For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Teddy Day 2021 : જાણો, તમારી લાગણીઓ અનુસાર કયા રંગનું ટેડી બિયર આપી શકાય?

- વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ ટેડી બિયર ડે તરીકે મનાવવામાં આવે છે

Updated: Feb 10th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

ફેબ્રુઆરીમાં મહિનામાં પ્રેમ અને ખુશીઓનું સેલિબ્રેશન કરવામાં આવે છે. લવ-બર્ડ્સ માટે આ મહીનો કોઇ ઉત્સવથી ઓછો નથી. એક અઠવાડિયા સુધી મનાવવામાં આવતાં વેલેન્ટાઇન વીકમાં દરરોજ કોઇ તહેવારની જેમ જ ટ્રીટ કરવામાં આવે છે. 10 ફેબ્રુઆરી 2021એ ટેડી ડે તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ પર લોકો એકબીજાને ટેડી બિયર ગિફ્ટ કરે છે. 

કેવી રીતે મનાવવામાં આવે ટેડી ડે? 

વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ ટેડી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દર વર્ષે 10 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પ્રેમ અને રોમાંસની લાગણીઓ વ્યક્ત કરવા માટે પોતાના પાર્ટનરને એક ટેડી ગિફ્ટ કરે છે. પોતાના પાર્ટનરને ટેડી ગિફ્ટ કરવું ન માત્ર એક રોમોન્ટિક ઑપ્શન છે, પરંતુ આ પાર્ટનરને સ્પેશિયલ પણ અહેસાસ પણ કરાવે છે. 

પાર્ટનરને ટેડી બિયર ગિફ્ટ કરવાથી તેના બાળપણની યાદો પણ તાજી થઇ જાય છે. 

ફીલિંગ્સનો ભંડારો છે ટેડી બિયર

ટેડી બિયર ગિફ્ટ કરવાના કેટલાય ફાયદા હોય છે. આ પાર્ટનરને તમારા મનની લાગણીઓ વ્યક્ત કરવામાં તમારી મદદ કરે છે. આ ઉપરાંત તમારી ગેરહાજરીમાં પાર્ટનરને તમારી પાસે હોવાનો અહેસાસ પણ કરાવે છે. કેટલાય લોકો એકલામાં ટેડી બિયરને હગ કરે છે, તેની સાથે વાતો કરે છે તેને દરેક ક્ષણ પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરે છે. 

Article Content Image

દરેક રંગનો અર્થ હોય છે

રંગોની ભાષા ઘણી સમૃદ્ધ અને સરળ હોય છે. જો એકવાર તેને સમજી લેવામાં આવે તો જીવન ઘણુ સરળ બની જાય છે. આ વર્ષે ટેડી ડે પર જો તમે કોઇને ટેડી બિયર ગિફ્ટ કરવા જઇ રહ્યા છો તો જાણો, અલગ-અલગ રંગના ટેડી બિયરનો અર્થ અને મહત્ત્વ..

1. Blue Teddy Bear :- બ્લ્યૂ રંગના ટેડીનો અર્થ છે કે તમારો પ્રેમ ખૂબ જ સ્ટ્રોન્ગ છે. બ્લ્યૂ રંગનું ટેડી બિયર ગિફ્ટમાં મળે છે તો તમે ઘણા લકી છો. આ દર્શાવે છે કે ગિફ્ટ આપનાર વ્યક્તિ તમારા પ્રેમમાં ડૂબી ગયા છે. 

2. Green Teddy Bear :- લીલા રંગના ટેડીનો અર્થ છે કે તમે તેની રાહ જોઇ રહ્યા છો. લીલો રંગ પ્રકૃતિ અને તાજગીથી સાથે સંકળાયેલ છે. જો તમને આ કલરનું ટેડી બિયર મળે છે તો સમજી જાઓ કે તમારો પાર્ટનર હંમેશા તમારી રાહ જોશે. 

3. Red Teddy Bear :- લાલ રંગના ટેડીથી પ્રેમનો ઇઝહાર કરવામાં આવે છે. આ ક્યારેય સમાપ્ત ન થનારો પ્રેમ અને પાર્ટનર પ્રત્યેના સમર્પણની લાગણી વ્યક્ત કરે છે. 

4. Pink Teddy Bear :- ગુલાબી રંગના ટેડીનો અર્થ છે કે ગિફ્ટ આપનાર એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.. 

5. Orange Teddy Bear :- ઑરેન્જ કલરનું ટેડી ખુશી, આશા અને ધૂપનું પ્રતીક છે. તમે તમારા પ્રિયજનોને વિશ્વમાં ખુશીઓની કામના કરવા માટે એક ઑરેન્જ કલરનું ટેડી બિયર ગિફ્ટ કરી શકો છો. 

6. White Teddy Bear :- સફેદ રંગનું ટેડી એક વિશેષ સંદેશ આપે છે. તેનો અર્થ છે કે તમે પોતાના પ્રેમ પ્રત્યે પહેલાથી જ પ્રતિબદ્ધ છો. 

7. Yellow Teddy Bear :- પીળો રંગ સકારાત્મકતાનું પ્રતીક છે પરંતુ ટેડી ડેના ખાસ દિવસે આ રંગનું ટેડી બિયર મળવું સારી વાત નથી. આ દર્શાવે છે કે આ વ્યક્તિ તમારી સાથે બ્રેકઅપ કરવા ઇચ્છે છે. 

8. Brown Teddy Bear :- બ્રાઉન રંગનું ટેડી બિયર દર્શાવે છે કે તમારા કારણે તેનું દિલ તૂટ્યુ છે. 

9. Black Teddy Bear :- જો તમને તમારા પાર્ટનર પાસેથી કાળા રંગનું ટેડી બિયર મળે છે તો તેનો અર્થ થાય છે કે તેમણે તમારું પ્રપોઝલને રિજેક્ટ કરી દીધું છે. તેઓ પહેલાથી જ કોઇ અન્ય વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે. 

Gujarat