Ravi Purti

હું રોજ બગાસાં ખાઊ છું પણ ક્યારેય મારા મોઢામા પતાસુ આવતું નથી

By GS Team
10 Oct 20262 mins read
હું રોજ બગાસાં ખાઊ છું પણ ક્યારેય મારા મોઢામા પતાસુ આવતું નથી
  • સ્કવેર કટ-અધીર અમદાવાદી
    = હું રોજ બગાસાં ખાઊ છું પણ ક્યારેય મારા મોઢામા પતાસુ આવતું નથી.
  • નંદલાલ પુરોહિત, રાજુલા
  • એના માટે આજુબાજુમાં પતાસાની કેચમકેચી ચાલવી જરૂરી છે.
    = સ્ક્વેર કટના જવાબ તમે આપો છો, કે પછી એઆઈ આપે છે?
  • નીરવ ધામેચા, ધ્રાંગધ્રા
  • એઆઈ મારી પાસેથી જવાબો શીખે છે ભુરા.
    = શું વાવાઝોડાની શરૂઆત 'કન્યા પધરાવો સાવધાન'થી થતી હોય છે?
  • કાનજીભાઈ ઓખાભાઈ વેણ, કુંભારડી વાવ-થરાદ
  • ના, સમુદ્રમાં લો પ્રેશરને કારણે થાય છે.
    = તમને શું લાગે મારે રાજકારણમાં ઝંપલાવુ જોઈએ?
  • અરવિંદ ચૌહાણ, મોદજ
  • તમારા ઘરના વોટ મળે એવી ખાતરી હોય તો પડો.
    = નીંદણ પાક બગાડે ને નિંદા?
  • રોહિત 'કર્મ', હિંમતનગર
  • આજે સવારની ચા નથી પીધી?
    = તમારૃં નામ જ 'અધીર' છે કે ખરેખર અધીરા છો?
  • વિજયકુમાર મોદી, અમદાવાદ
  • એટલે તો ટૂંકા જવાબ આપું છું.
    = 'પાપી પેટનો સવાલ છે', એમાં પેટને પાપી કેમ કીધું? એણે શું બગાડયું?
  • જય સોની, વડોદરા
  • બગાડ પેટમાં જ થાય ને, બીજે ક્યાં થાય?
    = નવરાત્રિમાં રોજ રાત્રે ઉજાગરા કરવાથી કોણ મહેરબાન થાય?
  • મીતેષ શાહ, વડોદરા
  • લગ્નદેવતા.
    = આટલા મોંઘા આઈફોન પાછળ આટલી હદે ગાંડપણ?
  • તૃપ્તિ ઠાકર, અમદાવાદ
  • લો ! સસ્તા ફોન પાછળ ગાંડપણ કેવું લાગે?
    = ગંગાસ્નાન કરવાથી પાપ ધોવાઈને ક્યાં જાય છે?
  • જ્યોતિષ પાઠક, વડોદરા
  • હેઠળવાસમાં.
    = પત્નીને ધર્મપત્ની કહેવાય તો સાળાને ધર્મશાળા કહેવાય?
  • ચેતનકુમાર ત્રિવેદી, અમદાવાદ
  • તમારે પણ 'સ' અને 'શ'માં લોચા પડે છે, ન્યૂઝરિડર્સની જેમ?
    = સરળતાથી શાંતિની પ્રાપ્તિ ક્યાં થાય?
  • વિનોદભાઈ પરમાર, સુરત
  • ફાફડા-જલેબીની દુકાને.
    = વાંઢા રહેવાના ફાયદા શું?
  • શૈલેષ જોગડિયા, ગુજરાત
  • તમારા દરેક કામમાં કોઈ વાંધાવચકા કાઢતું નથી.
    = ગબ્બર સિંગ હોળીની રાહ જ કેમ જુએ છે, દિવાળીની નહીં?
  • અમૃત સોલંકી, બોટાદ
  • રામગઢમાં દિવાળી પર નાચગાન નહોતાં થતાં.
    = તમારી 'સ્ક્વેર કટ' કૉલમમાં કોઈ કાર્ટૂન કેમ નથી રાખતાં?
  • શિવમ વિજયકુમાર યાજ્ઞિાક, રાજકોટ
  • અમારું નામ જ પૂરતું છે.
    = છોડવાની ઈચ્છા થતી હોય તો શું છોડવું ઠીક રહેશે?
  • સુરેશભાઈ શાહ, ભરૂચ
  • બારમાસી વાવો. મહેનતે રોજ ફૂલ આવશે.
    = મંકોડાભાઈ માટે મારે બુટ લેવા છે, ક્યાં સારા મળશે?
  • ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ, મધવાસ
  • જ્યાં કાનખજુરા માટે બુટ મળે છે તેની બાજુની જ દુકાનમાં.
    = નકારાત્મક વિચારની શરૂઆત 'ન કરે નારાયણ ને..' વાકયથી થાય તો હકારાત્મક વિચારની?
  • મધુકર માંકડ, રાજકોટ
  • ધાર્યું ધણીનું થાય.
    = સાસ-બહુ સિરિયલ્સ ક્યારે પૂરી થશે?
  • શ્રેયા પંડયા, અમદાવાદ
  • જ્યારે ઉલ્ટા ચશ્મામાં પોપટલાલના લગ્ન થશે.
    = ગરબા ના આવડતા હોય તો શું કરવું?
  • મહાસુખ દરજી, અમદાવાદ
  • ચંપલ-મોબાઈલ-પર્સ સાચવવા.