Rajkot

નવા સલૂનને કારણે પતિ પૂરતો સમય નહીં આપી શકતા પત્નીનો આપઘાત

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં રેલનગરના માનસીબેન આંબલીયા (ઉ.વ.23) એ ગઈકાલે સાંજે પિતાના વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના નવમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી. પતિએ નવું સલૂન શરૂ કરતાં સમય ન આપી શકતા દોઢ માસથી ઝઘડા ચાલતા હતા. બે દિવસ પહેલા ઝઘડો થતાં પતિએ પિયર જતી રહેવા કહ્યું. પિતા ઘરે લઈ ગયા, ચાવી આપી સલૂને ગયા ને માનસીએ આત્મઘાતી પગલું ભર્યું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા સલૂનને કારણે પતિ પૂરતો સમય નહીં આપી શકતા પત્નીનો આપઘાત

રાજકોટ : રેલનગરમાં મધુવન-૧માં રહેતી માનસીબેન મિલનભાઇ આંબલીયા (ઉ.વ.૨૩)એ ગઇકાલે મોડી સાંજે એસઆરપી કેમ્પની સામે વર્ધમાનનગરમાં વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના નવમા માળે આવેલા પિતાના ફ્લેટમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. પતિએ નવુ સલૂન કરતાં પુરતો સમય આપી શકતો ન હતો. જે મુદ્દે પતિ સાથે ઝઘડો થયા બાદ આ આત્મઘાતી પગલું ભરી લીધાનું પોલીસને જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે માનસીના સાડા ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાન પ્રાપ્તિ થઇ ન હતી. દોઢેક માસ પહેલા જ પતિએ નવુ સલૂન શરૂ કર્યું હતું. જેને કારણે તે પુરતો સમય આપી શકતો ન હતો. આ મુદ્દે બંને વચ્ચે છેલ્લા દોઢ માસથી ઝઘડા થતા હતા. પતિ કહેતો હતો કે સલૂન નવું છે એટલે થોડો સમય તેમાં પુરુ ધ્યાન આપવું પડશે.
બે દિવસ પહેલા બંને વચ્ચે ફરીથી આ મુદ્દે ઝઘડો થયો હતો. ગઇકાલે તકરાર વધી જતાં પતિએ તું મને જોઇતી નથી, પિયર જતી રહે તેમ કહીં સસરાને કોલ કર્યો હતો. જેથી સસરા માનસીને પોતાના ઘરે લઇ ગયા હતા.
બિલ્ડિંગની નીચે પહોંચ્યા બાદ પિતા માનસીને ફ્લેટની ચાવી આપી ટુ-વ્હીલર ઉપર પોતાના સલૂને જવા રવાના થઇ ગયા હતા. ત્યારબાદ માનસી નવમા માળે ફ્લેટમાં પહોંચી હતી. ફ્લેટની ગ્રીલ વગરની બારીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું. ગાંધીગ્રામ-૨ પોલીસ મથકના પીએસઆઇ એચ.એમ.ચાવડાએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતદેહનું ફોરન્સિક નિષ્ણાત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. હાલ આ કેસમાં પિયર પક્ષ દ્વારા કોઇ આક્ષેપો કરાયા નથી તેમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસને એમ જણાયું છે કે, માનસી સાથે ઝઘડો ચાલતો હોવાથી તેને શાંત પાડવા પતિએ પિતાના ઘરે મોકલી હતી. પતિને એમ હતું કે, એક-બે દિવસ પિતાના ઘરે રહેશે એટલે મગજ શાંત થઇ જશે. પરિણામે બધુ બરાબર થઇ જશે. પરંતુ કમનસીબે તેમ થયું ન હતું.