર એક કાર શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી હતી. સ્થાનિક લોકોની નજર કારની અંદર પડતા એક યુવાન સીટ પર નિશ્ચેત અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા યુવાન મૃત હોવાનું માલૂમ પડ્યું હતું, જેથી તુરંત જ પોલીસને જાણ કરાઈ હતી.

ઘટનાની ગંભીરતાને જોતા હિંમતનગર એ ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે કારની આસપાસ તપાસ કર્યા બાદ તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

મૃતકની ઓળખ હિંમતનગરના લક્ષ્મી પાર્ટી પ્લોટ પાસે આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતા ડૉ. હાર્દિક રાવલ તરીકે થઈ છે. પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચીને જરૂરી કાગળો તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડૉ. હાર્દિક રાવલનું મોત કયા સંજોગોમાં થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી લેવામાં આવ્યું છે અને મૃત્યુનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.