Dharm

કળિયુગનો અંત અને સતયુગનું આગમન! ક્યારે બદલાશે ચક્ર અને શું કહે છે ભવિષ્યવાણીઓ?

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
આધુનિક વિશ્વની ઉથલપાથલ વચ્ચે, શ્રીમદ ભાગવત પુરાણ અને ઓડિશાની 'ભવિષ્ય માલિકા' કલયુગના અંત અને સતયુગની સ્થાપનાના સંકેતો આપે છે. ભાગવત પુરાણ મુજબ, 2038ની આસપાસ સૂર્ય, ચંદ્ર અને ગુરુનું પુષ્ય નક્ષત્રમાં કર્ક રાશિમાં મિલન સતયુગનો પ્રારંભ કરશે. 'ભવિષ્ય માલિકા' મુજબ, વૈશાખ સુદ 8 અને ગુરુવારે કલયુગ સમાપ્ત થશે. આ સમયે 49 પ્રકારના વિનાશક તોફાનો આવશે, અને ભગવાન કલ્કિનો અવતાર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કળિયુગનો અંત અને સતયુગનું આગમન! ક્યારે બદલાશે ચક્ર અને શું કહે છે ભવિષ્યવાણીઓ?

End of Kaliyuga Predictions : વર્તમાન સમયમાં દુનિયાભરમાં ચાલી રહેલી ઉથલ-પાથલ, યુદ્ધોનો માહોલ, કુદરતી આપત્તિઓ અને આબોહવા પરિવર્તનને જોઈને અક્ષરસઃ એવો સવાલ થાય કે શું કલયુગનો અંત નજીક છે? દુનિયાનો સંપૂર્ણ વિનાશ ભલે ન થાય, પરંતુ માનવજાતિ સામે ગંભીર સંકટો તો પેદા થઇ જ રહ્યા છે. સનાતન ગ્રંથો અને ભવિષ્યવાણીઓમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે કલયુગના ચરમ પર પહોંચ્યા બાદ એક મહાપરિવર્તન આવશે અને સતયુગની પુનઃ સ્થાપના થશે. શ્રીમદ ભાગવત પુરાણ અને ઓડિશાની પ્રસિદ્ધ 'ભવિષ્ય માલિકા'માં યુગ પરિવર્તનને લઈને કેટલાક ચોંકાવનારા અને ગહન સંકેતો આપવામાં આવ્યા છે.

શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર ખગોલીય સંયોગ અને યુગ પરિવર્તન

શ્રીમદ ભાગવત પુરાણના 12મા સ્કંધમાં એક દુર્લભ ખગોલીય અને ગ્રહ-નક્ષત્રોના સંયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રો મુજબ જ્યારે સૂર્ય, ચંદ્ર અને ગુરુ (બૃહસ્પતિ) ત્રણેય ગ્રહો એક સાથે 'પુષ્ય' નક્ષત્ર અને એક જ રાશિ (કર્ક રાશિ) માં પ્રવેશ કરશે, ત્યારે 'કૃતયુગ' એટલે કે સતયુગનો આરંભ થશે. પુષ્ય નક્ષત્ર પર ગુરુ ગ્રહનું હોવાથી આ ત્રણેયનું મિલન યુગ પરિવર્તક બને છે. ખગોલીય ગણતરીઓ મુજબ, આ પ્રકારનો દુર્લભ સંયોગ ભવિષ્યમાં વર્ષ 2038 ની આસપાસ રચાઈ રહ્યો છે.

ભવિષ્ય માલિકા અને મહાપ્રલયના ડરામણા સંકેતો

સંત અચ્યુતાનંદ દાસ દ્વારા રચિત 'ભવિષ્ય માલિકા'માં યુગના અંતિમ ચરણ અને મહાપ્રલયને લઈને બારીક ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. ગ્રંથ મુજબ જ્યારે વૈશાખ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ અને ગુરુવારનો સંયોગ બનશે, ત્યારે કલયુગનું ચક્ર પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરશે. આ વિશેષ દિવસ પર દુનિયામાં અભૂતપૂર્વ અને ચમત્કારી ઘટનાઓ ઘટી શકે છે, જે આવનારા સમયમાં ઝડપી બદલાવ તરફ ઈશારો કરે છે.

કુદરતી આપત્તિઓ અને માનવ વસ્તી પર સંકટ

ભવિષ્ય માલિકામાં ચેતવણી આપવામાં આવી છે કે જ્યારે આ મહાપરિવર્તનનો દોર ચરમસીમા પર હશે, ત્યારે પ્રકૃતિનો ભયાનક કોપ જોવા મળશે. તે દરમિયાન 'ઉંચાસ મરુત' એટલે કે 49 પ્રકારની અત્યંત વિનાશક અને પ્રચંડ આંધી-તોફાનો ફૂંકાશે. આ ભયાનક કુદરતી આપત્તિઓ અને યુદ્ધોના આઘાતથી પૃથ્વીનો મોટો હિસ્સો પ્રભાવિત થશે અને માત્ર ચોથો ભાગ જ સુરશિક્ષત બચી શકશે, જે આગળ ચાલીને નવા પવિત્ર યુગ એટલે કે સતયુગની આધારશિલા બનશે.

ભગવાન કલ્કીનો અવતાર અને ધર્મની પુનઃસ્થાપના

પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે ધરતી પર પાપ, અન્યાય અને અધર્મ પોતાની સીમા વટાવી જશે, ત્યારે ભગવાન વિષ્ણુ તેમના 'કલ્કી અવતાર'માં પ્રગટ થશે. તેઓ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરીને કલયુગના તમામ દુષ્ટો અને અધર્મીઓનો નાશ કરશે. તેમના પ્રગટ થવાથી નકારાત્મકતાનો અંધકાર કાયમ માટે સમાપ્ત થશે અને પૃથ્વી પર ફરીથી સત્ય, શાંતિ અને ભાઈચારાના પ્રતીક સમાન 'સતયુગ'નો સોનેરી કાળ શરૂ થશે.