For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Valentines Week : જાણો, વેલેન્ટાઇન વીકમાં કયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Updated: Feb 5th, 2021

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર 

ફેબ્રુઆરીનો મહીનો પ્રેમને સમર્પિત હોય છે. આ દિવસોમાં વાતાવરણ પણ ખુશનુમા હોય છે. લવ બર્ડ્સ આમ તો હંમેશા માટે એકબીજાને સમર્પિત હોય છે પરંતુ ફેબ્રુઆરીનો મહીનો લવ બર્ડ્સ માટે ઇઝહાર-એ-ઇશ્કની તક અને સમય બંને આપે છે. સાત દિવસ સુધી પ્રેમી અલગ-અલગ રીતે પોતાના પ્રેમની લાગણીઓ વ્યક્ત કરતા રહે છે. પ્રેમને અભિવ્યક્ત કરવા માટે જે પણ વસ્તુઓ અને વાતો જરૂરી છે તે આ સાત દિવસોમાં જ સમાવિષ્ટ થઇ જાય છે અને ત્યારબાદ આવે છે તે ખાસ દિવસ જેની પ્રેમીપંખીડાઓ આખુ વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે જેને 'વેલેન્ટાઇન ડે', 'પ્રેમ દિવસ', 'આશિકોનો દિવસ' વગેરે નામથી ઓળખવામાં આવે છે. જાણો, આ સાત દિવસમાં ક્યા દિવસનું શું મહત્ત્વ હોય છે, ક્યારે કયો દિવસ મનાવવામાં આવે છે. 

7 ફેબ્રુઆરી :- રોઝ ડે

પ્રેમની અભિવ્યક્તિ ગુલાબ વગર અધૂરી છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત ગુલાબની ખુશ્બૂ અને સુંદરતાની સાથે હોય છે. આ દિવસે પ્રેમ કરનારાઓ એકબીજાને લાલ ગુલાબ આપીને પોતાના મનની વાત કહે છે. જરૂરી નથી કે રોઝ ડે પ્રેમીઓ જ મનાવે તમે પોતાના ચાહકોને પણ આ દિવસે ગુલાબ આપીને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. તમે તમારા મિત્રોને પીળા અથવા સફેદ ગુલાબ આપીને સરળતાથી ખુશ કરાવી શકો છો. 

8 ફેબ્રુઆરી :- પ્રપોઝ ડે

વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે તમે પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને અલગ-અલગ અંદાજમાં પ્રપોઝ કરીને સ્પેશિય્લ ફીલ કરાવી શકે છે. જો તમે કોઇને પસંદ કરો છો અને પ્રપોઝ કરવા જઇ રહ્યા છો તો થોડીક સાવચેતી રાખો કારણ જે આ તમારા માટે થોડુક રિસ્કી હોઇ શકે છે પરંતુ પહેલાથી નકારાત્મકતા ન લાવશો, શક્ય છે કે તમને જવાબ હા મળી જાય. 

9 ફેબ્રુઆરી :- ચૉકલેટ ડે

ચૉકલેટ ખાવી કોને ન ગમે? પરંતુ છોકરાઓની સરખામણીમાં છોકરીઓને ચૉકલેટ વધારે પસંદ હોય છે. આ દિવસે તમે પોતાના પ્રેમીને ચૉકલેટ આપીને પોતાની રિલેશનશિપમાં પણ મિઠાસ લાવી શકો છો. પ્રયાસ કરો કે થોડોક સમય સાથે બેસીને પ્રેમભરી વાતો કરતાં ચૉકલેટ સાથે શેર કરીને જ ખાઓ. જો તમને ખબર છે કે તમારા સમવન સ્પેશિયલને કઇ ચૉકલેટ પસંદ છે તો તેને તે જ ચૉકલેટ ગિફ્ટ કરો. 

10 ફેબ્રુઆરી :- ટેડી ડે

છોકરીઓ ટેડી બિયરની દિવાની હોય છે. આ ટેડી બિયરનું રમકડું છોકરીઓને ખૂબ લલચાવે છે. મોટાભાગની છોકરીઓને મોટા ટેડી બિયરને ગળે લગાવવનું ખૂબ જ ગમતું હોય છે. એટલા માટે ટેડી ડે ના દિવસે તમે તમારી ગર્લફ્રેન્ડને એક સારું ટેડી બિયર આપો. જ્યારે પણ તમે તમારી ગર્લફ્રેન્ડથી દૂર રહેશો ત્યારે તે આ ટેડીને ગળે લગાવીને સ્પેશિયલ ફીલ કરશે. 

11 ફેબ્રુઆરી :- પ્રૉમિસ ડે

રિલેશનશિપમાં કેટલાય વચનો હોય છે, કેટલાક વચનઓ પૂરા કરી શકાય છે કેટલાક અધૂરા રહી જાય છે. આ પ્રોમિસ ડે તમે તમારા પાર્ટનરને ભલે નાના-નાના વચન આપો પરંતુ વચન એવા આપો કે જેને તમે નિભાવી શકો. વચન આપતી વખતે પોતાના પાર્ટનરનો હાથ પોતાના હાથમાં થામી લો. આમ કરવાથી તમે બંને તે ક્ષણની ગંભીરતાને અનુભવી શકશો સાથે જ તમારા બંને વચ્ચેનો વિશ્વાસ પણ મજબૂત થશે. 

12 ફેબ્રુઆરી :- હગ ડે

પ્રૉમિસ ડે પછી આ પ્રેમ અઠવાડિયામાં હગ ડે મનાવવામાં આવે છે. સામાન્ય રીતે લવ બર્ડ્સ જ્યારે પણ મળે છે ત્યારે રે સૌથી પહેલા એકબીજાને હગ કરે છે પરંતુ આ દિવસે એકબીજાને હગ કરવાની વાત જ કંઇક અલગ હોય છે. તેમાં લાગણીઓનો અનુભવ થાય છે. કંઇ પણ કહ્યા વગર, કંઇ પણ સાંભળ્યા વગર તમે એકબીજાના અહેસાસથી જ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકો છો. આનાથી સુંદર અભિવ્યક્તિ શું હોઇ શકે છે. 

13 ફેબ્રુઆરી :- કિસ ડે

એક લેખકે ખૂબ જ સુંદર વાત કહી છે કે 'કોઇના માથે કિસ કરવી, તેના આત્માને કિસ કરવા સમાન છે.' બસ આ જ કામ તમારે કિસ ડે પર કરવાનું છે. જ્યારે તમે બોલીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી ચુક્યા છો, પોતાના પ્રેમનો ઇઝહાર કરી ચુક્યા છો તો હવે એક કિસથી પોતાનો હાલ-એ-દિલ વ્યક્ત કરી શકો છો. 

14 ફેબ્રુઆરી :- વેલેન્ટાઇન ડે

અઠવાડિયા દરમિયાન અલગ-અલગ રીતે પ્રેમની અભિવ્યક્તિ કર્યા બાદ 14 ફેબ્રુઆરીનો દિવસ આવી જાય છે જ્યારે લવ બર્ડ્સ સાથે મળીને પ્રેમ દિવસની ઉજવણી કરે છે. આ સુંદર અહેસાસનું સ્વાગત કરે છે અને એકબીજાના અસ્તિત્ત્વ માટે ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. 

Gujarat