પુરુષનું DNA પણ નક્કી કરે છે ફર્ટિલિટી!

- ડૉ. જયેશ શેઠ
- વંધ્યત્વ માત્ર સ્ત્રીની સમસ્યા નથી : પુરુષના રૂ-ક્રોમોઝોમ અને જનીનોમાં રહેલા ફેરફારો સારવારની દિશા બદલી શકે
લ ગ્ન પછી સંતાનપ્રાપ્તિમાં વિલંબ થાય ત્યારે આપણા સમાજમાં સૌથી પહેલાં પ્રશ્ન ઘણી વખત સ્ત્રી તરફ જ ઉઠાવવામાં આવે છે. પરંતુ આધુનિક જિનેટિક વિજ્ઞાન હવે એક મહત્વપૂર્ણ હકીકત આપણી સામે મૂકે છે-વંધ્યત્વમાં પુરુષની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ હોઈ શકે છે.પુરુષના spermle સંખ્યા કે તેની ગુણવત્તા પાછળ માત્ર જીવનશૈલી કે હોર્મોન જવાબદાર નથી; કેટલાક કિસ્સાઓમાં તેનું કારણ સીધું DNA, જનીનો અને રંગસૂત્રોમાં છુપાયેલું હોઈ શકે છે.
૧૯૮૯થી આજ સુધીની લાંબી સફર
વર્ષ ૧૯૮૯માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ટેસ્ટ-ટયુબ બેબી અંગેના અભ્યાસ અને તાલીમ દરમિયાન એક રસપ્રદ સવાલ થયો હતો કે ભારત જેવા 'ફળદ્રુપ' દેશમાં ટેસ્ટ-ટયુબ બેબી જેવી આધુનિક અને ખર્ચાળ સારવારની જરૂરિયાત શા માટે ઊભી થાય? જવાબ સરળ હતો ઃ ભારતની વસ્તી એટલી વિશાળ છે કે માત્ર એક ટકા દંપતીને પણ આવી સમસ્યા હોય તો તેની સંખ્યા લાખોમાં પહોંચી જાય છે.વળી, આ બાબત દંપતી માટે ભાવનાત્મક, સામાજિક અને માનસિક પડકાર પણ બની શકે છે.
છમાંથી એક દંપતીને પરેશાની!
સમય સાથે પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. આજે અંદાજે દર છ દંપતીમાંથી એક દંપતી વંધ્યત્વની સમસ્યાનો સામનો કરે છે.વંધ્યત્વને લાંબા સમય સુધી મુખ્યત્વે સ્ત્રી સાથે જોડવામાં આવતું હતું. પરંતુ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે પુરુષ અને સ્ત્રી-બંને તરફથી લગભગ સમાન પ્રમાણમાં પરિબળો જવાબદાર હોઈ શકે છે. પુરુષોમાં વંધ્યત્વ માટે તણાવ, તમાકુ અને દારૂનું સેવન, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની તકલીફો ઉપરાંત જનીન અને રંગસૂત્રોની ખામીઓ પણ મહત્વપૂર્ણ કારણ બની શકે છે. આથી, માત્ર જીસીહ ચહચનઅજૈજ કરાવીને સમસ્યાનું સંપૂર્ણ કારણ જાણી શકાય એવું હંમેશાં જરૂરી નથી.
Y-ક્રોમોઝોમમાં છુપાયેલું રહસ્ય
પુરુષોમાં વંધ્યત્વના જનીન આધારિત કારણો સમજવામાં રૂ-ક્રોમોઝોમ ખૂબ મહત્વનું છે.રૂ-ક્રોમોઝોમમાં રહેલા કેટલાક વિસ્તારો sperm production માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમાં DNAનો કોઈ ચોક્કસ ભાગ ગુમ થઈ જાય-જેને microdeletion કહેવામાં આવે છે-તો પુરુષની પ્રજનન ક્ષમતા પર અસર થઈ શકે છે. વંધ્યત્વ ધરાવતા પુરુષોમાં આશરે ૮ ટકા જેટલા કેસમાં જનીન આધારિત ખામી જોવા મળી હતી. તેમાં Y-ક્રોમોઝોમની microdeletion આશરે ૬થી ૮ ટકા કેસમાં જોવા મળી હતી, જ્યારે આશરે ૧.૨ ટકા કેસમાં રંગસૂત્રોની ખામી જોવા મળી હતી.આ આંકડાઓ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે-પુરુષ વંધ્યત્વના કેટલાક કિસ્સાઓનું મૂળ કારણ DNAમાં શોધવું જરૂરી બની શકે છે.
