Ravi Purti
સ્કવેર કટ - અધીર અમદાવાદી
By GS Team
18 Jul 20262 mins read
વડોદરાના ડૉ. કવિ રાજન કે. હાથીએ જણાવ્યું કે બહારનું ન ખવાય તો અંદરનું મલાઈ અને ટોપરું ખાવું. સુરતના સૂર્યદિપ ચાવડાએ પૂછ્યું કે ડૉક્ટર દર્દીને બેભાન કેમ કરે? જવાબ મળ્યો કે કોઈ ચશ્મદિદ ગવાહ ન રહે એટલે. હિમ્મતનગરના રોહિત દરજીએ છત્રી કાળી હોવાનું કારણ પૂછ્યું. જવાબ હતો કે છત્રી વગર પલળતા લોકોની નજર ના લાગે એટલે.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના ડૉ. કવિ રાજન કે. હાથીએ જણાવ્યું કે બહારનું ન ખવાય તો અંદરનું મલાઈ અને ટોપરું ખાવું. સુરતના સૂર્યદિપ ચાવડાએ પૂછ્યું કે ડૉક્ટર દર્દીને બેભાન કેમ કરે? જવાબ મળ્યો કે કોઈ ચશ્મદિદ ગવાહ ન રહે એટલે. હિમ્મતનગરના રોહિત દરજીએ છત્રી કાળી હોવાનું કારણ પૂછ્યું. જવાબ હતો કે છત્રી વગર પલળતા લોકોની નજર ના લાગે એટલે.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info

= બહારનું ખાવાની ડૉક્ટરો ના પાડે છે, તો અંદરનું શું ખાવું?
- ડૉ. કવિ રાજન કે. હાથી, વડોદરા
- મલાઈ અને ટોપરું.
= ડૉક્ટર ઓપરેશન દરમિયાન દર્દીને બેભાન કેમ કરે છે? - સૂર્યદિપ ચાવડા, સુરત
- કોઈ ચશ્મદિદ ગવાહ ન રહે એટલે.
= કુંવારા કેમ પરણવા તરસતા હશે? - કાનજીભાઈ વેણ, ધરણીધર (વાવ-થરાદ)
- સાહસિકતા.
= વાઘ કરતાં નાની હોવા છતાં બિલાડીને વાઘની માસી કેમ કહે છે? - યોગેશભાઈ આર. જોશી, હાલોલ
- આપણે ત્યાં પડોશીને માસી કહેવાનો રિવાજ છે.
= વિચારોની દીવાલ ચણવા શું શું જોઈએ? - નરેશભાઈ પરમાર, ભરૂચ
- વહેમ અને વિચારો.
= દિલ પર હંમેશા પથ્થર જ કેમ મુકાય? - ઇમ્તિયાઝ કુરેશી, સુરત
- પથ્થરદિલ બનવા.
= છત્રી કાળી કેમ હોય છે? - રોહિત દરજી, 'કર્મ', હિમ્મતનગર
- છત્રી વગર પલળતા લોકોની નજર ના લાગે એટલે.
= ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામનું છે? - શિવમ વી. યાજ્ઞિાક, રાજકોટ
- ઇન્સ્ટાગ્રામ સાથે અને વગર મોબાઈલના વજનના તફાવત જેટલું.
= એક તરફ કરોડોની લોન ચૂકવાતી નથી, અને બેંકવાળા બોલપેન બાંધી રાખે
છે, કેમ? - ધવલકુમાર સોની, ગોધરા
- એમની પર્સનલ પેન કોઈ ઉધાર ના માંગે એટલે.
= શું માણસોએ જંગલી જાનવરોથી બચવા જંગલમાં રહેવા જવું જોઈએ કે કેમ? - મુકેશ ટી. ચંદારાણા, મીઠાપુર
- જવાય ને, મચ્છરદાની અને વીમો લઈને.
= કોઈનો એક એવો સવાલ જે તમને બિલકુલ ના ગમ્યો હોય તો એ શું હોઈ શકે? - નિકુંજ પૂનમચંદ વાણિયા, કુણધેર
- ઘેરથી ફોન આવે ્ને પૂછેઃ 'ક્યાં છો?'
= જમવામાં જંગલો અને કૂટવામાં ભગલો, તો બોલવામાં? - યશપાલસિંહ ટી વાઘેલા, થરા
- બંગલો.
= કવિઓ અને પ્રોગ્રામ સંચાલકો વાતવાતમાં તાળીઓ કેમ પડાવે છે? - જ્યોતિષ પાઠક, વડોદરા.
- ઓડિટોરિયમમાં મચ્છરને કારણે.
= દુનિયામાં સૌથી વધુ ભયાનક જગ્યા કઈ છે? - હિમાંશુ આઈ. દોશી, કરજણ
- ટ્રેનનો 'લેડિઝ' ડબ્બો.
= મીઠા લીમડાને મીઠો લીમડો કહે છે, પણ કડવા લીમડાને કડવો લીમડો કેમ
નથી કહેતા? - તરુણ ભટ્ટ, અમદાવાદ
- એને ખોટું ના લાગે ને.
= તમે લગ્નની સીડી વર્ષમાં કેટલી વાર જોવો છો? - શશિકાંત દેસલે, સનિયા કનદે સુરત
- માથે વાળ જોવાની ઈચ્છા થાય ત્યારે.
= ખમીર ઓસરતું જણાય તો શું કરાય? - નયનભાઈ પટેલ, ભરૂચ
- ઝવેરચંદ મેઘાણીને વંચાય.
= પ્રશ્ન બહુ અઘરો હોય તો તમે શું કરો છો? - જયંત સોની, પેટલાદ
- લેગ સ્ટંપની બહાર જતાં બૉલ પર સ્કવેર કટ ના વાગે.
= છૂટાછેડા બાદ કોણ સુખી થાય છે, પતિ કે પત્ની? - હંસાબહેન ભરુચા, વિરાર
- આમિરના કિસ્સામાં બેઉ. એવું લાગે છે.
= પકડાયેલા દારૂનો નાશ કરવાને બદલે બીજા રાજ્યમાં વેચાણ કરી કમાણી ન થઈ શકે? - હરેશ લાલવાણી, અમદાવાદ
- પકડાયેલ દારૂ ઓરિજિનલ છે એ પરીક્ષણ કોણ કરશે?
= ડોનાલ્ડ ટ્રમ્પ પોલિટીશિયન છે કે વેપારી?
- ભદ્રેશ પટેલ, અમદાવાદ
= ચક્રમનો ઓપ્શન નથી?









