Ravi Purti

X... K... L... M... B... T... આ બધાં ક્યારથી શરુ થયાં??

By GS Team
29 Aug 20268 mins read
X... K... L... M... B... T... આ બધાં ક્યારથી શરુ થયાં??
  • Quadrillion(ક્વોડ્રિલિયન)… Quadrillion (ક્વિન્ટિલિયન)… Sextillion (સેક્સ્ટિલિયન)… Octillion (ઓક્ટિલિયન)… Nonillion (નોનિલિયન) વગેરેની વાતો પછી, પરંતુ હાલ તો એટલું જાણી લ્યો કે…
  • લપછપ - કૌશિક કુમાર દીક્ષિત
  • Million… Billion… Trillion શબ્દો સહુ પ્રથમ વાર ફ્રેંચ ગણિતશાસ્ત્રી નિકોલસ ચુકેટે શોધ્યા હતા પણ, તે વખતે તેણે જે કિંમતો (Values) માટે Billion - Trillion શબ્દો આપ્યા હતા તે ભુલાવી દેવામાં આવ્યા !… નિકોલસ ચુકેટના આ શબ્દોની કરુણતા કે, આધુનિક યુગમાં તેનું ગણિત સાવ જ ફેરવાઈ ગયું!

આં કડાઓને અક્ષરો દ્વારા દર્શાવવાની પરંપરા રોમમાં શરુ થઇ હતી ! અને, તે લગભગ ઈ.સ. પૂર્વે ૮૦૦ વર્ષે થઇ હતી અને ઈ.સ. પૂર્વે ૫૦૦ દરમ્યાન તો તે સંપૂર્ણ રીતે અમલમાં આવી ગઈ હતી. આમ, આંકડાઓને મનુષ્યજાતિ અક્ષરો દ્વારા રજૂ કરવા લાગી તેને પણ હવે ત્રણેક હજાર વર્ષ થઇ ગયાં એમ કહેવાય…
અંગ્રેજીમાં કેપિટલ 'આઈ' એટલે ૧ ! એવા બે 'આઈ' લખો એટલે ૨(બે !) અને ૩ માટે ત્રણ કેપિટલ 'આઈ' લખવા પડે. પછી, અંગ્રેજી કેપિટલ 'વી' એટલે ૫(પાંચ) તેમજ ૪ માટે કેપિટલ 'આઈવી' લખવાનું ! પછી, ૬ માટે કેપિટલમાં 'વીઆઈ' તેમજ ૭ માટે 'વીઆઈઆઈ' અને ૮ માટે 'વીઆઈઆઈઆઈ' લખવાનું…૧૦ માટે કેપિટલ 'એક્સ' તેમજ ૯ માટે 'આઈએક્સ' !
સમય જતાં આંકડાઓને દર્શાવવાની આલ્ફા-ન્યુમરિક પદ્ધતિ પણ આવી…
૫૦ લખવા માટે અંગ્રેજીમાં પાંચ સાથે કેપિટલ એક્સ લખી શકાય જ્યાં એક્સની કિંમત ૧૦ ગણવાની હોય. ૧૦૦ માટે અંગ્રેજીમાં ૧૦એક્સ લખી શકાય. પણ, વ્યવહારમાં એવું કોઈ લખતું નથી. ત્રણ આંકડાની રકમ સુધી માત્ર આંકડાઓ જ તે લખવાની પરંપરા મજબૂતપણે ચાલતી રહી છે.
હજાર માટે 'K' શા માટે અને, ક્યારથી?
તમારે જો, ૧,૦૦૦ લખવા હોય તો તમે ૧,૦૦૦ને બદલે અંગ્રેજીમાં '૧કે' લખી શકો છો જ્યાં ૧ આંકડો હોય અને 'કે' કેપિટલમાં હોય ! તે પ્રમાણે ૨૫,૦૦૦ લખવા માટે અંગ્રેજીમાં '૨૫કે' લખી શકો જ્યાં ૨૫ અંગ્રેેજીમાં આંકડો હોય અને સાથે કેપિટલમાં 'કે' હોય…
'કિલો' એ મૂળ ગ્રીક શબ્દ છે. અને ૧,૦૦૦ માટે કિલો શબ્દ સૌ પ્રથમ વાર ફ્રેંચ રસાયણ-શાસ્ત્રી એન્ટોની લાવોઈસીયર દ્વારા ઈ.સ.૧૯૯૫ દરમ્યાન ઉપયોગમાં લીધો અને ઈ.સ.૧૯૯૯થી મેટ્રિક પ્રણાલિમાં હજારને બદલે અંગ્રેજી કેપિટલ 'કે' શબ્દ પ્રવેશ્યો…આ પછી લોકો એવું કરવા લાગ્યા કે ૪,૦૦૦ લખવા માટે અંગ્રેજીમાં ૪કે (જ્યાં ૪ એક આંકડો હોય તથા તેની જોડાજોડ અંગ્રેજી કેપિટલ 'કે' હોય ! એક હજાર માટે અંગ્રેજી કેપિટલ 'કે' લખવાની પરંપરા હાલ પણ જળવાઈ રહી છે.
તે રીતે, લાખ માટે ટૂંકમાં કેપિટલ 'એલ' લખી શકો. વીસ લાખ લખવા માટે '૨૦એલ' જ્યાં એલ અંગ્રેજીમાં કેપિટલ અક્ષર હોય !
મિલિયન માટે 'M'ની કથા પણ જાણવા જેવી છે !
એક મિલિયન એટલે, દસ લાખ ! દસ લાખ એટલે, ૧ ઉપર ૬ મીંડાં ! હાલ તો, ફ્રંાંસ એ યુરોપનો એક સ્વતંત્ર દેશ છે પણ એક સમયે તે રોમન સામ્રાજ્યની અંદર સમાયેલો હતો ! હા, રોમ એ ઇટાલીની રાજધાની છે. પ્રેેાચીન રોમન સામ્રાજ્ય વખતે માઈલનો પ્રથમ અક્ષર અંગ્રેેજી કેપિટલ 'એમ' ૧,૦૦૦ માટે વપરાતો હતો…! અને, દસ લાખ માટે રોમનમાં અંગ્રેજી કેપિટલ 'એમએમ' લખવામાં આવતું. 'એમએમ' એટલે, એક હજાર વખત એક હજાર…એટલે કે ૧૦,૦૦,૦૦૦ ! વરસો સુધી રોમન પ્રજા દસ લાખ માટે અંગ્રેજી કેપિટલ 'એમ' બે વાર લખતી હતી…પણ, છેલ્લાં સવા-સો વર્ષથી વિશ્વનું વ્યાપારક્ષેત્ર દસ લાખ માટે એક જ વાર અંગ્રેજી કેપિટલ 'એમ' લખવા લાગ્યું છે ! એટલે, હવે કોઈ ૪એમ લખે એટલે, દસ લાખ ચાર વખત એમ સમજવાનું રહે એટલે કે ૪એમ એટલે ચાલીસ લાખ સમજવાના રહે !
Billion એટલે શું અને તેને માટે
'B' લખવાની શરૂઆત ક્યારથી થઇ ?
એક બિલિયન એટલે, એક અબજ ! અને, એક અબજ એટલે સો કરોડ એમ સમજવાનું રહે. એક અબજને આંકડામાં લખવું હોય તો ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ લખવું પડે. આ બધાં મીંડાં ગણવાં તેને બદલે ૧બી લખી દેવું કેટલું આસાન રહે ! અંગ્રેજીમાં કેપિટલ 'બી' …૧૫મી સદીમાં ફ્રેચ ગણિતશાસ્ત્રેી નિકોલસ ચુકેટ દ્વારા 'અબજ' શબ્દની શોધ કરવામાં આવી હતી. એમની લખેલી હસ્તપ્રેતમાં સૌ પ્રથમ વાર બિલિયન શબ્દ ઈ.સ.૧૪૮૪ દરમ્યાન જોવા મળ્યો અને પછી તો ૧૫૨૦થી બિલિયન શબ્દ આખા જગતમાં મુદ્રિત થવા લાગ્યો…આમ, આ બિલિયન જેવું કૈંક અસ્તિત્વમાં આવ્યાને અગિયારસો વર્ષથી વધુ વીતી ગયાં છે ! જો,કે નિકોલસ ચુકેટે દસ લાખના વર્ગને દર્શાવવા માટે એક બિલિયનની શોધ કરી હતી ! આમ, બિલિયન શબ્દ શોધાયો ત્યારે દસ લાખ વખત દસ લાખ ભેગા થાય તો એક બિલિયન બને તેવી વાત હતી. પણ, આજે તે વાતમાં ફરક પડી ગયો છે… અંગ્રેજી ભાષામાં આ બિલિયન શબ્દ સહુ પ્રથમ વખત સત્તરમી સદીમાં આવ્યો. અને, બિલિયન શબ્દની એ કરુણતા સર્જાઈ કે…દસ લાખના વર્ગને બદલે માત્ર અબજ (સો કરોડ) માટે આ શબ્દ વપરાવા લાગ્યો !
Trillion એટલે શું અને તેને માટે
'B' લખવાની શરૂઆત ક્યારથી થઇ ?
ઇટાલી-ફ્રાંસ મૂળ ધરાવતી ભાષાઓમાં ત્રણ માટે 'ટ્રી' શબ્દ હતો…આમ, ટ્રી અને મિલિયન આ બે શબ્દોના સુમેળ દ્વારા ત્યાંના ગણિતવિદોએ ટ્રિલિયન શબ્દ ૧૬૮૦ દરમ્યાન શોધ્યો હતો જે અમેરિકાને હાથે ચડયો અને અમેરિકાએ ટ્રિલિયન શબ્દની પણ કિંમત ફેરવી નાખી…! બાકી, મૂળ ફ્રેંચ ભાષામાં જોવા મળતાં ગણિત અનુસાર મિલિયન એટલે ૧૦ને ૧૦ વડે ૬ વાર ગુણવાના…! અને, બિલિયન એટલે ૧૦ને ૧૦ વડે ૧૨ વાર ગુણવાના…! અને, ટ્રિલિયન એટલે ૧૦ને ૧૦ વડે ૧૮ વખત ગુણવાના…! પરંતુ, આ મિલિયન-બિલિયન- ટ્રિલિયન બિચારા શબ્દોની કરુણતા કે…તેઓની કિંમત જ વૈશ્વિક સ્તરે સાવ બદલાઈ ગઈ ! અમેરિકાએ ૧ ટ્રિલિયન માટે ૧૦, ૦૦, ૦૦, ૦૦, ૦૦, ૦૦૦ આંકડો નક્કી કર્યો અને જગતભરમાં હાલ તે પ્રચલિત છે ! ૧ ટ્રિલિયન એટલે, હાલ ૧ લાખ કરોડ અથવા ૧ હજાર અબજ અથવા ૧૦ ખરબ સમજવાનું રહે છે. ૧ પછી, તમે હવે ૧૨ મીંડાં ચડાવવાને બદલે અંગ્રેેજીમાં '૧ટી' (જ્યાં 'ટી' કેપિટલ હોય) લખી દ્યો એટલે દરેકના મગજમાં-મનમાં ૧ સાથે તે બારેય મીંડાં તાદ્રશ થવા લાગે !!!
અહિ આપણે એટલું નોંધવાનું રહે કે…નિકોલસ ચુકેટ દ્વારા શોધવામાં આવેલા 'મિલિયન' શબ્દ તથા તેના અર્થ-તેની કિંમત બાબત કોઈ ચેડાં કરવામાં આવ્યાં નહિ પરંતુ, તેના બિલિયન -ટ્રિલિયન આ બંને શબ્દો સાથે માણસજાતે છેડછાડ કરી તેમની કિંમત જ બદલી નાખી …!!!

નટખટ નટવર (હાસ્ય ગીત)
કા'ન તમે chattingમાં કાં પડો?
મધમીઠા સ્વરથી ગોપીના કર્ણમૂલને અડો !
ગોકુળિયું 'location' તો પણ ''online' રે'વાનું?
