Relationship

Relationship Tips : રિલેશનશિપમાં બ્રેક લો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો

By GS Team
16 Jan 20212 mins read
This article was originally published on 16 Jan 2021
Relationship Tips : રિલેશનશિપમાં બ્રેક લો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2021, શનિવાર 

ઘણીવાર એકબીજા વચ્ચે ખૂબ જ પ્રેમ હોવાછતાં રિલેશનશિપમાં એક એવો સમય આવે છે જ્યારે નાની-નાની વાત પર એકબીજા સાથે મતભેદ અને લડાઇ ઝઘડા થવા લાગે છે. ક્યારેક ક્યારેક તો વાત એટલી બધી વધી જાય છે કે કપલ રિલેશનશિપમાં બ્રેક લેવા સુધીનો નિર્ણય કરી લે છે. રિલેશનશિપના વધારે ખરાબ થવા પર બ્રેક લેવો તમારા માટે ફાયદાકારક પણ સાબિત થઇ શકે છે. 

રિલેશનશિપમાં બ્રેક લેતી વખતે યાદ રાખો આ વાતો

બ્રેક બાદ રિલેશનશિપ ફરીથી શરૂ કર્યા બાદ પ્રેમ પહેલાં કરતા પણ વધારે વધી જાય છે. તમે પોતાના પાર્ટનર પાસેથી રિલેશનશિપના શરૂઆતની જેમ પ્રેમ અને કેર કરવા લાગો છો. બ્રેકના કારણે એકબીજાના મહત્ત્વ વિશે પણ અંદાજો લગાવી શકાય છે. જાણો, રિલેશનશિપમાં બ્રેક લેતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. 

રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ

રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ બ્રેકઅપ કરવો નથી હોતો. એક્સપર્ટ અનુસાર, ટેમ્પરરી બ્રેકઅપથી અહેસાસ થવા લાગે છે કે તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો અને તેમના વગર કેવું અનુભવી રહ્યા છો. તમે તમારા પાર્ટનરના મહત્ત્વ વિશે જાણી શકો છો. 

એકલામાં સમય પસાર કરીને પોતાના રિલેશન વિશે વિચારો

રિલેશનશિપમાં બ્રેક લીધા બાદ એકલામાં સમય પસાર કરવો ખૂબ જ જરૂરી હોય છે. આમ કરવાથી તમને સમજ આવશે કે તમારા પ્રેમસભર સંબંધમાં એવું શું થયું હતુ જેના કારણે વાત બ્રેક સુધી પહોંચી ગઇ છે. આ દરમિયાન જો તમારી ભૂલ છે તો તેનો પણ અનુભવ થશે. 

ફીલિંગ્સ પર ધ્યાન આપવું જરૂરી

રિલેશનશિપમાંથી બ્રેક લીધા બાદ તમે શું અને કેવુ અનુભવ કરી રહ્યા છો તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે પોતાની ફીલિંગ્સ પર ધ્યાન આપી રહ્યા નથી તો રિલેશનશિપમાંથી બ્રેક લેવાનું બેકાર છે.

કોઇ અન્યને ડેટ કરીને પાર્ટનરને ચીટ ન કરશો

બ્રેક લેવાનો અર્થ બ્રેકઅપ કરવાનો નથી હોતો. રિલેશનશિપમાં બ્રેકનો અર્થ પોતાના સંબંધની નાની-નાની બાબતોને સમજવા માટેનો સમય લેવાનો હોય છે. આ દરમિયાન કોઇને ડેટ ન કરશો કારણ કે આમ કરવાથી તમારી રિલેશનશિપ ખત્મ થઇ શકે છે. 

બીજાને પોતાના પાર્ટનરની નિંદા ન કરશો

રિલેશનશિપમાંથી બ્રેક લેવા છતાં પોતાના પાર્ટનરની પહેલાની જેમ રિસપેક્ટ કરો. ક્યારેય પોતાના પાર્ટનરની કોઇ નિંદા ન કરશો. આમ કરવાથી તમારા રિલેશનશિપ પહેલાથી વધારે મજબૂત થાય છે.