Gujarat

સરપંચ પદના 25 અને વોર્ડ સભ્યના 26 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા

By GS Team
1 Dec 20211 min read
This article was originally published on 1 Dec 2021
સરપંચ પદના 25 અને વોર્ડ સભ્યના 26 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા

હિંમતનગર તા.30

સાબરકાંઠા જીલ્લામાં યોજાનાર ૩૨૩ ગ્રામ પંચાયતોની ચુંટણીનુ જાહેરનામુ સોમવારે પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરાવાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે મંગળવારે જીલ્લામાં સરપંચ પદ માટે ૨૫ ઉમેદવારોએ જયારે ૨૬ વોર્ડમાં ચુંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. જેને લઈને વહિવટી તંત્ર પણ ચુંટણીલક્ષી કામગીરીમાં ઓતપ્રોત બની ગયુ છે.

જીલ્લા ચુંટણી શાખાના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર જીલ્લાની ૨૬૫ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચુંટણી યોજાવાની હોવાથી કેટલાક ઉમેદવારો મતદારોને રિઝવવા માટે અવનવા નુસખા કરીને ગૃપ મિટીંગો અને રાત્રી બેઠકો યોજવામાં મશગુલ બની ગયા છે. જેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રી સુધી ચુંટણીની ચહલ પહલ વર્તાઈ રહી છે. શિયાળાની ઋતુમાં ગામડાઓમાં કેટલાક લોકો ચુંટણીમાં રસ ધરાવતા હોવાને કારણે મોડી રાત સુધી ગામના ઓટલે બેસી વિવિધ સમીકરણો રચી રહ્યા છે. જો કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં યોજાનાર ચુંટણી ખુબ જ રસપ્રદ થશે. નોંધનીય છે કે પોશીના તાલુકાની ૮ પંચાયતોની ચુંટણી યોજાવાની હોવા છતાં મંગળવારે તાલુકામાં એક પણ ફોર્મ ભરાયુ હોવાનુ ચુંટણી શાખાના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે.