For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળકો પર વધારે ગુસ્સો ન કરશો, તેની ખરાબ અસર બાળકની માનસિક અવસ્થા પર પડે છે

Updated: Jan 25th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2021, સોમવાર 

બાળકો જેમ-જેમ મોટા થવા લાગે છે, તેમની મસ્તી પણ વધતી જાય છે. તેમને ઘણીવાર માતા-પિતા બોલે છે પરંતુ તેઓ તેમનું કહેવું માનતા નથી. એવામાં માતા-પિતાને લાગે છે કે બાળકો પર ગુસ્સો કરવો અને તેમના ઉપર બુમો પાડવા ઉપરાંત કોઇ જ વિકલ્પ બાકી નથી પરંતુ ખૂબ જ નાના બાળકોને જો તમે ખખડાવશો તો કોઇ સમસ્યા નહીં થાય પરંતુ મોટા થતાં બાળકોને ખખડાવવું યોગ્ય નથી કારણ કે તમારો ગુસ્સો તેમની માનસિક અવસ્થાને અસર કરે છે. જાણો, કેવી રીતે તમારા ગુસ્સાની અસર બાળક પર પડે છે. 

આત્મવિશ્વાસની કમી

જો તમે બાળકો પર બૂમો જ પાડતા રહો છો તો ધીમે-ધીમે તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવા લાગે છે. તેઓ ડરી-ડરીને જવાબ આપે છે. શાળામાં પણ શિક્ષક જ્યારે તમને પ્રશ્ન પૂછે છે તો તેઓ જવાબ આપી શકતા નથી જ્યારે જવાબ બાળકને ખબર હોય છે. પરંતુ ખખડાવવાનો ડર બાળકના આત્મવિશ્વાસને દિવસેને દિવસે વીક જ બનાવી દે છે. 

નકારાત્મક વિચારોનો જન્મ

જો તમે બાળકોને વારંવાર ખખડાવતા રહો છો તો તે તમારા વિશે મનને મનમાં નકારાત્મક વાતો વિચારવા લાગે છે. તેમના મનમાં આ પ્રકારની લાગણી જન્મવા લાગે છે કે તમે તેને પ્રેમ જ નથી કરતાં. તે તમારી પર વિશ્વાસ કરી શકતા નથી, તેમના મનમાં તમને લઇને શંકા થવા લાગે છે. ઘણીવાર તો તેઓ પોતાની પરવરિશ પર જ શંકા કરવા લાગે છે.    

સ્વભાવ આક્રામક થાય છે

જો તમે વારંવાર બૂમો પાડશો તો બાળક પણ તે જ શીખશે. તે પોતાના મિત્રો તેમજ અન્ય લોકો સાથે બૂમો પાડીને વાત કરવા લાગશે. શક્ય છે કે થોડાક સમયમાં તે તમારી સાથે પણ ઊંચા અવાજે કે બૂમો પાડીને વાત કરવા લાગે જે જરા પણ યોગ્ય નથી. શાળામાં જો આ પ્રકારનું વર્તન કરશે તો તમારી જ છબિ ખરાબ થશે એટલા માટે પોતે પણ સારું બોલો અને બાળકોને પણ એવુ જ શિક્ષણ આપો. 

ખોટું બોલવા લાગે છે બાળક

બાળકો માટે ખોટુ બોલતાં શીખવાનું ઘણુ સરળ છે. જો તમે બાળકો પર બુમો પાડવાનું શરૂ કરો છો તો બાળક તમારી સામે ખોટુ બોલતા શીખી જાય છે કારણ કે તેને લાગે છે કે ખોટુ બોલવાથી તે તમારા ગુસ્સાથી બચી જશે અને તે વધતી ઉંમરની સાથે ખૂબ જ મોટા-મોટા જુઠાણા બોલવાનું શરૂ કરી દે છે. એટલા માટે પ્રયાસ કરો કે તેના પર ઓછામાં ઓછો ગુસ્સો કરો જેથી તેના મનની લાગણીને જાણી શકો અને સમજી શકો. 

Gujarat