કાળા તેથી કાળો જાદુ કરી કરી છળવાનું?
આંખ મીંચી 'accept' કરી લો : પ્રેમ-ધરમ છે બડો !
રૂબરૂના રાજીપાને બદલે 'likes'માં રાચો છો?
જમનાકાંઠો-કદમ્બડાળી 'fake' કે 'share'એ નાચો છો?
'log out' જલ્દીથી થઈને મોઢેમોંઢ સાંપડો !

  • બકુલેશ દેસાઈ

આ ચાર નદીઓ જગતમાં સૌથી ચોખ્ખી!
તેનાં જળમાં કોઈ હોડી તરી રહી હોય તો, હોડી નદીના પાણીને બદલે જાણે કે હવામાં અદ્ધર જઈ રહી હોય તેવું લાગે!!!

શુ દ્ધ પાણીને આપણે શુદ્ધ હવા સાથે સરખાવી શકીએ ! જેમ શુદ્ધ હવા કેવી પારદર્શક હોય છે, તેમ જો પાણી પણ શુદ્ધ હોય તો હવા જેવું જ પારદર્શક જણાય ! નદી, એ જીવન જરૂરી પાણી મેળવવા માટેનો જગતનો સૌથી સમૃદ્ધ-સૌથી સુલભ-સૌથી સરળ રસ્તો છે.
કોઈ પણ નદી જયારે તેના મૂળમાંથી નીકળે છે ત્યારે તે સંપૂર્ણ શુદ્ધ જળ ધરાવતી હોય છે પણ પછી જેમ-જેમ તે આગળ વધે છે તેમ-તેમ તેના જળમાં અશુદ્ધિઓ ભળતી જાય છે. ઔદ્યોગિક એકમોમાંથી નદીમાં ઠલવાતો કચરો-લોકો દ્વારા નદીમાં પધરાવવામાં આવતી કચરા સમાન ચીજવસ્તુઓ-વરસાદનાં પાણી દ્વારા નદીમાં આપમેળે ઘસડાઇને આવતી ગંદી ચીજવસ્તુઓ-લોકોની તેમજ જનજાનવરો વગેરેની રોજીંદી અયોગ્ય પ્રવૃત્તિઓ નદીનું પાણી બગડવાનાં મુખ્ય કારણો છે.
આખા જગતમાં ચારેક ગણી-ગાંઠી નદીઓ સિવાય બાકીની લગભગ તમામ નદીઓ હવે ચોખ્ખી રહી નથી-નદીઓનાં પાણી ખૂબ અશુદ્ધ થઇ રહ્યાં છે અને વિશ્વનો દરેક દેશ પોતપોતાને ત્યાંની નદીઓને શુદ્ધ કરવાનાં -શુદ્ધ રાખવાનાં આયોજનો તેમજ રીતસર અભિયાનો ચલાવી રહ્યો છે.
અહિ તમને હાલને તબક્કે જગતની ચાર ચોખ્ખી નદીઓ વિષે માહિતગાર કરવા છે. આ ચારેય નદીઓનાં જળ એવાં તો ચોખ્ખાં છે કે તેમાં જો કોઈ હોડી જઈ રહી હોય તો તે જાણે કે નદીનાં પાણીમાં નહિ પણ હવામાં અદ્ધર તરી રહી હોય એવું આપણને લાગે !!! ચોખ્ખી હવાની સાથે જેમનાં જળ સ્પર્ધા કરી રહેલાં માલમ પડી રહ્યા છે તે ચાર નદીઓમાંની એક નદી આપણા ભારત દેશમાં વહી રહી છે…
ઉમંગોટ નદી (ભારત)
ભારતમાં મેઘાલય રાજ્યની અંદર દાવકી એક નાનકડું શહેર છે અને, ત્યાં આ નદી વહી રહી છે…જગતભરમાં ચોખ્ખી નદી તરીકે આ ઉમંગોટ નદીની મોટી શાખ છે… આ નદી પર અંગ્રેજોએ ૧૯૩૨માં એક પુલ બનાવેલો જે દાવકી બ્રિજ તરીકે ઓળખાય છે. દર વર્ષે નવેમ્બર થી એપ્રિલ વચ્ચે ઉમંગોટ નદીનાં જળ પારદર્શિતા બાબતે પોતાની ચરમ સીમાએ હોય છે. ઉમંગોટ નદીની કુલ લંબાઈ ૧૦૦ કિ.મી. અંદાજવામાં આવેલી છે.
