Gujarat

લાલપુર ગામના ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી

By GS Team
2 Dec 20212 mins read
This article was originally published on 2 Dec 2021
લાલપુર ગામના ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી

હિંમતનગર તા. 1

હિંમતનગર તાલુકાના વિજાપુર હાઈવે રોડ ઉપર લાલપુર ગામની સીમમાં આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભુકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફળાતફળીનો માહોલ સર્જાયો હતો. સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના અંગે હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

હિંમતનગર તાલુકાના વિજાપુર હાઈવે રોડ ઉપર આવેલા એ.એ. ટ્રેડ્સ (સ્ક્રેપ)ના ગોડાઉનમાં ગતરોજ બુધવારે સવારે આશરે ૧૦ થી ૧ વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભુકી ઉઠતા ધુંમાડાના ગોેટેગોટા નિકળતા સમગ્ર વિસ્તારમાં અફળાતફળીનો માહોલ સર્જાયો હતો. લાલપુર ગામની સીમમાં આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભભુકી ઉઠેલી આગના પગલે ગોડાઉનના ચોકીદારે હિંમતનગર ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઈન્સપેક્ટર પ્રતાપસિંહ દેવડા સહિત તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ૧૪,૦૦૦ હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો હતો.

હિંમતનગર તાલુકાના વિજાપુર હાઈવે રોડ ઉપર લાલપુર ગામની સીમમાં સ્ક્રેપના ગોડાઉનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ગોડાઉનમાં રાખવામાં આવેલા ટીવી, ફ્રીઝ, એસી, કોમ્પ્યુટર, વોંશીગ મશીન સહિત વિવિધ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જતા ગોડાઉનના માલીકને  નુકસાન થયુ હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.