Ravi Purti

FZ1073ના કોકપીટ ડોરનું મિકેનિઝમ

By GS Team
10 Oct 20262 mins read
FZ1073ના કોકપીટ ડોરનું મિકેનિઝમ
  • શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

ફ લાયદુબઈ ઊડ્ડયનમાં કોપાયલોટે કેપ્ટન સ્મિત પર હુમલો કર્યો પણ તેણે બહાદુરી સાથે બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી ૧૭૪ પેસેન્જરોને બચાવવા માટે કોકપીટનું ડોર ખોલી નાંખ્યું. જરૂરી મદદ મળી ગઈ અને વિશ્વભરમાં આજે આ બહાદુર ભારતીય પાયલોટના વખાણ થાય છે.
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે પાયલોટે વિમાનને ઓટોમોડ પર કેમ ના મુક્યું? આમ તો વિમાન ઓટો મોડ પર જ હોય છે પરંતુ આતંકી કોપાયલોટે બધા કન્ટ્રોલ ખોરવી નાંખી કેપ્ટન પર ''ક્રેશ એક્સ'' જેવા ધારદાર શસ્ત્રથી હુમલો કર્યો હતો. કેપ્ટન પોતાના બચાવ માટે અને યાત્રીઓના બચાવ માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને સમય ખૂબ ઓછો હતો. ઓટો મોડ પર મુકવા માટે સ્પીડ, હાઈટ વગેરે નક્કી કરવું પડે તમારા સેન્સરને વેરીફાય કરવા પડે. ફલાયદુબઈ એફઝેડ ૧૦૭૩ (૨૦૨૬)ના બનાવમાં કોપાયલોટ ઊડતાં વિમાનમાં હુમલો કરે છે. અહીં કોકપીટનું બારણું ખોલી કેબિનમાંથી કોઈ સ્ટાફ આવીને બચાવ કરતો નથી પણ બારણું કોકપીટમાંથી જ ખોલવું પડે છે. કોકપીટના બારણાંની મિકેનિઝમ આવી કેમ હશે કે બારણું બહારથી એટલે કેબિન તરફથી ના ખુલ્યું ? બારણું બહારથી ખૂલ્યું હોત તો કેપ્ટનનું આટલું બધું લોહી વહેતું અટકી જાત…
કોકપીટ ''ડોર લોક મિકેનિઝમ'' ફલાઈટ ડેક અને પેસેન્જર કેબિન વચ્ચેની આવજા ને કન્ટ્રોલ કરે છે ? મોર્ડન એરક્રાફટમાં એની ડિઝાઈન એવી કરવામાં આવી છે કે કોણ પ્રવેશી શકે તેનો પોઝિટિવ કન્ટ્રોલ કોકપીટ ક્રુ એટલે કે કોકપીટના સ્ટાફનાં હોય છે.
સલામતી માટે કોકપીટ ડોર કેબિન સાઈડથી નથી ખુલતું. હવે જુદી જુદી મિકેનિઝમ સમજો.
(૧) પાયલોટે કોઈને બોલાવવું હોય તો તે બારણું ખોલી શકે છે ? (૨) કેબિનમાંથી કોઈ સામાન્ય રીતે લોક કરેલા ડોરને ખોલી શકતું નથી. (૩) ઓથોરાઈઝડ કેબિન સ્ટાફ પોતાની ઓળખાણ આપી ઈન્ટરનેટથી વાત કરી બારણું ખોલાવી જઈ શકે છે.