Ravi Purti

પૈસા હાથનો મેલ છે, તો પગનો મેલ શું છે?

By GS Team
27 Jun 20262 mins read
પૈસા હાથનો મેલ છે, તો પગનો મેલ શું છે?
  • સ્કવેર કટ-અધીર અમદાવાદી
    = પૈસા હાથનો મેલ છે, તો પગનો મેલ શું છે?
  • નંદલાલ પુરોહિત, રાજુલા
  • બુટ-મોજા પહેરવાની આળસ.
    = સારી સાસુ કોને કહેવાય
  • વિનોદભાઈ બી. પરમાર, સુરત
  • બીજાની સાસુને.
    = મિડિયા પાસે દાઉદનો એક જ ફોટોગ્રાફ છે, વરસોથી તે વૃધ્ધ થતો જ નથી?
  • હરેશ લાલવાણી, અમદાવાદ
  • ફોટો વૃદ્ધ ન થાય, ડિજિટલ હશે.
    = આ મોંઘવારીમાં કરકસર કેવી રીતે કરાય?
  • અલ્પેશ શાહ, મુંબઈ
  • પરસેવામાંથી મીઠું પકવીને.
    = ગુજરાતી ગૃહિણીનું સૌથી મોટું 'કન્ફ્યુઝન' કયું છે?
  • લલિત આઈ. દોશી, કરજણ
  • બળી ગયેલ શાકને ખપાવવું કઈ રીતે?
    = તમે પોલિટિકલ પ્રશ્નના જવાબ આપો છો? મારે પૂછવા છે.
  • અજય જોશી, નાસિક
  • એ કોમેડી ડાયરેક્ટ ટીવી/ સોશિયલ મીડિયા પર જોઈ લેવી.
    = એક વર્ષ માટે સોનું ન ખરીદવાની વડાપ્રધાનની અપીલને કેટલો ટેકો કરવો?
  • મીતેષ શાહ, વડોદરા
  • અરે, આ તો ભાવતું'તુ ને મોદીજીએ કીધું છે.
    = રાજ્યમાં રાજ્યપાલ હોય તેમ રાષ્ટ્રમાં રાષ્ટ્રપાલ શબ્દ કેમ નહીં?
  • મુકેશ પડસાળા, અમદાવાદ
  • તમે મુકેશ છો પણ ચોરવાડના નથી, એવું એ તો.
    = સમોસા ત્રિકોણ, પૂરી ગોળ અને પાંવ ચોરસ કેમ હોય છે?
  • શશિકાંત જી.દેસલે, સનિયા કનદે, સુરત
  • તમે મમ મમથી કામ રાખો શેપ શેપથી નહીં.
    = તમે બધા સવાલના જવાબ કઈ રીતે આપો?
  • ઉત્સવ સુતરિયા, સુરત
  • ટાઈપ કરીને.
    = અજાણી રૂપસુંદરીને બાઈક પર બે કિમી. બેસાડયા પછી ખબર પડે કે આ તો ડાકણ છે, પછી?
  • કનુભાઈ પરમાર, દામનગર
  • ખોટી બ્રેકો મારવાનું તાત્કાલિક બંધ કરવું.
    = તમને નથી લાગતું કે આ બધા છાપામાં નામ આવે એટલે જ ફાલતું પ્રશ્નો મોકલતા હશે?
  • જીયા માલીવાડ, ગાંધીનગર
  • લો બસ તમારું પણ છપાયું.
    = લગ્ન પછી માણસના જીવનમાં શું બદલાય છે?
  • મીનાબેન આર. રાઠોડ, કરજણ
  • પંખાની સ્પીડ.
    = બાહોશ કોને કહેવાય?
  • સુરેશભાઈ શાહ, ભરૂચ
  • બાને ભાન આવે તેને.
    = હાથના કર્યા હૈયે વાગે તો પગના કર્યા ક્યાં વાગે?
  • હિતેન્દ્ર પંચાલ, છોટા ઉદેપુર
  • ગબડો તો ડાચે.
    = રેલગાડીના કોચને 'ડબ્બો' શું કામ કહેતા હશે?
  • રોહિત દરજી 'કર્મ', હિમ્મતનગર
  • કોચ હોંશિયાર નહીં હોય.
    = એક મિત્રએ મેરેજ બ્યુરોમાં ભૂલથી આધારકાર્ડવાળો ફોટો મોકલી દીધો છે, શું કરવું?
  • નીરવ વ્યાસ, અમદાવાદ
  • 'કુંવારાઓનો વૈભવ' પુસ્તક મિત્રને ભેટ આપો.
    = પત્ની સિંગાપુર જવાની જીદ્દ કરે છે, પણ સાંતલપુર જવાના પૈસા નથી કોઈ ઉપાય?
  • મુકેશ શાહ, સુરત
  • સિંગા'પુર' જઈને શું કરશો?
    = પોપટ પોતાનું ભવિષ્ય કેમ જોઈ શકતો નથી?
  • ઘનશ્યામ એચ. ભરુચા, વિરાર
  • પોપટ પાસે જ્યોતિષીને ફી આપવા રૂપિયા નહીં હોય.
    = વખારને અંગ્રેજીમાં ગો-ડાઉન કહે છે, ગો-અપ કેમ નહીં?
  • નીરવ રામી, વડોદરા
  • કારણ કે ગોડાઉન એ 'ડાઉન ટુ અર્થ' હોય છે.
    = જેનું નામ આનંદ હોય એમણે? આનંદ લેવા માટે શું કરવાનું?
  • ચિરાગકુમાર કે. પંચાલ, મધવાસ, તા-લુણાવાડા
  • આનંદી કાગડાની વાર્તા વાંચવી.