For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાણો, કેવી રીતે દૂર કરશો તમારા પાર્ટનરનું ડિપ્રેશન?

- મુશ્કેલ સમયમાં પાર્ટનરનું સાથે હોવું સૌથી વધારે જરૂરી હોય છે

Updated: Jan 21st, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી 2021, ગુરુવાર 

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ડિપ્રેશન હોવું સામાન્ય વાત છે. ઘણીવાર ડિપ્રેશન એટલું વધારે વધી જાય છે કે વ્યક્તિ આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. આ મુશ્કેલ સમયમાં લોકોને પોતાના પાર્ટનરના સપોર્ટની સૌથી વધારે જરૂર હોય છે.. ઘણીવાર ડિપ્રેશનનો શિકાર વ્યક્તિના વર્તનના સમજથી બહાર થઇ જાય છે. 

પાર્ટનરને ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર નિકાળશો? 

ઘણીવાર તો સમજમાં જ નથી આવતું કે પોતાના પાર્ટનરને આ ખતરનાક બીમારીથી કેવી રીતે દૂર રાખીએ. જાણો, એવી કેટલીય ટિપ્સ વિશે જેનાથી તમે પોતાના પાર્ટનરને ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકશો.

પાર્ટનરને જરા પણ એકલા ન છોડશો

જો તમારું પાર્ટનર ડિપ્રેશનમાં છે તો તેને જરા પણ એકલા ન રહેવા દેશો. એકલા રહેવાથી તમારા પાર્ટનરનું ડિપ્રેશન વધારે વધી શકે છે. હકીકતમાં વ્યક્તિ એકલામાં વધારે વિચારે છે. જો તમે પોતાના પાર્ટનરની સાથે નથી રહેતા તો ફોનના માધ્યમથી સંપર્ક બનાવીને રાખો અને પૉઝિટિવ વાતો કરો. આમ કરવાથી તમારું પાર્ટનર જલ્દીથી ડિપ્રેશનમાંથી બહાર આવી જશે. 

પાર્ટનરની વાતોનું ખોટુ ન લગાડશો

ડિપ્રેશનમાં જો તમારું પાર્ટનર તમને કંઇક ઊંધુ-સીધું બોલી પણ દે છે તો તેની વાતને સીરિયસલી ન લેશો. તમે આ સ્વીકારીને ચાલો કે ડિપ્રેશનના કારણે પાર્ટનર વાતોને વિચારવા-સમજવાની પરિસ્થિતિમાં નથી. એવામાં પોતાના પાર્ટનરની વાતોને ધ્યાનથી સાંભળો અને તેમને અનુભવ કરાઓ કે બધુ ઠીક છે.  

કામમાં પાર્ટનરને મદદ કરો

ડિપ્રેશનમાં વ્યક્તિના કામ કરવાની શક્તિ ઓછી થઇ જાય છે. આ કારણથી તે કામ કરવામાં વધારે સમય લગાવે છે અને તેનો સ્વભાવ ચિડચિડિયો થઇ જાય છે. એવા સમયમાં પોતાના પાર્ટનરની કામમાં મદદ કરો અને તેને ખુશ રાખવાનો પ્રયાસ કરો. 

પાર્ટનરમાં જીવવાની આશા જગાવો

ડિપ્રેશનનો શિકાર થયા બાદ જીવન જીવવામાંથી મન ઉઠી જાય છે. તે હંમેશા નકારાત્મક વાતો વિચારતા રહે છે. તેમને લાગે છે કે મરવાથી મુશ્કેલીઓથી છૂટકારો મળી જશે. તમે પોતાના પાર્ટનરને પોતાના અમૂલ્ય જીવનનો અનુભવ કરાઓ. આ સાથે જ જણાવો કે આગળ તેમનું જીવન કેટલું સુંદર છે. આ વાતોથી તેમનામાં જીવવાની આશા જાગશે. 

સારા ડૉક્ટર પાસે સારવાર કરાઓ

જો તમને લાગે છે કે પોતાના પાર્ટનરનું ડિપ્રેશન સતત વધતુ જઇ રહ્યુ છે તો તેમને કોઇ સારા ડૉક્ટરની પાસે લઇ જાઓ અને ડૉક્ટરે દર્શાવેલા ઇલાજને ફૉલો કરો. 

Gujarat