ગાયકવાડ સ્ટેટના દીવાનજીને સપનું આવતા જમીન ખોદાવી તો પ્રગટ્યા ‘નાગનાથ મહાદેવ’, જાણો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nagnath Mahadev: ગાયકવાડી સમયનું આ શિવાલય અમરેલી શહેરની મધ્યમાં આવેલું છે, જ્યાં બિરાજમાન છે ‘નાગનાથ મહાદેવ’. સ્ટેટના દિવાનજીને સપનું આવે છે અને ત્યારબાદ અલૌલિક શિવલિંગનું થાય પ્રાગટ્ય થાય છે. આવો જાણીએ રોચક કથા…
શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, અમરેલીમાં ગાયકવાડી રાજ ચાલતું હતું. ત્યારે સ્ટેટના દીવાનજી વિઠ્ઠલરાવ દેવાજીની ગાયોને ચરાવવા માટે ભરવાડ જંગલમાં લઈ જતો હતો. એકવાર ભરવાડને વાત ધ્યાને આવી કે, ગાયો દૂધ ઓછું આપે છે. ત્યારે તેણે ગાયો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયું
ભરવાડે જોયું તો જાણવા મળ્યું કે, આ ગાયો એક જગ્યાએ આવીને ઉભી રહી જતી અને આંચળમાંથી દૂધની ધારા વહેવડાવતી હતી. તે થોડીવાર માટે આ દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પછી પાછા ફર્યા બાદ ભરવાડે આ સમગ્ર ઘટનાની વાત દીવાનજીને કરી. ત્યારબાદ દીવાનજીને રાત્રે સ્વપ્ન આવ્યું હતું અને તેમણે આ જગ્યા પર ખોદકામ કરાવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી દેવાધિદેવ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયું હતું.

દીવાનજીએ મહાદેવનું મંદિર બંધાવ્યું
દીવાનજીએ આ જગ્યા પર મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો. વિક્રમ સંવત 1869ના રોજ મંદિરનો પાયો નાંખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તે સમયે નાગનાથ મહાદેવનું મંદિર બનાવવા માટે અંદાજે 60 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. સરકારે ઇસ 1972 સુધી મંદિરનો વહીવટ સંભાળ્યો હતો અને ત્યારબાદ ટ્રસ્ટની રચના કરી હતી. મંદિરનો વહીવટ સોંપી દેવામાં આવ્યો હતો.

શ્રાવણ માસના પાવન પર્વે મોટી સંખ્યામાં શિવભક્તો જય નાગનાથના નાદ સાથે શિવજીને બીલીપત્રો અને દૂધની ધારા સહિત પુષ્પોથી અભિષેક કરી ભોળાનાથના આર્શીવાદ મેળવે છે. સવારમાં શિવજીની આરતીનો લ્હાવો લેવા નાગનાથમાં શિવભકતોની ભીડ જામે છે.




