સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના 10 કેસ : આરસોડા ગામના વૃધ્ધાનું મોત

હિંમતનગર તા. 7
સાબરકાંઠા જીલ્લામાં હવે ધીરે ધીરે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં
ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ રવિવારે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પ્રાંતિજ
તાલુકાના આરસોડા ગામના વૃધ્ધાનુ મોત થતા તંત્ર દોડતુ રહ્યુ હતુ. સોમવારે સાબરકાંઠા
જીલ્લામાં ૧૦ કેસો કોરોના પોઝીટીવ નોંધાયા છે. જેમાં ૨ દર્દીઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં, ૧
દર્દીનેે અમદાવાદ તેમજ ૭ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે.
આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા જીલ્લામાં સોમવારે
૧૦ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. રવિવારે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રાંતિજ
તાલુકાના આરસોડા ગામના વૃધ્ધાનુ મોત થતા જીલ્લામાં કોરોનાને કારણે ૧૫૮ દર્દીઓના અત્યાર
સુધીમાં મૃત્યુ થયા છે. હિંમતનગરમાં સોમવારે ૪, તલોદમાં ૩, પ્રાંતિજ ૨ અને ઈડર ૧ દર્દી મળી જીલ્લામાં કુલ ૧૦ દર્દીઓના કોરોના રીપોર્ટ
પોઝીટીવ આવ્યા છે. જેમાં હિંમતનગરમાં ૩ પુરૃષ અને ૧ મહિલા, ઈડરમાં
૧ મહિલા, પ્રાંતિજમાં ૧ પુરૃષ અને ૧ મહિલા, તેમજ તલોદમાં ૨ મહિલા અને ૧ પુરૃષનો સમાવેશ થાય છે.
જીલ્લામાં કોરોનાથી સંક્રમિત થયેલા ૧૦ દર્દીઓ પૈકી ૭ દર્દીઓ
હોમ આઈસોલેશમાં રહી તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. જયારે બે દર્દીઓને
હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉપરાંત ૧ દર્દીને વધુ સારવાર માટે
અમદાવાદ ખસેડાયા છે. જીલ્લામાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ઘટતા એકિટવ કેસોમાં
પણ ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે ૮૬ દર્દીઓ સારવાર મેળવી સાજા થતા એકિટવ કેસોનો આંક
૩૪૭ રહ્યો છે. જયારે રવિવારે ૧ વૃધ્ધાનુ મોત થતા જીલ્લામાં આજ સુધીમાં કોરોનાને કારણે
૧૫૮ વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.




