Rajkot

રાજકોટ: જેતપુર નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે સિંહણના મોત, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે

By GS Team
23 Nov 20261 min read
TukuTouch Logo
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક વાવડી-ખીરસરા વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જવાથી બે સિંહણના કરુણ મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ટ્રેનને અટકાવી દેવાઈ હતી. વન વિભાગ અને રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સિંહણના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: જેતપુર નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે સિંહણના મોત, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે

Two Lions Killed by Train Near Jetpur Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર નજીક રેલવે ટ્રેક પર એક અત્યંત દુઃખદ ઘટના બની છે. જેમાં ટ્રેનની અડફેટે આવી જવાથી બે સિંહણના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતની જાણ થતા જ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્યાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુર નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે સિંહણના મોત

મળતી માહિતી મુજબ, ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન જેતપુર તાલુકાના વાવડી-ખીરસરા વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે રેલવે લાઈન પર અચાનક બે સિંહણ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેનની અડફેટે સિંહણના મોતને પગલે રાજકોટ રેલવે પોલીસ, જેતપુર અને જૂનાગઢ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.

આ દુર્ઘટનાને પગલે સ્થાનિકનો એકઠાં થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે સિંહણના મૃતદેહ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.