For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Valentine's Day 2021: 7 ફેબ્રુઆરીએ રોઝ ડે મનાવવામાં આવે છે

- જાણો, ક્યા રંગના ગુલાબનો શું અર્થ હોય છે?

Updated: Feb 6th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી 2021, રવિવાર 

વેલેન્ટાઇન વીકની આજથી શરૂઆત થઇ ગઇ છે. વેલેન્ટાઇન વીકમાં પ્રથમ દિવસ રોઝ ડે હોય છે. આ એક એવો દિવસ છે જેમાં ગુલાબ આપીને પ્રેમનો ઉત્સવ મનાવવામાં આવે છે. ગુલાબ જેવું સુંદર આકર્ષક ફૂલ જે કોઇનો પણ દિવસ રોશન કરી શકે છે. વેલેન્ટાઇન વીકના પ્રથમ દિવસ એટલે કે રોઝ ડેના દિવસે પોતાના બેટર હાફને ગુલાબ આપીને પ્રેમનો ઇઝહાર કરવામાં આવે છે. શું તમે જાણો છો કે પ્રેમના આ પ્રથમ દિવસે આપવામાં આવતા તમામ રંગના ગુલાબમાં ક્યા રંગનો કયો અર્થ હોય છે? 

જાણો, પાર્ટનરને ક્યા રંગનું ગુલાબ આપવું જોઇએ?

પીળા રંગનું ગુલાબ :- જો તમે કોઇના સારા મિત્ર છો અને પોતાના મિત્રને ખૂબ જ પ્રેમ કરો છો અને આ વેલેન્ટાઇન વીક પોતાની દોસ્તીને સ્પેશિયલ બનાવવા ઇચ્છો છો તો તમે પોતાના મિત્રને પીળા રંગનું ગુલાબ ભેટમાં આપી શકો છો. પીળો રંગ મિત્રતાની મજબૂતી દર્શાવનાર માનવામાં આવે છે. 

સફેદ ગુલાબ :- શું તમે જાણો છો કે લગ્નમાં સૌથી વધારે સફેદ ફૂલોનો ઉપયોગ થાય છે. હકીકતમાં સફેદ રંગનું ફૂલ પવિત્રતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે પોતાના શુદ્ધ પ્રેમને દર્શાવવા માટે તમે સફેદ ગુલાબ આપી શકો છો. પોતાની માતા, દાદીને તમે આ દિવસે આ ગુલાબ આપી શકો છો. 

ગુલાબી ગુલાબ :- જો તમારા જીવનમાં કોઇ એવું છે જે તમને ખૂબ જ ઈન્સ્પાયર કરે છે અથવા તો જેની તમે પ્રશંસા કરો છો તેમને તમે ગુલાબી રંગનું ગુલાબ આપી શકો છો. 

નારંગી ગુલાબ :- જો કે આ રંગના ગુલાબ બજારમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. પરંતુ જો તમે પોતાનો પ્રેમ દર્શાવવા માંગો છો અને આ સાથે જ તમે તેમના માટે કેટલા આભારી છો તે દર્શાવવા માટે તમે તેમને નારંગી રંગનું ગુલાબ આપી શકો છો. 

લાલ ગુલાબ :- લાલ ગુલાબ તો ખૂબ જ પ્રચલિત ફૂલ છે. આ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. લાલ ગુલાબનો લાલ રંગ પ્રેમની અતૂટતા દર્શાવે છે. 

Gujarat