For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આર્સેનલ છેલ્લા 25 વર્ષમાં પહેલી વખત યુરોપીયન ટુર્ના.માં ક્વોલિફાઈ થવામાં નિષ્ફળ

આર્સેનલ 61 પોઇન્ટ સાથે લીગ ટેબલમાં છેક આઠમાં સ્થાને આવ્યું

Updated: May 24th, 2021


મેડ્રિડ: આર્સેનલ બ્રાઇટન સામે ૨-૦થી વિજય મેળવ્યા પછી પણ પ્રીમિયર લીગ સીઝનમાં આઠમાં સ્થાને આવવાના લીધે છેલ્લા ૨૫ વર્ષમાં પહેલી વખત યુરોપીયન સ્પર્ધામાં ક્વોલિફાઈ થવામાં નિષ્ફળ ગયું છે. આર્સેનલને સાતમું સ્થાન મેળવવા માટે ટોટનહામ અને એવરટન બંનેની સામે મેચ જીતવાની જરુર હતી. આમ કરવામાં તે સફળ રહ્યું હોત તો તે યુરોપીયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવામાં સફળ રહ્યું હોત. 

આર્સેનલે સળંગ બીજી સીઝનમાં નબળો દેખાવ કર્યો છે, પરંતુ આર્ટેટાની ખાતરી હતી કે ટીમ સળંગ પાંચ મેચ જીતીને તેની સ્થિતિ સુધારી શકી હોત. આર્સેનલનો ૨૦૧૮ પછી આ શ્રેષ્ઠ દેખાવ છે. આર્ટેટાએ જણાવ્યું હતું કે ાઆપણે પરિણામની વાતને બાજુએ મૂકીએ તો હું થોડા મહિના પહેલા ટીમ જોડે હતો ત્યારે જે પ્રકારની સ્થિતિ હતી અને હાલમાં જે પ્રકારની સ્થિતિ છે તેના વચ્ચે ઘણો ફેર છે. પરિણામને બાજુએ મૂકીને જોઈએ તો અમે ટીમની રીતે ઘણી સારી સ્થિતિમાં છીએ. 

ગઈ સીઝનમાં અમે ૬૧ પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને આવ્યા હતા, આ વખતે અમે આઠમાં સ્થાને છીએ. અમારે અહીં અમારી પરિસ્થિતિ ઓળખવાની જરૃર છે .રમતનું સ્તર એટલે ઊંચે ગયું છે કે આગામી સીઝન સારી નીવડે તેવી આશા જ રાખી શકીએ. અમારે આગામી સીઝનમાં વધારે સાતત્યસભર રમત દાખવવી પડશે અને આ જ અમારા માટે સૌથી મોટો પડકાર છે. 

આર્સેનલ તેની અંતિમ મેચ જીત્યું હોત તો પણ તે યુરોપીયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય તો થવાનું જ ન હતું. તેને ટોટનહામે ૪-૨થી હરાવ્યું હતું. આર્સેનલ તરફથી નિકોલસ પેપે બે ગોલ કર્યા હતા. લેસ્ટર ખાતે ટોટનહામે હોટસ્પર સામે ૪-૨થી વિજય મેળવીને યુરોપીયન  ટુર્નામેન્ટમાં તેની એન્ટ્રી સુનિશ્ચિત કરી લીધી હતા. 

આ મેચ પછી રીયલ મેડ્રિડ પરત જનારા માર્ટિન ઓડેગાર્ડે દર્શાવ્યું કે શા માટે આર્સેનલ નોર્વેના આ આંતરરાષ્ટ્રીય ખેલાડીને જાળવી રાખવા માટે ઉત્સુક છે. આ ઉપરાંત મિડફિલ્ડમાં થોમસ પાર્ટી અને ગ્રેનિટનું મજબૂત પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. 


Gujarat