Dharm

મોરબીમાં આવેલું પૌરાણિક ‘રફાળેશ્વર મહાદેવ’નું શિવાલય, બ્રહ્માજીએ લક્ષ્મીજીને રિઝવવા અહીં તપ કર્યું; જાણો ઇતિહાસ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
મોરબી પાસે 10 કિમી દૂર આવેલું રફાળેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક કથાઓથી ભરપૂર છે. અહીં બ્રહ્માજી, રંભ્ય મુનિ અને રાજકુમાર રિપુપાલે તપ કર્યા હોવાની માન્યતા છે. મહારાજા લખધીરજીએ 1 લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય મંદિર બંધાવ્યું. પીપળાને જળ ચડાવવાથી અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સદગતિ મળે છે. શ્રાવણના અંતિમ દિવસે અહીં મેળો ભરાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોરબીમાં આવેલું પૌરાણિક ‘રફાળેશ્વર મહાદેવ’નું શિવાલય, બ્રહ્માજીએ લક્ષ્મીજીને રિઝવવા અહીં તપ કર્યું; જાણો ઇતિહાસ

Rafaleshwar Mahadev: સિરામિક સિટી તરીકે જાણીતા મોરબી શહેરમાં અનેક પૌરાણિક મંદિરો અને શિવાલયો આવેલા છે. તેમાંથી એક અતિપૌરાણિક શિવાલય એટલે ‘રફાળેશ્વર મહાદેવ’નું મંદિર. એવી માન્યતા છે કે, અહીં બ્રહ્માજી સહિત અનેક ઋષિઓ અને રાજાઓએ તપ કર્યું છે. આવો જાણીએ તેની રોચક ગાથા…

Rafaleshwar mahadev.jpg

શું છે પૌરાણિક ગાથા?

મોરબીથી આશરે 10 કિમીના અંતરે આવેલું છે રફાળેશ્વર મહાદેવનું મંદિર. આ ક્ષેત્રમાં પ્રથમ બ્રહ્માજીએ શ્રીરમાદેવીની કૃપા પ્રાપ્ત કરવા તપ કરેલું અને તેમના પર લક્ષ્મીજીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય એક લોકવાયકા પ્રમાણે, આ જગ્યાએ રંભ્ય નામના મુનિએ મહાદેવજીનું તપ કરતા ‘રંભયેશ્વર’ નામથી મહાદેવજી પ્રસિદ્ધ થયા હતા. ત્રીજી લોકવાયકા પ્રમાણે, રિપુપાલ નામના રાજકુમારે પણ આ જ ક્ષેત્રમાં રંભ્ય મુનિના આદેશથી મહાદેવનું તપ કર્યું હતું અને ત્યારે પણ મહાદેવજી તેના પર પ્રસન્ન થયા હતા.

Rafaleshwar mahadev (1).jpg

મહારાજાએ તે સમયે લાખ રૂપિયાના ખર્ચે મંદિર બંધાવ્યું

ત્યારથી આ પવિત્ર જગ્યા રિપુફાડેશ્વર નામથી ઓળખાતી હતી. હજારો વર્ષોં બાદ અપભ્રંશ થઈને હવે આ જગ્યા ‘રફાળેશ્વર’ તરીકે ઓળખાય છે. આ મંદિરના વિકાસ પાછળ મોરબીના મહારાજા લખધીરજીનો સિંહફાળો છે. તે સમયે ધાર્મિકક્રિયાઓ માટે મંદિરની જગ્યાઓ નાની પડતા તે સમયે આશરે રૂપિયા એક લાખના ખર્ચે તેમણે અહીં ભવ્ય મંદિર બંધાવ્યું હતું.

Rafaleshwar mahadev (2).jpg

શું છે મંદિરનું મહાત્મય?

આ જગ્યાનું પૌરાણિક મહત્વ અનેરું છે. આ મંદિરમાં આવેલા પીપળાને પાણી રેડવાથી અને અહીં શ્રાદ્વ કરવાથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે, તેવી માન્યતા છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીં લોકમેળો ભરાય છે. રફાળેશ્વરના મંદિરની બાજુમાં 40x40નો વિશાળ કુંડ આવેલો છે. જેમાં સ્નાન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પિતૃતપર્ણનું અનેરું મહત્વ છે.