For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેલેન્ટાઇન પછી મનાઓ Anti Valentine's Week, જાણો ક્યારે કયો દિવસ આવે છે?

Updated: Feb 15th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર 

પ્રેમભર્યા વેલેન્ટાઇન વીક બાદ એન્ટી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ચુકી છે. વેલેન્ટાઇન વીકમાં આખા અઠવાડિયામાં સ્લેપ ડે, કિક ડે, કન્ફેશન ડે અને બીજા અન્ય ડેન્જોય કરવામાં આવશે. જો તમે સિંગલ છો તો આ અઠવાડિયુ તમારા માટે સારુ હોઇ શકે છે. 

સામાન્ય રીતે ફેબ્રુઆરી મહીનાને પ્રેમનો મહીનો કહેવામાં આવે છે કારણ કે આ મહીનો વેલેન્ટાઇન્સ ડે અને વેલેન્ટાઈન્સ વીક મનાવવામાં આવે છે. જેમાં પ્રેમની ઉજવણી કરવામાં આવે છે. લોકો પોતાના પાર્ટનર સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં અલગ-અલગ રીતે વેલેન્ટાઇન્સ ડે મનાવે છે. સામાન્ય રીતે તો પ્રેમભર્યો વેલેન્ટાઇન વીક પરંતુ શું તમે જાણો છો કે વેલેન્ટાઇન વીકના ઠીક બીજા દિવસથી વેલેન્ટાઇન્સ વીકની શરૂઆત થઇ જાય છે. 

તમને સાંભળીને અજીબ લાગશે પરંતુ આ હકીકત છે કે હે રીતે વેલેન્ટાઇન વીક પર અઠવાડિયા સુધી રોઝ ડે, કિસ ડે, પ્રૉમિસ ડે વગેરે મનાવવામાં આવે છે તેવી જ રીતે એન્ટી વેલેન્ટાઇન વીક પણ 15 ફેબ્રુઆરીથી શરૂ થઇને 12 ફેબ્રુઆરી દરમિયાન 7 દિવસ માટે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત થાય છે વેલેન્ટાઇન્સ ડે અથવા 14 ફેબ્રુઆરીના બીજા દિવસ 15 ફેબ્રુઆરીએ સ્લેપ ડેથી. ત્યારબાદ કિક ડે, ફ્લર્ટિંગ ડે અને બ્રેકઅપ ડે પર ખત્મ થાય છે આ અઠવાડિયુ. 

જો તમને પણ પ્રેમમાં દગો મળે છે અથવા તમે સિંગલ છો અને આખો વેલેન્ટાઇન વીક બોર થયા છો તો તમારા માટે આ એક સારો અવસર છે ત્પ દિલ ખોલીને તેને એન્ટી-વેલેન્ટાઇન વીક તરીકે સેલિબ્રેટ કરો. જો કે આ વીકને ખૂબ જ વધારે સીરિયસલી લેવાની જરૂરત નથી. અને માત્ર મસ્તી માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. જાણો, એન્ટી વેલેન્ટાઇન ડેમાં કયા દિવસો આવે છે..? 

15 ફેબ્રુઆરી :- સ્લેપ ડે

16 ફેબ્રુઆરી :- કિક ડે

17 ફેબ્રુઆરી :- પરફ્યૂમ ડે

18 ફેબ્રુઆરી :- ફ્લર્ટિગ ડે

19 ફેબ્રુઆરી :- કન્ફેશન ડે

20 ફેબ્રુઆરી :-  મિસિંગ ડે

21 ફેબ્રુઆરી :- બ્રેકઅપ ડે

Gujarat