For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Father’s Day 2021: કોરોના કાળમાં ઘરે જ છો તો આ રીતે સ્પેશિયલ બનાઓ ફાધર્સ ડે..!

Updated: Jun 19th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 19 જૂન 2021, શનિવાર 

એકબીજા પ્રત્યેની લાગણીઓ રિલેશનશિપને મજબૂત બનાવે છે અને એકબીજાને પરસ્પર બાંધીને રાખે છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા લોકો માટેનો પોતાનો પ્રેમ, ચિંતા અને તેમના પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરીએ. ફાધર્સ ડે કંઇક એવો જ ખાસ દિવસ છે જ્યારે આપણે પોતાના પિતા માટે તેમના પ્રત્યેની આપણી લાગણીઓ, સન્માન વ્યક્ત કરી શકીએ. 

ફાધર્સ ડે એક એવો દિવસ છે જ્યારે આપણે પોતાના પિતાને આપણી ભાવનાઓ દર્શાવી શકીએ તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરી શકીએ. આ વર્ષે ફાધર્સ ડે 20 જૂને એટલે કે આવતીકાલે મનાવવામાં આવશે. જો કે હજુ પણ કોરોના વાયરસનું જોખમ યથાવત છે. તેથી આ વર્ષે પણ ઘરે રહીને જ તમારે તમારા પિતાને સ્પેશિયલ ફીલ કરાવવું પડશે. આ ફાધર્સ ડે પર જો તમે પણ પોતાના પિતાને સ્પેશિયલ ફીલ કરાવવા ઇચ્છો છો તો કેટલીક ખાસ રીત અજમાવીને તમે તમારા પિતા અને તમારી આ રિલેશનશિપને સેલિબ્રેટ કરીને યાદગાર બનાવી શકો છો. 

આ રીતે પિતાને ખુશ કરો

ફાધર્સ ડે પિતાને સમર્પિત દિવસ છે તો આ દિવસને તેમના અનુસાર જ પસાર કરો. એટલે કે મોબાઇલ, લેપટોપની સ્ક્રીનથી દૂર રહીને આખો દિવસ આજે પોતાના પિતાની સાથે પસાર કરવાનો પ્લાન બનાઓ. હકીકતમાં તમારા પિતા તમારી પાસેથી તમારો સમય અને સાથ જ મેળવવા ઇચ્છતા હોય છે. એટલા માટે ફાધર્સ ડે પર સમગ્ર પરિવારની સાથે ક્વૉલિટી બોન્ડિંગ ટાઇમ સ્પેન્ડ કરો. એટલે કે આ દિવસે તમે પોતાના પિતાની પસંદગીની કોઇ ગેમ રમીને તેમની સાથે રમતની મજા લઇ શકો છો. તમારી સાથે સમય પસાર કરીને તમારા પિતા ખુશીનો અનુભવ કરશે. 

પપ્પા માટે થઇ જાય કંઇક સ્પેશિયલ

આ દિવસને વધારે સ્પેશિયલ બનાવવાનો છે તો તમારે હાથે તમારા પિતા માટે કંઇક ખાસ બનાઓ, જે પણ તેમને ગમતું હોય તે જાતે તૈયાર કરો.. એટલે કે ફાધર્સ ડેના દિવસની શરૂઆત તમે પોતાના પિતા માટે કંઇક સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને કરી શકો છો. તમારા હાથે બનાવેલ બ્રેકફાસ્ટ તેમને સ્પેશિયલ ફીલ કરાવશે અને તેમનો દિવસ ખાસ બનાવશે. લાગણીઓને વ્યક્ત કરવાની આ પણ સારી રીત છે. 

વીડિયો કૉન્ફરન્સિંગથી કનેક્ટેડ રહો 

હજુ પણ કેટલીય જગ્યાએ લોકડાઉન છે. એવામાં આ ફાધર્સ ડે જો તમે પણ પોતાના પરિવારના સભ્યોથી દૂર છો તેમછતાં તમે પોતાના પિતાને તમારી હાજરીનો અનુભવ કરાવી શકો છો. વીડિયો કૉન્ફરન્સિગની મદદથી તમે એકસાથે સમગ્ર પરિવાર એકબીજાની નજીક આવી શકો છો. દૂર રહીને પણ પિતાની સામે બેસીને તમે ફાધર્સ ડે પણ વિશ કરી શકો છો.    

પિતા માટે પ્રેમ સંદેશો લખો

જો તમે કવિતાઓ લખો છો તો તમારા પિતા માટે લખેલી કવિતા તેમના માટે અમૂલ્ય ભેટ સમાન સાબિત થશે. એટલા માટે આ અવસરે તમે પોતાના પિતાને કોઇ કવિતા લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકો છો. અથવા કોઇ પ્રેમ ભર્યો પત્ર લખીને પણ તમે તેમને પોતાની લાગણીઓનો અનુભવ કરાવી શકો છો. તમારા દ્વારા લખેલા કેટલાક શબ્દ તમારા પિતાને ખુશ કરી દેશે. 

આ રીતે પિતાને સરપ્રાઇઝ કરો

આ ફાધર્સ ડે જો તમે ઘરથી દૂર છો તો પિતાને કેકસી સાથે ફાધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી શકો છો. તેના માટે બસ કેક ડિલીવર કરતી વેબસાઇટ પરથી પોતાના પિતાના પસંદની કેક ઑર્ડર કરો. ફાધર્સ ડે પરની તમારી આ સરપ્રાઇઝ આ દિવસને વધારે ખાસ બનાવી દેશે. 

જૂની યાદો તાજી કરો

આજના દિવસે તમે પિતાને તેમના ગમતા કામમાં મદદ કરીને સાથે સમય પસાર કરી શકો છો. જેમ કે તમારા પિતાને ગાર્ડનિંગનો શોખ છે તો તેમની સાથે નવા છોડ રોપો, પાણી આપો તેની કેર કરીને પિતા સાથે સમય પસાર કરી શકો છો. આ રીતે તેમનું ગમતું કામ પણ થશે અને તમને અને તમારા પિતા સાથે સમય વિતાવવા પણ મળશે. અથવા તો તેઓ ક્લાસિક મ્યૂઝિક સાંભળવાનું પસંદ કરે છે તો તેમની સાથે મ્યુઝિકની પણ મજા માણી શકો છો. આ ઉપરાંત તેમના અનુભવ અને જૂની યાદો પણ શેર કરી તેમનો અને તમારો દિવસ ખાસ બનાવી શકશો...

Gujarat