Astro

Chandra Grahan 2026: 15 દિવસમાં 2 ગ્રહણ, આ 5 રાશિઓનો ભયાનક ખરાબ સમય શરૂ

By GS Team
15 Aug 20261 min read
TukuTouch Logo
ઓગસ્ટ 2026માં બે ગ્રહણ જોવા મળશે. 12 ઓગસ્ટે સૂર્યગ્રહણ બાદ 28 ઓગસ્ટે રક્ષાબંધનના પવિત્ર દિવસે ચંદ્રગ્રહણ થશે. સવારે 08.04 થી 11.22 સુધી ચાલનાર આ ગ્રહણની વૃષભ, કર્ક, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિ પર નકારાત્મક અસર જોવા મળશે. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, આર્થિક બાબતો અને પારિવારિક સંબંધોમાં સાવચેતી રાખવી જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Chandra Grahan 2026: 15 દિવસમાં 2 ગ્રહણ, આ 5 રાશિઓનો ભયાનક ખરાબ સમય શરૂ

ઓગસ્ટ મહિનામાં બે મોટા ગ્રહણો જોવા મળશે. 12 ઓગસ્ટના રોજ સૂર્યગ્રહણ બાદ હવે આગામી 28 ઓગસ્ટ 2026ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ સર્જાવા જઈ રહ્યું છે. સૌથી ખાસ અને ચોંકાવનારી વાત એ છે કે આ ચંદ્રગ્રહણ બરાબર રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ થઇ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે સવારે 08.04 વાગ્યાથી શરૂ થઈને સવારે 11.22 વાગ્યા સુધી ચાલશે. 15 દિવસના ટૂંકા અંતરાલમાં પડી રહેલા આ બંને ગ્રહણોની કેટલીક રાશિઓ પર નકારાત્મક અસરો જોવા મળી શકે છે.

કઈ રાશિઓ પર રહેશે અશુભ પ્રભાવ?
જ્યોતિષીય ગણતરી મુજબ આ સમયગાળો કેટલીક રાશિઓ માટે સાવચેતી રાખવાનો છે:


  • વૃષભ રાશિ: આ રાશિના લોકોએ સંયમ રાખવો જરૂરી છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો મોટું નુકસાન કરાવી શકે છે. રોકાણથી દૂર રહેવું અને બોલતી વખતે શબ્દો પર સંયમ રાખવો.
  • કર્ક રાશિ: સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી પડશે. માનસિક તાણ વધી શકે છે, તેથી ચિંતાથી બચવું અને શાંત મનથી નિર્ણયો લેવા.
  • સિંહ રાશિ: સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી તકલીફો તેમજ સહકર્મીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે. દસ્તાવેજી કામોમાં વિશેષ સાવધાની રાખવી.
  • વૃશ્ચિક રાશિ: આર્થિક બાબતોમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે. ખર્ચા વધી શકે છે અને નાણાકીય લેણદેણ કે ઉધાર આપવા-લેવાથી બચવું.
  • મીન રાશિ: પારિવારિક બાબતોમાં ધૈર્ય રાખવું પડશે. ઘર-પરિવારમાં તણાવ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતી વખતે અથવા વાહન ચલાવતી વખતે પૂરતી સાવચેતી રાખવી હિતાવહ છે.