For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અફઘાન સામે ઝિમ્બાબ્વેને એક ઇનિંગ્સના પરાજયથી બચાવતી વિલિયમ્સની સદી

અફઘાનિસ્તાન 4 વિકેટે 545 ડિકલેર, ઝિમ્બાબ્વે 287, ઝિમ્બાબ્વે બીજી ઇનિંગ્સ 7 વિકેટે 266

વિલિયમ્સ અને તિરિપાનો વચ્ચે આઠમી વિકેટની 124 રનની ભાગીદારી

Updated: Mar 13th, 2021

Article Content Image


અબુધાબી: અફઘાનિસ્તાન સામે બીજી ટેસ્ટમાં ઝિમ્બાબ્વેએ ફોલો-ઓન થયા પછી સીન વિલિયમ્સની સદીની મદદથી અફઘાનિસ્તાન સામે એક ઇનિંગ્સનો પરાજય ટાળ્યો હતો. અફઘાનિસ્તાને ૪ વિકેટે ૫૪૫ રન કર્યા તેના જવાબમાં પહેલી ઇનિંગ્સમાં ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ ફોલોઓન થયા પછી ઝિમ્બાબ્વેએ બીજી ઇનિંગ્સમાં વિલિયમ્સના અણનમ ૧૦૬ રનની મદદથી ૭ વિકેટે ૨૬૬ રન કર્યા છે. આમ અફઘાનિસ્તાને હવે બેટિંગમાં ઉતરવું પડશે. અફઘાનિસ્તાન તરફથી રશીદ ખાને પાંચ વિકટે ઝડપી હતી.

ઝિમ્બાબ્વેએ ફોલોઓન થયા પછી ૭મીવિકેટ ૧૪૨ રનમાં ગુમાવ્યા પછી તે આજે જ મેચ હારી જાય તેમ લાગતું હતું, પણ તેના પછી વિલિયમ્સ અને અણનમ ૬૩ રન કરનારા તિરિપાનો વચ્ચે આઠમી વિકેટની ૧૨૪ રનની ભાગીદારી નોંધાવવાના પગલે ટીમનો એક ઇનિંગ્સનો પરાજય ટાળ્યો હતો. અફઘાનિસ્તાન વતી રશીદ ખાને ૧૦૫ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. રશીદ ખાને ચાર વિકેટ ઝડપતા ઝિમ્બાબ્વે પહેલી ઇનિંગ્સમાં ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ ફોલોઓન થયું હતું. અફઘાનિસ્તાને હસમતુલ્લાહ શાહિદીના અણનમ ૨૦૦ રન અને કેપ્ટન અશગર અફઘાનના ૧૬૪ રનના સથવારે ૪ વિકેટે ૫૪૫ રન કરી ઇનિંગ્સ ડીકલેર કરી હતી. 


Gujarat