For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Happy Chocolate Day 2021 : કેવી રીતે તીખી ચૉકલેટ મિઠાસથી ભરપૂર બની ગઇ?

- જાણો, આજના ખાસ દિવસે ચૉકલેટનો 4000 વર્ષ જૂના ઈતિહાસ વિશે...

Updated: Feb 9th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2021, મંગળવાર 

વેલેન્ટાઇન વીકનો આજે ત્રીજો દિવસ છે અને આ દિવસને ચૉકલેટ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ફેવરિટ લોકોને ચોકલેટ આપે છે અને રિલેશનશિપમાં મિઠાસ ભરે છે.. ચૉકલેટ માત્ર બાળકોને જ નહીં પરંતુ મોટા લોકોને પણ પસંદ છે. આ એક એવી વસ્તુ છે જે મોઢામાં મિક્સ થઇને દિલમાં વસી જાય છે અને મન ખુશ કરી દે છે. ચૉકલેટ ખાવી બધાને ગમે છે પરંતુ શું તમે જાણો છો કે આ ચૉકલેટ ક્યાંથી આવી અને કેટલી જૂની છે?

ચૉકલેટની ઉત્ત્પતિ

પ્રાચીન મેસો અમેરિકામાં તો ચૉકલેટને 'દેવતાઓનું ભોજન' કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ મીઠી ચૉકલેટ પોતાના શરૂઆતના સમયમાં તીખી હતી. તેને બનાવવા માટે કોકોઆના બીજને ફર્મેંટ કરીને રોસ્ટ કર્યા બાદ તેને દળવામાં આવતી હતી. ત્યારબાદ તેમાં પાણી, વેનીલા, મધ, મરચા અને બીજા મસાલા નાંખીને તેનું ફીણવાળુ પીણું બનાવવામાં આવતું હતું. તે સમયે તેને શાહી પીણું કહેવામાં આવતું હતું. પરંતુ ચૉકલેટને મિઠાસ યૂરોપમાં મળી. ચૉકલેટ યૂરોપમાં સૌથી પહેલા સ્પેનમાં પહોંચી હતી. સ્પેનના શોધક હર્નેન્ડો કોર્ટેસ અજટેકના રાજા માન્તેજુમાના દરબારમાં પહોંચ્યો હતો જ્યાં તેણે પ્રથમવાર ચૉકલેટ રજૂ કરી. 

ચૉકલેટનો ઇતિહાસ

ઉલ્લેખનીય છે કે ચૉકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જુનો છે. કેટલાકનો મત છે કે ચૉકલેટ બનાવનાર કોકો વૃક્ષ અમેરિકાના જંગલોમાં સૌથી પહેલા મળી આવ્યો હતો. પરંતુ હવે આફ્રીકામાં વિશ્વભરના 70 ટકા કોકોનું વાવેતર કરવામાં આવે છે. ચૉકલેટ બનાવવાની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી.. વર્ષ 1528માં સ્પેને મેક્સિકોને પોતાના કબ્જામાં લીધુ અને જ્યારે રાજા પરત સ્પેન ગયા તો તે પોતાની સાથે કોકોના બીજ અને સામગ્રી લઇ ગયા. ત્યારબાદ તે ત્યાંના લોકોને પસંદ આયુ અને ત્યાંના અમીરોનું ફેવરિટ ડ્રિન્ક બની ગયું. 

કોકો પ્રેસનો આવિષ્કાર

વર્ષ 1828માં ડચ કેમિસ્ટ કૉનરાડ જોહાન્સ વાન હૉટને કોકો પ્રેસનો આવિષ્કાર કર્યો. ત્યાંથી જ ચૉકલેટનો ઇતિહાસ બદલાઇ ગયો. આ મશીનની મદદથી કોકો બીન્સથી કોકો બટરને અલગ કરી શકાયુ. તેનાથી બનતા પાઉડરથી ચૉકલેટ બનાવવામાં આવી. કૉનરાડે પોતાના આ મશીન મારફતે ચૉકલેટમાં અલ્કેલાઇન સોલ્ટ મિક્સ કરીને કડવો સ્વાદ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વર્ષ 1848માં બ્રિટિશ ચૉકલેટ કંપની જે. એસ ફ્રાઇ એન્ડ સન્સે પ્રથમવાર કોકો લિકરમાં કોકો બટર અને ખાંડ મિક્સ કરીને ખાઇ શકાય તેવી ચૉકલેટ બનાવી. 

ચૉકલેટ ખાવાના ફાયદા

એક અભ્યાસ અનુસાર, બે અઠવાડિયા સુધી દરરોજ ડાર્ક ચોકલેટ ખાવાથી ટેન્શન ઓછુ થાય છે. હકીકત, ચૉકલેટ ખાવાથી તણાવ વધારતા હૉર્મોન કંટ્રોલમાં રહે છે. વૈજ્ઞાનિકો અનુસાર ચૉકલેટમાં રહેતા કોકો ફ્લૈવનોલ વધતી ઉંમરના લક્ષણોને દૂર રાખે છે. વર્ષ 2010માં કરવામાં આવેલા એક શોધથી જાણવા મળ્યુ છે કે આ બ્લડ-પ્રેશરને ઘટાડે છે. યૂરોપની સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના શોધમાં મળી આવ્યું છે કે વધારે પ્રમાણમાં ચૉકલેટ ખાઇને હૃદય સાથે સંકળાયેલી કેટલાય પ્રકારની બીમારીઓથી સુરક્ષિત રહી શકાય છે. દરરોજ હોટ ચૉકલેટના બે કપ પીવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને વિચારવાની ક્ષમતાનો વિકાસ થાય છે. 

Gujarat