ટોર્ને નદી (સ્વિડન)
સ્વિડનની ટોર્ને નદી ૫૨૨ કિ.મી. લાંબી છે. ટોર્ને નદી અડધી સ્વિડનમાં વહે છે જયારે અડધી તે ફિનલેન્ડમાં વહે છે. ટોર્ર્ને નદી એટલા માટે ચોખ્ખી રહી શકી છે કે ત્યાં આસપાસ માનવ-વસ્તી ખૂબ ઓછી છે એટલે નદીને પ્રદુષિત કરવાનું કામ કોણ કરે ? જકાસજર્વી નામે એક મશહૂર આઈસ-હોટલ આવેલી છે જે ટોર્નેના કાંઠે છે અને આ હોટલ ટોર્ર્નેના બરફ થકી બનાવવામાં આવી છે !
વેરઝાસ્કા નદી (સ્વીત્ઝર્લેન્ડ)
સ્વીત્ઝર્લેન્ડમાં ફીરોઝી રંગની પહાડીઓમાંથી નીકળી રહેલી વેરઝાસ્કા નદીનું પાણી જેટલું ઠંડું છે તેટલું ચોખ્ખું પણ છે ! વેરઝાસ્કા માત્ર ૩૦ કિ.મી. લાંબી નદી છે…લોકો આ નદી સાયકલ મારફત અને કૂદકા મારીને ઓળંગતા રહે છે ! આ નદી પર એક ઠેકાણે એક પુલ બનાવવામાં આવેલો છે જે માત્ર ૩૫ મીટર લાંબો છે ! અને, આ પુલ પહેલવહેલી વાર ૧૭મી સદીમાં બન્યો હતો અને તેનું વર્તમાન માળખું ૧૯૬૦ દરમ્યાન બનાવવામાં આવ્યું હતું.
તારા નદી (મોન્ટેનેગ્રો)
પોતાનાં ભૂરા રંગનાં પીવા યોગ્ય જળ માટે મશહૂર તારા નદી ૧૪૬ કિ.મી. લાંબી તેમજ તે ક્યાંક ક્યાંક ૧,૩૩૩ મીટર ઊંડી છે (એક નદી માટે આ ઊંડાઈ ઘણી વધારે કહેવાય !)… જગતની સૌથી ઊંડી (કોન્ગો) નદી આફ્રિકામાં આવેલી છે તેની એકંદર ઊંડાઈ માત્ર ૨૨૦ મીટર છે ! તારા નદી અંગ્રેજીમાં 'ટીઅર ઓફ યુરોપ' તરીકે પણ ઓળખાય છે. મોન્ટેનેગ્રોમાં વહી રહેલી તારા નદી પરનો ૧૯૪૦ દરમ્યાન બંધાયેલો પુલ હાલ રિ-કન્સ્ટ્રકટ થઇ રહ્યો હોવાથી ૧૦-૮-૨૦૨૬ થી ૨૬-૧૦-૨૦૨૬ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે !
જગતની સૌથી ચોખ્ખી નદીઓની વાત નીકળી છે ત્યારે ફ્રિયો નદી (અમેરિકા)નું નામ પણ અચૂક લેવું પડે ! અમેરિકાના ટેક્સાસમાં જે ૩૨૨ કિ.મી. લાંબી ફ્રિયો નદી વહી રહી છે તેનું નામ સ્પેનીશ ભાષામાંથી લેવામાં આવ્યું છે ! સ્પેનીશમાં ફ્રિયો એટલે ખૂબ ઠંડું ! ફ્રિયો નદી પણ વિશ્વમાં ચોખ્ખી નદીઓની યાદીમાં જરૂર સ્થાન મેળવી શકે !