એક જ નહીં, અનેક યીહીજ મહત્વના
પુરુષ વંધ્યત્વને સમજવા માટે માત્ર રંગસૂત્રો જ નહીં, પરંતુ DNAના જનીન સ્તરે થતી ખામીઓ અને Y-ક્રોમોઝોમની deletionsને પણ એકસાથે તપાસવામાં આવી હતી. અભ્યાસમાં તપાસવામાં આવેલા વિવિધ genesમાં CFTR geneમાં ખામીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ત્યારબાદ PMFBP1, DNAH1 અને AR જેવા યીહીજમાં પણ ફેરફારો જોવા મળ્યા હતા.આ genes શરીરમાં અલગ-અલગ જૈવિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે અને તેમાં થતા ફેરફારો પુરુષની પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે.
DNA તપાસથી સારવાર બદલાઈ શકે
જો પુરુષ વંધ્યત્વનું ચોક્કસ જનીન આધારિત કારણ જાણી શકાય, તો દંપતીને આગળની સારવાર અંગે વધુ યોગ્ય માર્ગદર્શન આપી શકાય.ખાસ કરીને IVF અથવા અન્ય assisted reproductive techniques પસંદ કરતી વખતે જનીન આધારિત
માહિતી ઉપયોગી બની શકે છે. દરેક દંપતી માટે એકસરખી સારવાર કરવાને બદલે, ભવિષ્યમાં દર્દીના ચોક્કસ જનીન આધારિત કારણોને ધ્યાનમાં રાખીને personalized reproductive medicine તરફ આગળ વધી શકાય છે. અર્થાત્, આવનારા સમયમા પ્રશ્ન માત્ર ‘sperm count કેટલો છે?' એટલો નહીં રહે, પરંતુ “spermની સમસ્યાનું જનીન આધારિત કારણ શું છે?' એ પણ એટલું જ મહત્વનું બની શકે છે.
માનસિકતા બદલવાની જરૂર
વંધ્યત્વ અંગે આપણા સમાજમાં હજુ પણ અનેક ગેરમાન્યતાઓ છે. તેમાં સૌથી મોટી ગેરસમજ એ છે કે સંતાન ન થવા માટે સ્ત્રીને જ જવાબદાર માનવામાં આવે.પરંતુ વિજ્ઞાન કહે છે કે પુરુષનું DNA પણ સંતાનપ્રાપ્તિની ક્ષમતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગુજરાતમાંથી વિશ્વ સુધી પહોંચતું સંશોધન
ગુજરાત સ્થિત Institute of Human Genetics દ્વારા કરવામાં આવેલા અભ્યાસનું મહત્વ માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી. આ સંશોધનમાં રંગસૂત્રો, DNAના જનીન સ્તરના ફેરફારો અને Y-ક્રોમોઝોમ deletionsને એકસાથે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ અભ્યાસ ૨૦૨૬માં Journal of Assisted Reproductionમાં પ્રકાશિત થયો છે. પુરુષ વંધ્યત્વના જનીન આધારિત કારણોને સમજવામાં આ સંશોધન ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ વધુ સંશોધન અને યોગ્ય સારવાર માટે ઉપયોગી બની શકે છે.
'તમારા spermનું DNA શું કહે છે?' કારણ કે સંતાનપ્રાપ્તિની કહાની માત્ર શરીરથી નહીં, પરંતુ ઘણી વખત DNAના અક્ષરોમાંથી પણ લખાયેલી હોય છે.




