For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જો તમે પણ તમારી રિલેશનશિપમાં બ્રેક લેવા ઇચ્છો છો તો રાખો આ બાબતોનું ધ્યાન...!

Updated: Jun 17th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર

ઘણીવાર એકબીજા માટે ખૂબ જ પ્રેમ હોવાછતાં રિલેશનશિપમાં એક એવો સમય આવે છે જ્યારે પરસ્પર નાની-નાની વાત પર બહેસ અને લડાઇ-ઝઘડા થવા લાગે છે. ક્યારેક-ક્યારેક તો વાત એટલી વધારે વધી જાય છે કે કપલ રિલેશનશિપમાં બ્રેક લેવાનો નિર્ણય કરી લે છે. રિલેશનશિપ વધારે બગડી જવા પર બ્રેક લેવો તમારા માટે ઘણીવાર ફાયદાકારક પણ સાબિત થાય છે. 

રિલેશનશિપમાં બ્રેક લેતી વખતે યાદ રાખો આ બાબતો

મોટાભાગે બ્રેક લીધા બાદ રિલેશનશિપમાં આવતા બંને વચ્ચેનો પ્રેમ પહેલા કરતાં પણ વધારે વધી જાય છે. તમે પોતના પાર્ટનરની રિલેશનશિપની શરૂઆતના સમયની જેમ પ્રેમ અને કેર કરવા લાગો છો. બ્રેક લેવાના કારણે એકબીજાના મહત્ત્વનો પણ અંદાજો થવા લાગે છે. જાણો, રિલેશનશિપમાં બ્રેક લેતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. 

રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ

રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ બ્રેકઅપ થવું નથી હોતો. એક્સપર્ટ અનુસાર, અસ્થાયી બ્રેકઅપ લેવાથી તમે જાણી શકો છો કે તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો અને તેના વગર કેવું ફીલ કરો છો. કહેવાય છે કે તમને તમારા પાર્ટનરનું મહત્ત્વ સમજાવા લાગે છે. 

એકાંતમાં સમય પસાર કરીને પોતાના રિલેશનશિપ વિશે વિચારો

રિલેશનશિપમાં બ્રેક લીધા બાદ એકાંતમાં સમય પસાર કરવો ખૂબ જ જરૂરી હોય છે. આમ કરવાથી તમને સમજ આવશે કે તમારા પ્રેમભર્યા રિલેશનશિપમાં એવું શું બન્યું કે જેના કારણે વાત બ્રેક લેવા સુધી પહોંચી ગઇ. આ દરમિયાન જો તમારી ભૂલ છે તો તમને તેનો પણ અનુભવ થશે. 

ફીલિંગ્સ પર ધ્યાન આપવું જરૂરી

રિલેશનશિપમાંથી બ્રેક લીધા બાદ તમે શું અને કેવું ફીલ કરી રહ્યા છો તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે તમારી ફીલિંગ્સ પર ધ્યાન નથી આપી રહ્યા તો પછી તમારું તમારી રિલેશનશિપમાંથી બ્રેક લેવાનું વ્યર્થ છે. 

કોઇ અન્ય વ્યક્તિને ડેટ કરીને પોતાના પાર્ટનરને ચીટ ન કરશો

બ્રેક લેવાનો અર્થ બ્રેકઅપ કરવાનો નથી હોતો. રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ પોતાના રિલેશનશિપના મહત્ત્વને સમજવાનો છે. આ દરમિયાન કોઇ અન્ય વ્યક્તિને ડેટ ન કરશો કારણ કે આમ કરવાથી તમારી રિલેશનશિપનો અંત આવી શકે છે. 

બીજાને ન કરશો પોતાના પાર્ટનરની નિંદા

રિલેશનશિપમાં બ્રેક લેવા છતાં પોતાના પાર્ટનરની પહેલાની જેમ જ રિસપેક્ટ કરો. ક્યારેય પોતાના પાર્ટનરની કોઇની સાથે નિંદા ન કરશો. આમ કરવાથી તમારું રિલેશનશિપ પહેલાથી વધારે મજબૂત થાય છે. 

Gujarat