Ravi Purti

યાદ રાખવુ સારું કે ભૂલી જાવું સારું?

By GS Team
4 Jul 20262 mins read
યાદ રાખવુ સારું કે ભૂલી જાવું સારું?

સ્કવેર કટ-અધીર અમદાવાદી

= યાદ રાખવુ સારું કે ભૂલી જાવું સારું?

  • ધીરજ રબારી, ડેર (પાટણ)
  • પત્નીએ ચીંધેલું કામ યાદ રાખવું, બાકી બધુ ભૂલી જવાય.
    = પ્રેમ કરીને પસ્તાવું કે પ્રેમ કર્યા વગર?
  • ચેતનકુમાર ત્રિવેદી, અમદાવાદ
  • બંને. જિંદગી બડી હોની ચાહીએ ચેતનબાબુ.
    = એક ગુજરાતી માટે 'પરફેક્ટ ગપ્પા' મારવા માટેની શ્રેષ્ઠ જગ્યા કઈ છે?
  • લલિત આઈ. દોશી, કરજણ
  • જેનું ઇન્ક્રીમેન્ટ આપણાં હાથમાં હોય એની સામે.
    = શું આટલી બધી ગરમી વાઇફાઇના હોટસ્પોટને કારણે હશે? - હેમંત દવે, અમદાવાદ
  • ના અમારા તેજને કારણે.
    = બાથરૂમમાં ગયા બાદ ઘણાંનો જીવ બેચેન કેમ થઈ જાય છે?
  • નરેશભાઈ પરમાર, ભરૂચ
  • તમને કઈ રીતે ખબર?
    = પત્ની પિયરથી આવી છે ત્યારથી નખરાં કરે છે તો શું કરવું?
  • મહાસુખ દરજી, અમદાવાદ
  • એને રિમોટ આપી દો, ફૂટબોલમાં તો તમે ફેન્સને જ જુઓ છો ને?
    = પત્ની આપણાં પ્રધાનમંત્રી આપણને (પ્રજાને) જોઈને શું વિચારતા હશે?
  • પટેલ સૌરભ હિતેન્દ્રભાઈ, નાના ચિલોડા (અમદાવાદ)
  • અમિતભાઈને પૂછીને કહું.
    = તમે આપેલા જવાબોની પાછળનું રહસ્ય શું? ઘરના સુખી કે દુખી?
  • નાગેસ ઓડેદરા, રાજકોટ
  • પરણેલાને પૂછશો મા.
    = જગત જમાદાર ઉપર કોઈ વિશ્વાસ કરે ખરો?
  • અમરત સોલંકી, બોટાદ
  • તે અમથો બબ્બે વાર ચૂંટાયો હશે?
    = અશાંતિ એટલે?
  • અમરીશ મહેતા, વિજાપુર
  • પોલીસનો અભાવ.
    = પત્નીની બોલતી બંધ કરવા શું કરવું?
  • પ્રકાશ ગાંધી, અમદાવાદ
  • પાણીપૂરીની લારી પર લઈ જાવ.
    = કોઈનામાં બુદ્ધિ ઓછી છે એવું કઈ રીતે જાણી શકાય?
  • જયેશ પટેલ, ઊંઝા
  • ઢાંકણું ખૂલે ત્યારે જોઈ લેવાનું. મોંઢાનું.
    = સારો ડોક્ટર કોને કહેવાય?
  • વિપુલાબેન પી. મકવાણા, રાજકોટ
  • જેણે લખેલી ગોળી કોઈપણ મેડિકલ સ્ટોર પર મળે એ.
    = આજકાલ ચોટલા દેખાતા નથી, ચોટલાઓ ક્યાં ગયા?
  • જીગ્નેશ મોદી, વિસનગર
  • જ્યાં ઓટલા ગયા ત્યાં.
    = સુખી લગ્નજીવન કેવું હોય?
  • સુરેશ ઝવેરી, અમદાવાદ
  • એની હામાં હા અને નામાં ના.
    = પરીક્ષામાં અચાનક પેપર ફૂટવાનો શોરબકોર સંભળાય તો શું કરવું?
  • યશપાલસિંહ ટી. વાઘેલા, થરા
  • કાપલીઓ નકામી જવાનો સંતાપ.
    = વાંદરો ઘરડો થાય તોયે ગુલાંટ મારવાનું કેમ ભુલતો નથી?
  • ચિરાગ પંચાલ, મધવાસ (લુણાવાડા)
  • જાંબુ ખાવાથી મગજ સારું રહેતું હશે.
    = ધાબામાં મુકેલ છુંદો વાંદરા ખાઈ જાય છે, શું કરાય?
  • ભાવના સુતરિયા, માંડવી
  • અફસોસ.
    = પંખા અને ઘાણીના બળદમાં વચ્ચે શો તફાવત છે?
  • તપન પટેલ, ગાંધીનગર
  • જે પંખા અને નોકરિયાતમાં હોય એ.
    = રિક્ષાભાડા તો વધ્યા અધીરભાઈ ….
  • મેઘલ શાહ, અમદાવાદ
  • હવે ચાલતાં જવામાં વધુ રૂપિયા બચશે. ખુશ થાવ.