વિધર્મીઓથી શિવાલય બચાવવા અનેક સંતો-મહંતોએ જીવ આપ્યો, જાણો ‘જીટોડિયા વૈજનાથ મહાદેવ’નો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jitodiya Vaijnath Mahadev: આણંદ જિલ્લાના જીટોડિયા ગામમાં આવેલું છે એક અનોખું પૌરાણિક શિવાલય. આ શિવાલયનું નામ છે ‘જીટોડિયા વૈજનાથ મહાદેવ’. વિધર્મીઓથી આ મંદિરને બચાવવા માટે અનેક સાધુ-મહંતોએ પોતાનો જીવ આપ્યો હતો. આજેય મંદિર પરિસરમાં આવેલી સમાધિની દેરીઓ આ ઘટનાની સાક્ષી પૂરે છે. આવો જાણીએ આ શિવાલયનો રોચક ઇતિહાસ…

શું છૈ પૌરાણિક માન્યતા?
એક પ્રચલિત ઇતિહાસ મુજબ, જે-તે સમયે આ જગ્યાએ જંગલ વિસ્તાર હતો. જંગલની એક વેરાન જગ્યાએ ગાય આવીને આંચળમાંથી દૂધની ધારા વહેવડાવતી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ખોદકામ કર્યું તો ત્યાંથી સ્વંયભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયું હતું. આ વાતની જાણ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહને થતા તેમણે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ઇતિહાસ પ્રમાણે, વિક્રમ સંવત 1212માં સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આ મંદિરનું બાંધકામ પથ્થર, ચૂના અને માટીથી કરવામાં આવ્યું હતું.

200થી વધુ લોકોએ આપ્યું બલિદાન
પહેલાના સમયે ભારતના વિવિધ મંદિર જેમ કે, સોમનાથ મંદિર ઉપર વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે ગુજરાતનું આ મંદિર પણ વિધર્મીઓની નજરોથી બચી શક્યું નહોતું. તે સમયે અનેક વિધર્મીઓના ટોળાએ આ મંદિર પર આક્રમણ કર્યું હતું અને ત્યારે ગોસ્વામી સંતોએ તેમનો જોરદાર પ્રતિકાર કરીને મંદિરને બચાવ્યું હતું. આ હુમલામાં અનેક ગોસ્વામી સંતોએ બલિદાન આપ્યું હતું.

અંદાજે 200થી 250 જેટલા ગોસ્વામી સંતો અને મહંતો આ હુમલામાં જીવ ગુમાવ્યો હતો. મંદિર પરિસર પાસે આવેલી સમાધિઓ આ ઘટનાની સાક્ષી પૂરે છે.




